1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતમાં કોરોનાને લીધે ગરીબ પરિવારો સંખ્યા વધીને 31.41 લાખે પહોંચી
ગુજરાતમાં કોરોનાને લીધે ગરીબ પરિવારો સંખ્યા વધીને 31.41 લાખે પહોંચી

ગુજરાતમાં કોરોનાને લીધે ગરીબ પરિવારો સંખ્યા વધીને 31.41 લાખે પહોંચી

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત દેશનું સૌથી સમૃદ્ધ રાજ્યમાં એક ગણાય છે તેમ છતાં રાજ્યમાં હાલ 31.41  લાખ પરિવારો એટલે કે અંદાજે  1.25  કરોડ જેટલી રાજ્યની ત્રીજા ભાગની વસતી ગરીબી રેખાની નીચે જીવન ગુજારી રહી છે. બે વર્ષમાં ગુજરાતમાં વધુ  6100  પરિવારનો ઉમેરો થયો છે.

ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે કોરોના સંક્રમણના દોઢ વર્ષમાં અપર મિડલ કલાસ લોઅર મિડલ કલાસ અને લોઅર મિડલ કલાસ ગરીબ વર્ગમાં આવી ગયો છે જેના કારણે ગરીબોના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. લોકોની નોકરીઓ છીનવાઇ છે. આવકના સાધનો ઓછાં થયાં છે અને મોંઘવારી માઝા મૂકી રહી છે ત્યારે ઘરના બે છેડાં ભેગા કરવા અશકય બની ચૂકયાં છે.

રાજ્યના ગ્રામ વિકાસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યના વિવિધ જિલ્લામાં શૂન્યથી 16 ગુણાંકવાળા 1619226 પરિવારો અને 17 થી 20 ગુણાંકવાળા 1522005  પરિવારો મળીને કુલ  3141231 પરિવારો વસવાટ કરી રહ્યાં છે.  મોટી સંખ્યામાં ગરીબ પરિવારોનો ઉમેરો થયો હોય તેવા જિલ્લાઓમાં છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં 2411  પરિવાર, રાજકોટમાં 15509, જૂનાગઢમાં 421 , સાબરકાંઠામાં  380, વલસાડમાં 223, દેવભૂમિ દ્વારકામાં  196 અને દાહોદમાં  127 નો સમાવેશ થાય છે.

સૌથી વધુ  236921 ગરીબ પરિવારોની સંખ્યા બનાસકાંઠા જિલ્લામાં અને સૌથી ઓછા  21111 ગરીબ પરિવારો પોરબંદર જિલ્લામાં જોવા મળે છે. આ ગરીબ એટલે કે જેમની પાસે બીપીએલનું રેશનકાર્ડ છે તેમનો સમાવેશ થાય છે. જેમની પાસે રેશનકાર્ડ નથી તેમનો આ ગણતરીમાં સમાવેશ થતો નથી. ગુજરાતમાં 2019માં ગરીબ પરિવારોની સંખ્યા  30.94  લાખ હતી તેમાં વધારો થઇને 31.41  લાખ થઇ છે. એક પરિવારમાં ચાર સભ્યોની સંખ્યા ગણવામાં આવે તો રાજ્યમાં ગરીબ લોકોની સંખ્યા  1.25  કરોડ થઇ છે તેવું કહી શકાય.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code