1. Home
  2. Tag "haryana"

મનોહરલાલ ખટ્ટરને પીએમ આવાસ પર ચા માટે મળ્યું નિમંત્રણ, મળી શકે છે સરકારમાં મોટી જવાબદારી

PM મોદીના નવા કેબિનેટનો શપથ ગ્રહણ કાર્યક્રમ આજે સાંજે 7.15 વાગ્યે છે. આ દરમિયાન હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને પીએમના નિવાસસ્થાને ચા માટે આમંત્રણ આપતો ફોન આવ્યો હતો. માનવામાં આવે છે કે તેમને કેન્દ્રમાં મોટી જવાબદારી મળી શકે છે. ઉલ્લેખનીય છે કે શપથગ્રહણ પહેલા પીએમ મોદીએ નવા સાંસદોને તેમના નિવાસસ્થાને ચા પીવા માટે આમંત્રણ […]

લોકસભા ચૂંટણી: ગુજરાતના 2000થી વધારે હોમગાર્ડ જવાનો હરિયાણામાં બંદોબસ્તની જવાબદારી નિભાવશે

અમદાવાદઃ હાલમાં ચાલી રહેલ લોકસભા સામાન્ય ચૂંટણીમાં હરિયાણા ખાતે ચૂંટણી બંદોબસ્તમાં 2000 હોમગાર્ડઝ સભ્યોની માંગણી કરવામાં આવી હતી. જેથી ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં મંજૂરી આપવામાં આવી હતી. જેની મંજૂરી મળતા તરત જ કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલની દેખરેખ હેઠળ તમામ તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી હતી. જે માટે સ્પેશિયલ ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, અને 24 […]

પંજાબ, હરિયાણા અને ચંદીગઢ માટે ગંભીર હીટવેવને લઈ રેડ એલર્ટ

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ પંજાબ, હરિયાણા અને રાજધાની ચંદીગઢ રાજ્યો માટે ગંભીર હીટવેવ રેડ એલર્ટ જાહેર કર્યું છે. સમગ્ર ઉત્તરપશ્ચિમ ભારતમાં તાપમાનમાં વધારો થતાં, હવામાન એજન્સીએ આગામી પાંચ દિવસમાં હીટવેવથી ગંભીર હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની આગાહી કરી છે. IMD એ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં […]

હરિયાણાઃ એક્સપ્રેસ વે પર ભક્તોથી ભરેલી બસમાં આગ લાગી, 10 વ્યક્તિઓ ભડથું થયા

નવી દિલ્હીઃ હરિયાણાના તાવડુ સબડિવિઝનની સીમામાંથી પસાર થતા કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસવે પર ભક્તોથી ભરેલી બસમાં આગ લાગી હતી. જેમાં બસમાં મુસાફરી કરી રહેલા 10 લોકો ભૂંજાયા હતા જ્યારે બે ડઝનથી વધુ લોકો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. બસમાં આગની ઘટનાને પગલે સ્થળ પર દોડી ગયેલા સ્થાનિકોએ આગ ઉપર […]

હરિયાણામાં ત્રણ અપક્ષ ધારાસભ્યોએ કોંગ્રેસને સમર્થન આપતા ભાજપની સરકાર સંકટમાં

રોહતકઃ હરિયાણામાં ભાજપની સરકાર સામે સંકટ ઊભુ થયું છે. ભાજપ સાથે જેજેપીનું ગઠબંધન તૂટ્યા બાદ ભાજપની સરકારને સમર્થન આપનારા ત્રણ અપક્ષ ધારાસભ્યોએ ટેકો પાછો ખેચીને કોંગ્રેસને સમર્થન આપ્યું છે. સમર્થન કરનારા અપક્ષ ધારાસભ્યોમાં પુંડરીના ધારાસભ્ય રણધીર ગોલન, નીલોખેરીના ધારાસભ્ય ધર્મપાલ ગોંદર અને ચરખી દાદરીના ધારાસભ્ય સોમવીર સાંગવાનનો સમાવેશ થાય છે. રોહતકમાં પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડાની […]

