1. Home
  2. Tag "increased"

હવાઈ સેવાઃ મે મહિનાની સરખામણીમાં પ્રવાસીઓની સંખ્યામાં 40 ટકાનો વધારો

મુંબઈઃ ભારતમાં કોરોનાની બીજી લહેર શાંત પડતા જ અનલોકનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પરિવહન સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત વેપાર-ધંધા ફરીથી ચાલુ થઈ ગયા છે. જેથી હવાઈ સેવાને પણ ફાયદો થયો છે. હવાઈ સેવામાં એક મહિનાના સમયગાળામાં લગભગ 40 ટકાનો વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર જૂનમાં હવાઈ મુસાફરોની […]

કોવિડ-19 સંકટઃ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.11 લાખ દર્દીઓએ કોરોના સામે મેળવી જીત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં સરેરાશ દસ હજાર જેટલા કેસ સામે આવતા હતા. જો કે, હાલ કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. 24 કલાકમાં 70 જેટલા જ પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. જેની સામે 128 દર્દીઓ સાજા થયાં હતા. આમ રાજ્યમાં રિવકરી રેટ વધીને 98.48 ટકા ઉપર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8.11 લાખ દર્દીઓ સાજા […]

ગુજરાતમાં કોરોનાને લીધે ગરીબ પરિવારો સંખ્યા વધીને 31.41 લાખે પહોંચી

ગાંધીનગરઃ ગુજરાત દેશનું સૌથી સમૃદ્ધ રાજ્યમાં એક ગણાય છે તેમ છતાં રાજ્યમાં હાલ 31.41  લાખ પરિવારો એટલે કે અંદાજે  1.25  કરોડ જેટલી રાજ્યની ત્રીજા ભાગની વસતી ગરીબી રેખાની નીચે જીવન ગુજારી રહી છે. બે વર્ષમાં ગુજરાતમાં વધુ  6100  પરિવારનો ઉમેરો થયો છે. ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે કોરોના સંક્રમણના દોઢ વર્ષમાં અપર મિડલ […]

કોરોના મહામારી વચ્ચે સુરતથી ડાયમન્ડની નિકાસ વધી

અમદાવાદઃ કોરોના મહામારીની બીજી લહેરને કારણે ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં લોકડાઉન આપવામાં આવ્યું છે. તેમજ અનેક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. મહારાષ્ટ્ર સરકારે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 1 જૂન સુધી લોકડાઉન લંબાવ્યું છે. જેનો ફાયદો ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતને થયો છે. સુરતમાંથી હિરાની નિકાસમાં વધારો થયો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારીને […]

પેટ્રોલ-ડીઝલ બાદ હવે ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચ્યા, મધ્યમ વર્ગની હાલત કફોડી

અમદાવાદઃ  રાજ્યના કોરોનાના કપરા કાળમાં મોંઘવારી કુદકે ને ભૂસકે વધતી જાય છે.રાજયના 36 શહેરોમાં મીની લોકડાઉન છે. પરંતુ તેનાથી આવશ્યક ચીજોના વેપાર ધંધાને પણ અસર થઈ છે. માલખેંચની સ્થિતિ સર્જાતા ખાદ્યતેલો જેવી ચીજોમાં ભાવવધારો થયો છે.  સીંગતેલ, કપાસીયાતેલ, પામોલીન જેવા ખાદ્યતેલો મોંઘા થયા છે. બે-ત્રણ દિવસથી ભાવવધારાનો દોર શરુ થયો છે. એકથી વધુ કારણ જવાબદાર […]

કોરોના મહામારીને પગલે અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂ વધારવાનો નિર્ણય

અમદાવાદઃ દિવાળી બાદ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના કેસમાં વધારો થયો હતો. જેથી અમદાવાદ સહિત ચારેક શહેરોમાં રાત્રી કર્ફ્યુ નાખવામાં આવ્યો હતો. અમદાવાદમાં નાખવામાં આવેલા કર્ફ્યુનો સમયગાળો તા. 7મી ડિસેમ્બરથી પૂર્ણ થતો હોવાથી પોલીસ કમિશનરે નવુ જાહેરનામું બહાર પાડીને રાત્રી કર્ફ્યુ વધાર્યો હોવાનું જાણવા મળે છે. એટલે રાતના નવ કલાક પછી તમામ દુકાનો બંધ રહેશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code