તાલાલા-વેરાવળ પંથકના 22 ગામોને ઉનાળું પિયત માટે હિરણ-2 ડેમમાંથી પાણી છોડાતા ખેડુતોમાં હર્ષ
તલાળાઃ સોરઠ પંથક પાણીદાર ગણાય છે. પરંતુ ઉનાળા દરમિયાન આ વિસ્તારમાં સિંચાઈ માટેના પાણીની ખેંચ ઊભી થઈ હતી. આથી તલાળા અને વેરાવળ તાલુકાના ખેડુતો દ્વારા હિરણ-2 ડેમમાંથી પાણી છોડવાની માગ ઊઠી હતી. તંત્ર દ્વારા સહાનુભૂતિથી નિર્ણય લઈને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. તાલુકાના 22 જેટલા ગામોને સિચાઈનું પાણી અપાતા ખેડુતોમાં ખૂશીની લહેર જોવા મળી હતી. […]