1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં ઓક્ટોબર માસમાં 72 લાખથી વધુ કુટુંબોને અનાજ વિતરણ કરાયું: મંત્રી કુંવરજી બાવળીયા

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં NFSA કુટુંબોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવારોમાં સસ્તા દરે અનાજ, ખાદ્યતેલ, ખાંડ, ચણા અને ડબલ ફોર્ટીફાઈડ મીઠાના વિતરણનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિવાળીના તહેવારોમાં જરૂરીયાત મંદોને પૂરતા પ્રમાણમાં સસ્તા દરે અનાજ સહિતની ખાદ્ય વસ્તુઓ મળી રહે તે માટે ઓક્ટોબર-2023 માં રાજ્યના 72.51 લાખ NFSA કુટુંબોને એટલે કે અનાજનું […]

ગુજરાતમાં અંગદાનને લઈને લોકોમાં જાગૃતિ વધી, સુરતમાં બ્રેઈનડેડ નવજાત બાળકના અંગોનું દાન

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં તાજેતરમાં જન્મેલુ બાળક કોઈ હલન-ચલન નહીં કરતા પરિવારજનો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. તબીબોએ તપાસ બાદ નવજાત બાળકને બ્રેઈનડેડ જાહેર કર્યું હતું. જે બાદ માતા-પિતાએ બાળકના અંગ દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી તબીબોએ અંગોનું દાન મેળવ્યું હતું. બાળકની બે કીડની, બે આંખ, અને લીવરનું દાન કરાયું હતું. નવજાત બાળકના […]

ગુજરાતમાં એક વર્ષમાં 15751 બનાવોમાં 7168 વ્યક્તિઓના મોત

રાજ્યમાં ઓવરસ્પીડીંગના 95 ટકા જેટલા બનાવો નોંધાયાં કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતના બનાવોને લઈને રિપોર્ટ જાહેર કર્યો અમદાવાદઃ રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં માર્ગ અકસ્માતના 15 હજારથી વધારે બનાવો નોંધાયા હતા. આ ઘટનામાં સાત હજારથી વધારે લોકોનું અવસાન થયું છે. 95 ટકા જેટલા અકસ્માત ઓવરસ્પિડીંગના કારણે જ બન્યાનું સામે આવ્યું […]

ગુજરાતમાં છેલ્લા 8 મહિનાથી પ્રવાસી શિક્ષકો પગારથી વંચિત, કોંગ્રેસે લખ્યો મુખ્યમંત્રીને પત્ર

ગાંધીનગરઃ ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ ચાલી રહી છે. ત્યારે સરકારે જે શાળાઓમાં શિક્ષકો અપુરતા હોય તેવી શાળાઓમાં ફિક્સ પગારમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરી હતી. પ્રવાસી શિક્ષકોની 31મી ઓક્ટોબરે મુદ પૂર્ણ થઈ ગઈ છે.  રાજ્યથી ધણીબધી શાળાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસી શિક્ષકો ફરજ બજાવી રહ્યા હતા પરંતુ પ્રવાસી શિક્ષકો  છેલ્લા આઠ મહિનાથી પગારથી વંચિત છે. ત્યારે […]

ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં DEO અને DPEOની 45થી વધુ જગ્યાઓ ખાલી,

અમદાવાદઃ રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વહિવટ માટે મુખ્ય ગણાતી જિલ્લાઓની શિક્ષણાધિકારી કચેરીઓમાં ડિસ્ટ્રીક્ટ એજ્યુકેશન ઓફિસર (ડીઈઓ) તેમજ જિલ્લા પંચાયતો હસ્તકની શાળાઓ માટે ડિસ્ટ્રીક પ્રાયમરી એજ્યુકેશન ઓફિસર (ડીપીઈઓ) 45 જેટલી જગ્યાઓ ખાલી હોવાથી શિક્ષણના વહિવટ તેમજ નવી નીતિના અમલી કરણ માટે મુશ્કેલી પડી રહી છે. જો કે રાજ્યના શિક્ષણ મંત્રીએ તાજેતરમાં એવું આશ્વાસન આપ્યું હતું […]

CM ફેલોશીપ પ્રોગામ, સ્નાતક થયેલા યુવાનોને દર મહિને રૂપિયા એક લાખનું મહેનતાણું અપાશે

ગાંધીનગર:  સરદાર પટેલ જન્મ જયંતી પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારની વહીવટી વ્યવસ્થા, પ્રશાસન વ્યવસ્થા, જનસેવા અને જન કલ્યાણ કાર્યક્રમો, પ્રજાકીય પ્રશ્નોના સમાધાન સહિત ગુડ ગવર્નન્સ માટે યુવા શક્તિનું યોગદાન આ ફેલોશીપ દ્વારા મળતું થશે. સીએમ ફેલોશીપ પ્રોગ્રામ માટે સ્નાતક અને અનુસ્નાતક થયેલા યુવાનોને ફેલોશીપ […]

ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો, વહેલી પરોઢે ગુલાબી ઠંડીનો અહેસાસ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ધીમા પગલે ઠંડીનું આગમન થઇ રહ્યું છે. આગામી ત્રણ-ચાર દિવસ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી. ત્યારબાદ ધીરે ધીરે ઠંડીમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સોમવારે સૌથી વધુ મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી રાજકોટમાં જ્યારે સૌથી ઓછુ લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી વલસાડમાં નોંધાયું હતું. અમદાવાદમાં 36.4 ડિગ્રી […]

ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 30.92 લાખ ટન થવાની ધારણા, સોમા’એ વ્યક્ત કર્યો અંદાજ

રાજકોટઃ આ વર્ષે સારા ચોમાસા અને સાનુકૂળ હવામાનને લીધે મગફળીનું બમ્પર ઉત્પાદન થયુ છે. હાલ સૌરાષ્ટ્રભરના માર્કેટયાર્ડ્સમાં મગફળીની ધૂમ આવક થઈ રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસિએશન (સોમા)એ  ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 30.92 થવાનો અંદાજ દર્શાવ્યો છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસીએશનની વાર્ષિક સભા કાગવડ ખોડલધામ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં રાજયના કૃષિમંત્રી રાઘવજી પટેલ […]

ભારતના વિકાસની ચર્ચા આજે સમગ્ર દુનિયામાં થઈ રહી છેઃ પીએમ મોદી

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે અંબાજીમાં માતાજીના દર્શન કર્યા બાદ ખેરાલુ ગયા હતા. જ્યાં તેમણે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂર્હત કર્યું હતું. આ પ્રસંગ્રે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, અહીં આવતા પહેલા મા અંબાના ચરણોમાં આર્શિવાદ લેવાનો મોકો મોળ્યો. અંબાના આર્શિવાદ હંમેશા આપણી ઉપર મળી રહે, ગબ્બર પર્વત ઉપર જે રીતે વિકાસ થઈ […]

આજના ટેકનોલોજીકલ રિવોલ્યુશનના યુગમાં મેડિકલ ક્ષેત્ર પણ વિકાસ કરી રહ્યું છેઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપોલો હોસ્પિટલ-ગાંધીનગર ખાતે આયોજિત “ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ”માં મેડીકલ ક્ષેત્રે દેશના ભવિષ્ય નિર્માણમાં યોગદાન આપી રહેલા તબીબી શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડીકલ સાયન્સ દ્વારા યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code