1. Home
  2. Tag "gujarat"

ગુજરાતઃ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે, આગામી 24 કલાક લઘુત્તમ તાપમાન યથાવત્ રહેવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો રાજયમાં ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે,જેમાં આવતીકાલથી તાપમાનમાં વધારો થવાની […]

ગુજરાતમાં એસ.ટી. બસના ભાડામાં 10 ટકાનો વધારો કરાયો

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ- GSRTC દ્વારા એસ. ટી. બસના ભાડામાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય કરાયો છે. આ ભાવ વધારો આજથી અમલી બન્યો છે. સત્તાવાર યાદી મુજબ, લોકલ સર્વિસના ભાડામાં ચાર રૂપિયા સુધીનો વધારો કરાયો છે. હાલમાં લોકલ સર્વિસમાં 85 ટકા એટલે કે, 10 લાખ જેટલા મુસાફરો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે. […]

દેશમાં સૌથી વધારે અમીર ગુજરાતમાં, 108 અરબપતિઓ

ઝડપથી વિકસતા અર્થતંત્રની ગતિને કારણે સમગ્ર વિશ્વમાં અમીર લોકોની સંખ્યા વધી રહી છે. ભારતમાં રહેતા ધનિક લોકોની સંખ્યા ઓછી નથી. અહીં પણ આ લોકોના નામ યાદીમાં ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 10-11 વર્ષમાં અબજોપતિઓની સંખ્યા બમણીથી વધુ થઈ ગઈ છે. હાલમાં ભારતમાં લગભગ 191 અબજોપતિ છે. અબજોપતિઓની યાદીમાં ભારત ત્રીજા સ્થાને છે. પણ શું તમે […]

ગુજરાતમાં 29મી માર્ચથી વાતાવરણમાં પલટો સાથે માવઠાની શક્યતા

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજથી વાતાવરણમાં આવ્યો પલટો કેટલાક વિસ્તારમાં વાદળછાંયુ વાતાવરણ માવઠુ પડશે તો કેરીના પાકને નુકશાન થવાની દહેશત અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાના પ્રારંભે તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો. ત્યારબાદ તાપમાનમાં ચડાવ-ઉતાર જોવા મળ્યો હતો. ત્યારે 29મી માર્ચથી ફરીવાર વાતાવરણમાં પલટો આવશે. અને કેટલાક વિસ્તારમાં માવઠું પણ પડી શકે છે. એવી હવામાન વિભાગે આગાહી […]

વર્ષ 2047 સુધીમાં ગુજરાતને કાર્બન ઉત્સર્જન મુક્ત બનાવવાની ઉર્જા મંત્રીએ નેમ વ્યક્ત કરી

ગાંધીનગરઃ ઉર્જા મંત્રી કનુ દેસાઇએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ગુજરાતને કાર્બન ઉત્સર્જન મુક્ત બનાવવાની નેમ વ્યક્ત કરી છે. વિધાનસભામાં આજે ઉર્જા વિભાગની માગણી પરની ચર્ચા દરમિયાન, દેસાઇએ રાજયમાં 100 ગીગાવોટથી વધુની હરિત ઉર્જા ક્ષમતા સ્થાપવાની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી, તેમણે કહ્યું હતું કે, ઉર્જા મંત્રાલય દ્વારા દેશની 42 સરકારી વીજ વિતરણ કંપનીઓને A+ રેટિંગ આપવામાં આવ્યું […]

ગુજરાતમાં હડતાળ પર ઉતરેલા 2000 આરોગ્ય કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરાયા

હડતાળ પર ઉતરેલા 10,000 કર્મચારીઓને નોટિસ ફટકારી હડતાળના 10માં દિવસે આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત પડતર પ્રશ્નો ઉકેલવાની ખાતરી ન મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા કર્મચારીઓ મક્કમ ગાંધીનગરઃ રાજ્યના પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ છેલ્લા 10 દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. સરકારે […]

ગુજરાતઃ સરકારી તથા ગ્રાન્ટેડ કૉલેજોની વિદ્યાર્થિનીઓને ફી ભરવામાંથી મુક્તિ

ગાંધીનગરઃ રાજ્યની કૉલેજોમાં ફીના માળખા અંગેની વિગતો આપતાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ કૉલેજોમાં ફીનું ધોરણ સમાન છે.આ અંગે મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારના 6 જૂન, 2003ના ઠરાવ અન્વયે આર્ટ્સ, કૉમર્સ અને સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પાસેથી શિક્ષણ ફી સ્વરૂપે ફક્ત રૂ. 600ની રકમ લેવામાં આવે છે, જ્યારે સરકારી અને […]

ગુજરાતમાં 7 જિલ્લામાં સફળતા બાદ હવે રાજ્યભરમાં 112 ઇમરજન્સી હેલ્પલાઇન શરૂ કરાશે

વર્ષ 2019માં ઇમરજન્સી સેવાઓ માટે એક જ હેલ્પલાઇન નંબર જાહેર કરાયો હતો 500 જનરક્ષક પીસીઆર વેન તમામ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર દ્વારા તમામ જિલ્લાઓનું રિયલટાઇમ મોનિટરિંગ થશે ગાંધીનગરઃ ગુજરાતના તમામ નાગરિકોને એક જ ફોન નંબર પર તમામ ઇમરજન્સી સેવાઓ મળી રહે તેના માટે વર્ષ 2019માં 112 ERSS (ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ) હેલ્પલાઇન નંબર જાહેર […]

ગુજરાતના 97 ટકા ગામડાઓના ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે : ઊર્જા મંત્રી

છોટાઉદેપુર જિલ્લાના 846 ગામડાઓના ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા અને કચ્છના ખેડુતોને દિવસે વીજળી અપાશે ‘કિસાન સૂર્યોદય યોજના‘ને સારી સફળતા મળી છે  ગાંધીનગરઃ રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી મળવા અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યના ૯૭ ટકા ગામોને દિવસે વીજળી મળતી થઈ છે. જ્યારે બાકી રહેલા ત્રણ […]

ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓની હડતાળ 9માં દિવસે યથાવત

સરકારે એસ્મા લાગુ કર્યો છતાંયે કર્મચારીઓ મક્કમ રહ્યા યુનિયનના મહામંત્રીને છૂટા કરવાનો આદેશ અપાયો ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળથી તબીબી સેવાને અસર ગાંધીનગરઃ ગુજરાતના પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે તા. 17મી માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. હડતાળિયા કર્મચારીઓ સામે સરકારે એસ્માનું શસ્ત્ર ઉગામ્યા બાદ પણ 9માં દિવસે આરોગ્ય વિભાગના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code