1. Home
  2. Tag "Health department"

ગુજરાતમાં સંભવિત હિટવેવની આગાહીને પગલે આરોગ્ય વિભાગે તૈયાર કર્યો એક્શન પ્લાન

અમદાવાદઃ રાજ્યમાં આગામી સમયમાં સંભવિત હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યસ્તરે આગોતરું આયોજન કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં માહિતી આપતા રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સંભવિત હીટવેવ સામે લડવાનો એક્શન […]

હિટવેવની આગાહીને પગલે કેન્દ્રીય આરોગ્ય વિભાગે તૈયાર કર્યો એક્શન પ્લાન

નવી દિલ્હીઃ “હીટવેવના વધુ સારા સંચાલન માટે લોકો માટે જાગૃતિ લાવવા તરફ સતત પ્રયત્નો જરૂરી છે કારણ કે અસરકારક લક્ષ અસરકારક સંચાલન તરફ દોરી જાય છે”. એમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ગરમીને લગતી બીમારીના વ્યવસ્થાપન માટે જાહેર આરોગ્ય સજ્જતાની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરતાં જણાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય […]

ગુજરાતમાં સાડા છ કરોડ લોકોની આરોગ્ય સેવા માટે સરકાર કોઈ કચાસ રાખશે નહીઃ આરોગ્યમંત્રી

ગાંધીનગરઃ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, કાયદો અને ન્યાયતંત્ર વિભાગ માટે વર્ષ 2024-25 ની અંદાજપત્રીય માંગણીઓમાં જણાવ્યું કે, રાજ્યના 6.5 કરોડના આરોગ્યની દરકાર અમારો આરોગ્ય પરિવાર કરી રહ્યો છે. આરોગ્ય વિભાગના 73 હજાર થી વધું કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજરત રહીને પ્રત્યેક નાગિરકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવા-સુવિધાઓ પુરી પાડવાની કટિબધ્ધતા દેખાડી […]

વરસાદ બન્યો આફત ! આરોગ્ય વિભાગે જારી કરી એડવાઈઝરી,આ બાબતોનું રાખો ધ્યાન

ચંડીગઢ : રાજ્યના વિવિધ ભાગોમાં પ્રવર્તતી પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને પંજાબના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે લોકોને પાણીજન્ય અથવા વેક્ટર-જન્ય રોગોથી બચાવવા માટે આરોગ્ય સલાહ જારી કરી છે. પાણી જમા થવાને કારણે આવી બિમારીઓ ફેલાવાની શક્યતા વધી જાય છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ નિયામક ડૉ. આદર્શપાલ કૌરે જણાવ્યું કે પીવા માટે માત્ર સુરક્ષિત પાણીનો […]

ગુજરાતમાં 55 હજારથી વધારે પોલીસ કર્મચારીઓને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન તાલીમ અપાશે

અમદાવાદઃ રાજ્યના લોકોને સમયસર સ્વાસ્થ્ય અને સલામતીને ભાગરૂપે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યના પોલીસ જવાનોને CPR ની તાલીમ આપવામાં આવશે. રાજ્યમાં 35 મેડિકલ કોલેજો તથા અન્ય 14 સ્થળો ઉપર 2500થી વધારે ડોકટરો અને તબીબી વ્યવસાયિકો લગભગ 55 હજારથી વધારે પોલીસ જવાનોને સીપીઆર એટલે કે કોર્ડિયો પલ્મનરી રિસસિટેશનની તાલીમ આપશે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકના […]

આરોગ્ય વિભાગે આઉટસોર્સિંગ કર્મચારીઓના વેતનમાં રૂપિયા 3800થી 4000નો કર્યો વધારો

ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય વિભાગમાં આઉટસોર્સથી કામ કરનારા કર્મચારીઓને વર્ષોથી ફિક્સ વેતન આપવામાં આવે છે. આથી છેલ્લા ઘણા સમયથી આઉટસોર્સથી કામ કરતાં વહિવટી સ્ટાફ અને વર્ગ-4ના કર્મચારીઓ વેતન વધારાની માગ કરી રહ્યા હતા. આખરે સરકારે આઉટસોર્સથી કામ કરનારા કર્મચારીઓના વેતનમાં 3800થી 4000નો વધારો કરતા કર્મચારીઓએ રાહતની લાગણી અનુભવી છે. ગુજરાતમાં આરોગ્ય વિભાગ સંચાલિત મેડિકલ કોલેજો, હોસ્પિટલ, […]

રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો, નવા 231 પોઝિટિવ કેસ નોંધાયાં

અમદાવાદઃ રાજ્યમાં કોરોના કેસમાં વધારો થયો છે. જો કે, આજે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. આજે નવા 231 કેસ નોંધાયા હતા. રાજ્યમાં સૌથી વધારે અમદાવાદમાં 66 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. હાલ રાજ્યમાં 2214 જેટલા એક્ટિવ કેસ છે. રાહતની વાત એ છે કે, આજે 374 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. દરમિયાન ગુજરાતમાં વધતા કોરોના કેસને લઈ […]

અમદાવાદ મ્યુનિ.ના આરોગ્ય વિભાગનું મચ્છર નાબુદી માટે અભિયાન, દર ગુરૂવારે ડ્રાય ડે ઊજવાશે

અમદાવાદઃ શહેરમાં શિયાળો હજુ જામ્યો નથી, હાલ ગરમી અને ઠંડી એમ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે બે ઋતુને કારણે વાયરલ કેસમાં વધારો થયો છે.  હજી પણ શહેરમાં મચ્છરજન્ય ડેન્ગ્યુનો કહેર યથાવત છે. ડેન્ગ્યુના કેસો વધતાંની સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કેસોને નિયંત્રણમાં લાવવા માટે અઠવાડિયામાં એકવાર “મચ્છર નાબુદી અભિયાન ,  ડ્રાય ડે” નો […]

જૂનાગઢઃ 4 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમા યોજાશે

અમદાવાદઃ જૂનાગઢમાં દેવ ઉઠી એકાદશીથી ગિરનારની લીલી પરિક્રમાનું વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પરિક્રમામાં ભાગ લેનારા શ્રદ્ધાળુઓને કોઈ સમસ્યા ન નડે તે માટે આરોગ્ય સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આગામી તારીખ 4 નવેમ્બરથી શરૂ થનારી લીલી પરિક્રમા દર વર્ષે દેવ ઉઠી એકાદશીથી શરૂ થઈ કાર્તિકી પૂર્ણિમા સુધી એટલેકે પાંચ દિવસ સુધી યોજાય […]

અમદાવાદઃ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના 973 કેસ નોંધાયાં

અમદાવાદઃ શહેરમાં ભારે વરસાદ બાદ હાલ વિરામ લીધો છે, બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ચાલુ મહિનામાં મેલેરિયાના 307, ડેન્ગ્યુના 973 અને ચિકનગુનિયાના લગભગ 436 જેટલા કેસ નોંધાયાં છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ લધી છે. રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને વિવિધ વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code