HomeગુજરાતીRSSના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે

RSSના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. મોહન ભાગવત બે દિવસની ગુજરાત મુલાકાતમાં સુરત ખાતે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત 16મી ઓક્ટોબરના રોજ સાંજે સુરત આવી પહોંચશે. સુરત એરપોર્ટ ઉપર તેમનું સ્વાગત કરવામાં આવશે. જે બાદ તેઓ બીજા દિવસે 17મી એપ્રિલના રોજ સવારે જૈન મહારાજ સાબેહ આચાર્ય મહાશ્રમણજી સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત સાંજે તેઓ પર્યાવરણ ગોષ્ઠી કરશે. તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે મુલાકાત કરશે. જે બાદ સાંજે તેઓ સુરતથી રવાના થશે. તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાતના પ્રાંચ પ્રચાર પ્રમુખ વિજય ઠાકરએ જણાવ્યું હતું.

સંબંધિત લેખો

Most Popular