1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત સરકારને છેલ્લા ત્રણ વર્ષમાં વીજળી ડ્યુટીની રૂપિયા 22452 કરોડની આવક થઈ
ગુજરાત સરકારને છેલ્લા ત્રણ વર્ષમાં વીજળી ડ્યુટીની રૂપિયા 22452 કરોડની આવક થઈ

ગુજરાત સરકારને છેલ્લા ત્રણ વર્ષમાં વીજળી ડ્યુટીની રૂપિયા 22452 કરોડની આવક થઈ

0
Social Share

અમદાવાદઃ ગુજરાત સરકારને વીજળી પરની ડ્યુટીને લીધે વર્ષે-દહાડે કરોડો રૂપિયાની આવક થઈ રહી છે. નાણાકીય વર્ષ 2020-21થી 2022-23 દરમિયાન ત્રણ વર્ષમાં ગુજરાત સરકારને ઉદ્યોગો અને ઘરવપરાશ થકી વીજશુલ્ક પેટે 22452 કરોડ રૂપિયાની આવક થઇ હતી. આ ત્રણ વર્ષ દરમિયાન સરકારને વીજશુલ્કથી થતી આવકમાં 42 ટકાનો વધારો થયો છે. 2020-21માં આવક 6220 કરોડ હતી, જે 2022-23માં વધીને 8821 કરોડને પાર કરી ગઈ હતી. આ સમયગાળા દરમિયાન ઘરવપરાશ થકી વીજશુલ્ક પેટે સરકારને 4080 કરોડની આવક થઇ હતી. જ્યારે તેનાથી સાડા ચાર ગણી આવક રૂ.18371 કરોડ ઉદ્યોગો થકી સરકારને થઇ હતી. સુરતમાંથી સૌથી વધુ 4935 કરોડ અને સૌથી ઓછા ડાંગમાંથી 3 કરોડ રૂપિયા વીજશુલ્ક પેટે સરકારી તિજોરીમાં જમા થયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં રોજબરોજ વીજ વપરાશ વધતો જાય છે. વીજળી પર લગાવાત વીજ શુલ્કને કારણે સરકારને કરોડો રૂપિયાની આવક થઈ રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત સરકારને ઉદ્યોગો અને ઘરવપરાશ થકી વીજશુલ્ક પેટે 22452 કરોડ રૂપિયાની આવક થઇ હતી. જેમાં ઉદ્યોગો થકી સૌથી વધુ સુરતમાંથી 4230 કરોડ અને ઘરવપરાશ માટે સૌથી વધુ 1082 કરોડ અમદાવાદમાંથી આવક થઈ હતી. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કુલ 22 હજાર કરોડ વીજ શુલ્ક આવકમાંથી 82 ટકા એટલે કે 18 હજાર કરોડથી વધુ આવક ઉદ્યોગો થકી સરકારને થઇ છે. જ્યારે ઘરવપરાશ થકી 4 હજાર કરોડથી વધુ આવક થઈ છે. વીજ વપરાશમાં વધારો થતાં ઉદ્યોગોમાંથી વીજ શુલ્ક આવકનીમાં 2022-23માં 48 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે આ ત્રણ વર્ષમાં ઘરવપરાશથી થતી આવકમાં 18 ટકાનો ઊછાળો આવ્યો છે.

સામાજિક -આર્થિક સમીક્ષા મુજબ, રાજ્યમાં સૌથી વધુ 57.91 ટકા વીજ વપરાશ ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ ક્ષેત્રે થાય છે. કૃષિ ક્ષેત્રે 20.55 ટકા, જ્યારે 17.37 ટકા વીજળી ઘરગથ્થુ વપરાશમાં ખર્ચાય છે. જાહેર લાઇટો અને વોટર વર્ક્સ માટે 2.70 ટકા અને અન્ય કામોમાં 1.47 ટકા વીજવપરાશ થાય છે. કુલ વીજઉત્પાદનમાં સરકારની વીજ કંપનીઓ 20545 મિલિયન યુનિટ્સ ઉત્પન્ન કરે છે, જે કુલ ઉત્પાદનના 17 ટકા છે. રાજ્યની માલિકીના સ્વતંત્ર વીજ ઉત્પાદકો 5976 મિલિયન યુનિટ્સ (4.9 ટકા)  તેમજ ખાનગી વીજ ઉત્પાદકો 62018 મિલિયન યુનિટ્સ (51 ટકા ) વીજળી પેદા કરે છે. કેન્દ્રીય હિસ્સો 31590 મિલિયન યુનિટ્સ (26 ટકા) છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code