કોંગ્રેસના નેતા સૂરજેવાલાએ હેમામાલિની પર કરી અભદ્ર ટીપ્પણી, ભાજપના સાંસદે કહ્યુ- નારી સમ્માન વિપક્ષ પીએમ મોદી પાસેથી શીખે

નવી દિલ્હી : મથુરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને હાલના સાંસદ હેમામાલિનીએ આગામી ચૂંટણી માટે પોતાનું નામાંકન દાખલ કર્યું છે. આ દરમિયાન તેમની સાથે યુપીના મંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સ્વતંત્રદેવસિંહ પણ હાજર હતા. તે દરમિયાન હેમામાલિનીએ રાધે-રાધેના જયકારા પણ લગાવ્યા હતા. તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપસિંહ સૂરજેવાલાએ ભાજપના નેતા અને મથુરાના સાંસદ […]

હરિયાણામાં ગુજરાતની તર્જ પર બિછાવવામાં આવી છે રાજકીય શતરંજ, ભાજપને શું થશે મોટો ફાયદો?

નવી દિલ્હી: હરિયાણામાં મોટી રાજકીય સર્જરી કરવામાં આવી છે. આ પોલિટિલ સર્જરી ભારતીય જનતા પાર્ટીના વ્યૂહરચનાકારોએ કરી છે અને તેનાથી ઘણાં રાજકીય નિશાન સાધ્યા છે. નાયબસિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવીને પછાત વર્ગોને સાધવાની કોશિશ કરી છે. જેનાથી હરિયાણામાં રાજકીય સમીકરણો એકદમ બદલાય ગયા છે. તેના પછી ત્યાં મુકાબલો જાટ વર્સિસ જાટનો થઈ જશે. ગુજરાતની તર્જ પર […]

ખટ્ટરના નિકટવર્તી નાયબસિંહ સૈની બનશે હરિયાણાના નવા સીએમ, જાણો તેમની રાજકીય સફર

ચંદીગઢ: નાયબસિંહ સૈની હરિયાણાના નવા મુખ્યમંત્રી બનશે. નાયબ સૈની 25 જાન્યુઆરી, 1970ના રોજ અંબાલાના ગામ મિર્જાપુર માજરામાં સૈની પરિવારમાં થયો હતો. તેઓ બીએ અને એલએલબી છે. સૈની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે. સૈની ઓબીસી સમુદાયમાંથી આવે છે. તેમણે સંગઠનમાં કામ કરવાનો લાંબો અનુભવ છે. તેઓ 2002માં યુવા મોરચા ભાજપ અંબાલાથી જિલ્લા મંત્રી બન્યા હતા. […]

હરિયાણાના સીએમ ખટ્ટરે રાજીનામું આપ્યું, ભાજપ-જેજેપી ગઠબંધનમાં ભંગાણ

ચંદીગઢ: હરિયાણાના રાજકારણમાં મંગળવારે મોટો ફેરબદલ થયો છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું છે. ત્યારે અપક્ષ ધારાસભ્ય ભાજપના ટેકામાં આગળ આવ્યા છે. તેની સાથે જ ભાજપ અને જનનાયક જનતાદળ એટલે કે જેજેપીનું ગઠબંધન તૂટવાનું નક્કી છે. હવે નવી સરકારમાં ભાજપના નવા મુખ્યમંત્રી બનવાની શક્યતા છે. આ […]

20 ફ્લાઈઓવર, 3.6 કિ.મી. લાંબી સુરંગ, એફિલ ટાવરથી 30 ગણું વધુ સ્ટીલ: જાણો દ્વારકા એક્સપ્રેસ-વેની ખાસિયત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું છે. આ દેશમાં પોતાના પ્રકારનો પહેલો એલિવેટેડ 8 લેન એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વે છે. આ એક્સપ્રેસ વે લગભગ 9 હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. હરિયાણાના ગુરુગ્રામમાં ખેડકી દૌલા ટોલ પ્લાઝા પાસેથી દિલ્હીના મહિપાલપુર સુધી આવનારા દ્વારકા એક્સપ્રેસ વેનું પીએમ મોદીએ ઉદ્ઘાટન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code