1. Home
  2. Tag "home minister"

નક્સલવાદના અંતની ડેડલાઈન, ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આપ્યો હિસાબ

નવી દિલ્હી, 30 માર્ચ, 2026: 31 માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સવાદને નેસ્તનાબૂદ કરી દઈશું એવું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થોડાં વર્ષ પહેલાં કહ્યું હતું. આ ડેડલાઈન આવતીકાલે મંગળવારે પૂરી થાય છે ત્યારે તેના એક દિવસ પહેલાં અમિત શાહે લોકસભામાં આજે નક્સલવાદના ખાત્મા વિશે ખૂબ વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. આજે સોમવારે લોકસભામાં નક્સલવાદ પર ચર્ચા દરમિયાન […]

પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રીએ તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને આજે તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, વડા પ્રધાન મોદીએ કહ્યું કે જયલલિતાએ એક પ્રભાવશાળી નેતા અને ઉત્કૃષ્ટ પ્રશાસક તરીકે અસંખ્ય લોકો પર છાપ છોડી છે. તેમની રાજકીય કારકિર્દીની પ્રશંસા […]

ઇન્દોરમાં માર્ગ અકસ્માતમાં ભૂતપૂર્વ સાંસદ ગૃહમંત્રીની પુત્રી સહિત ત્રણ લોકોના મોત

નવી દિલ્હી 09 જાન્યુઆરી 2026: ઇન્દોરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો. એક ઝડપી ગતિએ આવતી કાર ટ્રક સાથે અથડાઈ. આ અકસ્માતમાં મધ્યપ્રદેશના ભૂતપૂર્વ ગૃહમંત્રી બાલા બચ્ચનની પુત્રી પ્રેરણા સહિત ત્રણ લોકોના મોત થયા. રાલામંડલ વિસ્તારમાં થયેલા અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ફરાર છે. કારમાં સવાર બીજી એક છોકરીને ઈજાઓ થતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અત્યાર […]

ગૃહ મંત્રીએ મણિપુરમાં હિંસા કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં મણિપુરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડે, કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)ના ડિરેક્ટર, ચીફ ઓફ આર્મી સ્ટાફ (ડેઝિગ્નેટેડ) લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર, આસામ રાઇફલ્સના […]

ગૃહ મંત્રાલયના બીજા માળે લાગી આગ, સદનસીબે જાનહાની ટળી

નવી દિલ્હીઃ દિલ્હીમાં કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓ પણ સામે આવી રહી છે. કેન્દ્રીય સચિવાલયના નોર્થ બ્લોકમાં સ્થિત ગૃહ મંત્રાલય કાર્યાલયના બીજા માળે મંગળવારે આગ લાગી હતી. જેના કારણે ઓફિસમાં દોડધામ મચી ગઈ હતી અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે, આ આગમાં કોઈ જાનહાનિના […]

અમિત શાહના બહેન રાજેશ્વરીબહેનનું નિધન, ગૃહમંત્રીના બે દિવસના કાર્યક્રમો રદ્દ

મુંબઈ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના મોટાબહેન રાજેશ્વરીબહેન શાહનું આજે મુંબઈમાં નિધન થયું છે. રાજેશ્વરીબહેનની વય 65 વર્ષની હતી અને તેઓ ફેંફસાની બીમારીથી પીડિત હતા. એક માસ પહેલા જ તેમને અમદાવાદથી મુંબઈમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. રાજેશ્વરીબહેનના નિધન બાદ અમિત શાહે ગુજરાતમાં પોતાના તમામ કાર્યક્રમોને રદ્દ કર્યા છે. અમિત શાહના બહેનના નિધનના સમાચાર મળ્યા બાદ […]

કચ્છ: અમિત શાહે અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી, હોસ્પિટલની પણ મુલાકાત લીધી

કચ્છ: ગુજરાતમાં આવેલુ વાવાઝોડુ બિપરજોય કચ્છના જખૌના દરિયાકાંઠે ટકરાયું હતું. વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયાં. આ ઉપરાંત અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. વહીવટી તંત્ર દ્વારા રસ્તા ઉપર પડેલા વૃક્ષો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને […]

રાજ્યમાંથી વ્યાજખોરોના દૂષણને દૂર કરીને જ રહીશું : ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી

આણંદ, :: ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર રાજ્યમાંથી વ્યાજના દૂષણ સામેની લડાઈ માં કોઈપણ ચમરબંધીને છોડશે નહીં. રાજ્યના ખૂણે ખૂણેથી વ્યાજના દૂષણને નાબૂદ કરી નાગરિકોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરવામાં આવશે. રાજ્યમાંથી વ્યાજખોરોના દૂષણને દૂર કરીને જ રહીશું તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. આ અભિયાન સતત ચાલુ જ રહેશે એવી ચીમકી […]

ઈન્ડસ્ટ્રીઝના વિકાસ અને ઉદ્યોગકારોને વ્યાપારની વિશાળ તકો માટે એક્ઝિબિશનનું આયોજન જરૂરી: ગૃહરાજ્યમંત્રી

અમદાવાદઃ સુરતના અઠવાગેટ પાસે, વનિતા વિશ્રામ મેદાનમાં ઈજનેરી ઉત્પાદનો અને સેવાઓ માટેના ત્રિદિવસીય ‘ENGI’ એન્જી એક્ષ્પો:2023-24નું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન ગૃહ, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘ENGI’ એન્જી એક્ષ્પો:2023-24ની મુલાકાત લીધી હતી. દરમિયાન મંત્રીએ અહીં વિવિધ સ્ટોલની મુલાકાત લઈ ઉત્પાદનો વિષે જાણકારી મેળવીને એક્ઝિબીટર્સ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈપણ […]

દેશની આતંરિક સુરક્ષાને લઈને ગૃહ વિભાગની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક

સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ રહ્યાં હાજર જમ્મુ-કાશ્મીરના ડીજીપી પણ રહ્યાં ઉપસ્થિત ગૃહ સચિવની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક મળી નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરથી લઈને સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગૃહ મંત્રાલયે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં વિવિધ સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ આતંકવાદ અને નકસલવાદ સહિતના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code