1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં અંતરિયાળ ગામો સુધી એફોર્ડેબલ ડિજિટલ સર્વિસ મળતી થશે

ગુજરાતના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગને રૂ. 6 હજાર કરોડ મળશે, ગુજરાત અને કેન્દ્ર સરકાર વચ્ચે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન (MOC) સંપન્ન, રાજ્યમાં 14 હજારથી વધુ ઈ-ગ્રામ કેન્દ્ર પર 320થી વધુ સેવાઓ ઉપલબ્ધ ગાંધીનગરઃ ગુજરાતમાં વધુને વધુ અંતરિયાળ વિસ્તારના ગામોને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાના ડિજિટલ ભારત અન્વયે સાંકળી લઈ એફોર્ડેબલ અને હાઈક્વોલિટી મોબાઈલ એન્ડ ડિજિટલ સર્વિસિસ પૂરી પાડવાનો […]

ગુજરાતઃ જીએસડી કૌભાંડમાં ઈડીના અમદાવાદ સહિત 23 સ્થળો ઉપર દરોડા

અમદાવાદઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુજરાતના વિવિધ શહેરોમાં દરોડા પાડ્યા હતા. GST છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં તાજેતરમાં એક પત્રકાર સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યા બાદ ફેડરલ એજન્સીએ રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, ભાવનગર અને વેરાવળ સહિત 23 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. ધરપકડ કરાયેલા […]

ગુજરાતમાં સૌથી વધુ 498 ડોલ્ફીન મરીન નેશનલ પાર્ક એન્ડ મરીન સેન્ચુરીના વિસ્તારમાં હોવાની સંભાવના

ગાંધીનગરઃ ગુજરાતમાં કચ્છથી ભાવનગર સુધીના દરિયાકિનારે ડોલ્ફિનનું અસ્તિત્વ નોંધાયું, ‘સ્વસ્થ ઇકોસિસ્ટમ’ માટે ડોલ્ફિન ખુબ જ મહત્વનું જળચર પ્રાણી, ‘માનવમિત્ર જળચર’ તરીકે ઓળખાતી ડોલ્ફિન દેશ – વિદેશના પ્રવાસીઓ માટે નવું આકર્ષણ, ગુજરાતના દરિયાકાંઠે જોવા મળતી ડોલ્ફીન ઇન્ડીયન ઓસન હમ્પબેક ડોલ્ફીન પ્રજાતિની. વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સૌથી લાંબો સમુદ્રી કિનારો ધરાવતો […]

ગુજરાતના લોથલ ખાતે બનશે ભારતનું પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ

અમદાવાદઃ ગુજરાતના પ્રાચીન વારસાનું એક મહત્વપૂર્ણ સ્થળ લોથલ એક મોટા પરિવર્તનનું સાક્ષી બનવા જઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ના વિકાસને મંજૂરી આપી છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા સંચાલિત આ પહેલનો ઉદ્દેશ્ય ભારતના 4,500 વર્ષ જૂના દરિયાઈ વારસાનું સન્માન કરવાનો અને તેને […]

ગુજરાતમાં જંત્રીના દર વધારવા સરકારની હિલચાલ

વેલ્યૂ ઝોનના આધારે જંત્રીના દરો નક્કી કરી અસમાનતા દૂર કરાશે, જંત્રીના દર વધારતા પહેલા બાંધકામ ક્ષેત્રનો અભિપ્રાય લેવાશે, એફોર્ડેબલ ઝોનમાં જંત્રીદરો યથાવત્ રહેશે. ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી જંત્રીના દરમાં વધારો કરવાની વિચારણા ચાલી રહી છે. સરકારે ક્યા વિસ્તારોમાં કેટલો જંત્રી દર વધારવો જોઈએ તેનો સર્વે પણ કરાવી લીધો છે. ઘણા વિસ્તારો એવા […]

દિવાળીને ધ્યાનમાં રાખી સરકારી કર્મચારીઓના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી કરાશે

અમદાવાદઃ દીવાળીના તહેવારોને અનુલક્ષી રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજ્ય સરકારના કર્મચારીઓને ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી 23 થી 25 ઓક્ટોબર દરમિયાન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સમય મર્યાદા બાદ રજુ કરવામાં આવેલ […]

ગુજરાતઃ ધો.10 અને ધો. 12ની પરીક્ષાનો 27 ફેબ્રુઆરીથી પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે અનુસાર રાજ્યમાં આ વખતે પ્રથમ વખત ફેબ્રુઆરી માસથી જ શિક્ષણ બોર્ડની પરીક્ષા શરૂ થશે. ધો.10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 13 માર્ચના રોજ પરીક્ષા પૂર્ણ થશે. બોર્ડ દ્વારા લેવાનારી ધો.10 અને 12 સાયન્સની પરીક્ષા […]

ગુજરાતમાં મુખ્યમંત્રીએ નવી ટેક્સટાઈલ પોલિસી-2024ને લોન્ચ કરી

ટેક્સટાઈલ ઉદ્યોગ માટે રાજ્યમાં સુદ્રઢ ઈકોસિસ્ટમનું નિર્માણ થયુ, રાજ્યમાં 40 ટકા ફેબ્રિકનું ઉત્પાદન મેન મેઈડ ફાઈબરમાંથી થાય છે, ટેકનીકલ ટેક્સટાઈલના ઉત્પાદનમાં ગુજરાત ૨૫ ટકાનો ફાળો આપે છે ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે વિકાસ સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણી અંતર્ગત આયોજિત ઉદ્યોગ સાહસિકતા દિવસે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024નું લોન્ચિંગ કર્યું હતું. તેમણે રાજ્યની વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં પાણી પુરવઠા, રોડ રસ્તા […]

ગુજરાતમાં સારા વરસાદને કારણે 206 જળાશયોમાં 95 ટકાથી વધુ જળસંગ્રહ

દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ 30 જળાશયોમાં 100 ટકા ભરાયા, સૌરાષ્ટ્રના 141 જળાશયો 94.40 ટકા ભરાયા, સરદાર સરોવર ડેમમાં 99 ટકા જળસંગ્રહ ગાંધીનગરઃ ચોમાસામાં સારા વરસાદના પરિણામે રાજ્યના 206 જળાશયોમાં 95 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 3,30,213  એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 99 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો […]

RSSના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. મોહન ભાગવત બે દિવસની ગુજરાત મુલાકાતમાં સુરત ખાતે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત 16મી ઓક્ટોબરના રોજ સાંજે સુરત આવી પહોંચશે. સુરત એરપોર્ટ ઉપર તેમનું સ્વાગત કરવામાં આવશે. જે બાદ તેઓ બીજા દિવસે 17મી એપ્રિલના રોજ સવારે જૈન મહારાજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code