1. Home
  2. Tag "health minister"

લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારી હોસ્પિટલો સામે આકરી કાર્યવાહી કરાશેઃ આરોગ્ય મંત્રી

ગાંધીનગરઃ “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક કાર્યવાહી કરી છે. જેમાં રાજ્ય સરકારની લોકહિતકારી “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મા” અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગીય નાગરિકોને ગુણવત્તાસભર નિ:શુલ્ક સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય વિભાગ સતત સજાગ હોવાનું આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું… સાથે ભવિષ્યમાં પણ જો […]

ખોરાકમાં ભેળસેળ કરતા લોકોને બક્ષવામાં નહીં આવે, આરોગ્ય મંત્રીએ આપી ચેતવણી

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએકચેરીની સરપ્રાઈઝ વિઝીટ કરી, આગામી સમયમાં આરોગ્ય તંત્રમાં મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે, દર્દીઓની આત્મીયતાપૂર્વક સેવાઓને પ્રાધાન્ય આપવા તાકીદ ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ(રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો) મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ નવ વર્ષના કામગીરીના પ્રથમ દિવસે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. મંત્રીએ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને માનવતા, આધ્યાત્મિકતા સાથે લોકોની સેવા […]

આયુષ્માન ભારત હેઠળ 8.9 કરોડથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા માટે મંજૂરી: આરોગ્ય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ આજે જણાવ્યું હતું કે, આ વર્ષે પહેલી માર્ચ સુધીમાં આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 1.26 લાખ કરોડ રૂપિયાના ખર્ચે 8.9 કરોડથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની મંજૂરી અપાઇ છે. લોકસભામાં એક જવાબમાં જે.પી નડ્ડાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં આશા કાર્યકર્તાઓ માટે 10 લાખથી વધુ આયુષ્માન […]

એરફોર્સના એર શો બાદ ગરમીના કારણે પાંચ લોકોના મોત થયાઃ આરોગ્ય મંત્રી

ચેન્નાઈ: તમિલનાડુના મરિના બીચ પર ભારતીય વાયુસેનાના એર શો પછી ગરમીના કારણે પાંચ લોકોના મોત થયા હતા અને તમામને સરકારી હોસ્પિટલોમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યા હતા. તેમ તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી મા સુબ્રમણ્યમે જણાવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રી મા સુબ્રમણ્યમે રાજકીય પક્ષો અને મીડિયાને આ મુદ્દે રાજનીતિ ન કરવાની અપીલ કરી હતી. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે મરિના […]

ડેન્ગ્યુના વધતા જતા કેસો વચ્ચે આરોગ્ય મંત્રીએ હોસ્પિટલો અને શાળાઓને આ વિશેષ સૂચનાઓ આપી

દિલ્હી: રાજધાની દિલ્હીના આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે દિલ્હીની હોસ્પિટલોને ડેન્ગ્યુના વધતા કેસ વચ્ચે આ અંગે પ્રોટોકોલ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. એલએનજેપી હોસ્પિટલમાં સુવિધાઓના નિરીક્ષણ દરમિયાન મંત્રીએ એમ પણ કહ્યું કે દિલ્હી સરકાર અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) દ્વારા સંચાલિત હોસ્પિટલોના તબીબી નિર્દેશકો અને અધિક્ષકોને દિવસ પછી ડેન્ગ્યુ અંગે બેઠક માટે બોલાવવામાં આવ્યા છે. ભારદ્વાજે ડેન્ગ્યુ […]

હીટ વેવને લઈને આરોગ્ય મંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક, કેન્દ્ર મદદ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ મોકલશે

દિલ્હી :  યુપી, બિહાર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને ઝારખંડના ઘણા રાજ્યોમાં ગરમીના પ્રકોપ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. બેઠક બાદ આરોગ્ય મંત્રીએ કહ્યું કે ભારત સરકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ જે રાજ્યોમાં હીટ વેવની અસર જોવા મળી […]

આરોગ્ય મંત્રીએ એઈમ્સ રાજકોટ અંગે આપ્યું મોટું અપડેટ,કહ્યું- 65 ટકા કામ પૂર્ણ, આ મહિના સુધીમાં તૈયાર થઈ જશે

આરોગ્ય મંત્રીએ એઈમ્સ રાજકોટ અંગે આપ્યું મોટું અપડેટ કહ્યું- અત્યાર સુધીમાં 65 ટકા કામ પૂર્ણ થઈ ગયું આ મહિના સુધીમાં તૈયાર થઈ જશે એઈમ્સ રાજકોટ :  કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે જણાવ્યું હતું કે ગુજરાતના રાજકોટ શહેરની નજીક ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય તેવી શક્યતા છે […]

સરકારી હોસ્પિટલ્સમાં ઉપલબ્ધ આધુનિક ઉપકરણો બીમારીના સચોટ નિદાનમાં કારગત સાબિત થઇ રહ્યાં છે : આરોગ્યમંત્રી

અમદાવાદઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ સિવિલ મેડિસીટીની 1200 બેડ મહિલા અને બાળરોગ હોસ્પિટલમાં નવીન MRI મશીનનું લોકાર્પણ કર્યું હતુ. રાજ્ય સરકાર દ્વારા રૂ. 9.34 કરોડના ખર્ચે વસાવવામાં આવેલ અત્યાધુનિક MRI મશીન દર્દીઓની સુખાકારીમાં વધારો કરશે તેવો ભાવ મંત્રીશ્રી ઋષિકેશ પટેલે વ્યક્ત કર્યો હતો. આરોગ્યમંત્રીએ દ્રઢતા પૂર્વક કહ્યું કે , રાજ્યની સરકારી હોસ્પિટલ્સમાં રાજ્ય સરકાર દ્વારા […]

નવી દિલ્હી: આજે મનસુખ માંડવિયા કોરોનાના વધતા જતા કેસો અંગે સમીક્ષા બેઠક કરશે

દિલ્હી : કોરોનાના વધી રહેલા કેસ ફરી એકવાર ચિંતાનો વિષય બની રહ્યા છે. ગુરુવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જ 600 થી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજધાની દિલ્હીમાં 606 નવા કેસ નોંધાયા છે, જ્યારે એક વ્યક્તિનું મોત પણ થયું છે. જો કે વ્યક્તિના મૃત્યુનું પ્રાથમિક કારણ કોરોના વાયરસ ન હતું. જો છેલ્લા 24 કલાકના […]

ગુજરાતમાં 800થી વધુ 108 એમ્બ્યુલન્સના માળખાએ રીસપોન્સ ટાઇમ સરેરાશ 16 મીનિટનો કર્યો: આરોગ્ય મંત્રી

ગાંધીનગરઃ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં પથરાયેલા 800 થી વધું 108 એમ્બ્યુલન્સના માળખાએ રીસપોન્સ ટાઇમ સરેરાશ 16 મીનિટનો કર્યો છે. આજે 108 એમ્બુલન્સ સેવા ખરા અર્થમાં જીવનરક્ષક બનીને અનેક લોકોને નવજીવન પ્રદાન કરી રહી છે. ગાંધીનગર ખાતે 108 સિટીઝન મોબાઇલ એપ લોન્ચ કરતા મંત્રીએ ઉમેર્યુ કે, ટેકનોલોજીનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને આકસ્મિક પરિસ્થિતિમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code