1. Home
  2. Tag "india"

ભારતીય આર્મી ચીફ બાંગ્લાદેશના પ્રવાસે, સંરક્ષણ સંબંધોને વધારે મજબુત બનાવાશે

નવી દિલ્હીઃ આર્મી ચીફ (COAS) જનરલ મનોજ પાંડે આજથી બે દિવસની બાંગ્લાદેશના પ્રવાસે ગયા છે. આર્મી ચીફની મુલાકાત દરમિયાન બાંગ્લાદેશના વરિષ્ઠ લશ્કરી નેતૃત્વને મળશે, જ્યાં તેઓ ભારત-બાંગ્લાદેશ સંરક્ષણ સંબંધોને આગળ લઈ જવાના માર્ગો પર ચર્ચા કરશે. આર્મી ચીફ બાંગ્લાદેશ મિલિટરી એકેડમી (BMA), ચટ્ટોગ્રામ ખાતે 84મા લાંબા કોર્સના ઓફિસર કેડેટ્સની પાસિંગ આઉટ પરેડ (POP)ની સમીક્ષા કરશે. […]

પાકિસ્તાન પણ ચાલી શકે છે ભારતના પગલે,કરી શકે છે 5000 રૂપિયાની નોટને બંધ: રિપોર્ટ

દિલ્હી :પાકિસ્તાન કે જેની આર્થિક હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે, ત્યારે એવી જાણકારી સામે આવી રહી છે કે પાકિસ્તાન પણ પોતાની આર્થિક સ્થિતિને થોડા અંશે સુધારવા માટે પોતાના ચલણમાંથી 5000 રુપિયાની નોટને બંધ કરી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના અર્થશાસ્ત્રીઓ દ્વારા આ બાબતે પાકિસ્તાનની સરકારને સલાહ આપવામાં આવી છે. જો આ […]

ભારત-અમેરિકાના સબંધોનું નવું ચેપ્ટર:વાંચો મહત્વની જાણકારી

દિલ્હી : ચીન અત્યારે પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું જેના કારણે દુનિયાના અનેક દેશો પરેશાન છે.આવામાં ચીનને પાઠ ભણાવવા માટે ભારત અને અમેરિકા એકબીજાની વધારે નજીક આવી રહ્યા છે. અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન ભારત પહોંચ્યા છે.માનવામાં આવે છે કે ભારત અને અમેરિકા વચ્ચે મહત્વના મુદ્દાઓ પર ભાગીદારી,ચર્ચા,વ્યુહાત્મક રચના અને નિર્ણયો લેવામાં આવી શકે […]

BCCIએ ટીમ ઈન્ડિયાની નવી જર્સીનો પ્રોમો જાહેર કર્યો,વીડિયોએ મિનિટોમાં જ મચાવી ધૂમ

મુંબઈ : ટીમ ઈન્ડિયાની નવી જર્સીએ ધૂમ મચાવી છે. BCCIએ શનિવારે ટીમ ઈન્ડિયાની નવી જર્સીનો પ્રોમો જાહેર કર્યો. આ વીડિયોએ મિનિટોમાં જ ધૂમ મચાવી દીધી હતી. 1.18 સેકન્ડના આ વીડિયોમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, મહિલા કેપ્ટન હરમનપ્રીત કૌર જોવા મળે છે. ન્યુ જર્સીનો પ્રોમો અંદરની આગને જગાડનાર […]

ભારતમાં છેલ્લા નવ વર્ષમાં દૂધ અને ડેરી ઉત્પાદનોના ઉત્પાદન અને વપરાશમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી

ભારત: વિશ્વમાં દૂધનો સૌથી મોટો ઉત્પાદક 2013-14થી દૂધ ઉત્પાદનમાં 61 ટકાનો વધારો ભારતનું દૂધ ઉત્પાદન 2021-22માં 221.1 મિલિયન ટન  2013-14માં 137.7 મિલિયન ટન હતું  દિલ્હી : ડેરી સેક્ટર ભારત માટે વિવિધ હિસાબોમાં ઘણું મહત્વ ધરાવે છે. એક ઉદ્યોગ તરીકે, તે 80 મિલિયનથી વધુ લોકોને રોજગારી આપે છે, જેમાં મોટાભાગના નાના અને સીમાંત ખેડૂતો તેમજ જમીન […]

આ છે ભારતના એવા શિવ મંદિરો કે જેના દર્શન કરવાથી મળે છે અનેક જન્મોનું વરદાન

આખી દુનિયામાં શિવના ભક્તોની સંખ્યા ઓછી નથી. શિવજીને વિશ્વના રક્ષક માનવામાં આવે છે. જો શિવ ભક્તોની વાત કરીએ તો વર્ષની સૌથી પ્રિય મોસમ છે શ્રાવણ. તેઓ તેના આગમન માટે આખું વર્ષ રાહ જુએ છે. શ્રાવણ આવતા જ શિવભક્તો અનેક મંદિરોમાં દર્શન કરવા જાય છે. તો ચાલો આજે તમને જણાવીએ ભગવાન શિવના કેટલાક એવા મંદિરો જેના […]

ભારત સમૃદ્ધિની સીડીઓ ચઢી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન નરકના ખાડામાં પડ્યું છેઃ યોગી આદિત્યનાથ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના શાસકો પોતાના દેશને સંભાલી શકતા નથી, પરંતુ કાશ્મીર ઉપર નજર રાખીને બેઠા છે. જો કે, હવે આગામી દિવસોમાં પીઓકે પણ તેમના હાથમાંથી સરકવાની શકયતા છે. પીઓકેના નાગરિકો પણ ભારત સાથે જોડાવવાની માંગણી કરી રહ્યાં હોવાનું ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સતત સમૃદ્ધિની સીડીઓ ચડી રહ્યું […]

ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર: કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત

દિલ્હી : કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે સોમવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારના નવ વર્ષના શાસનમાં પ્રગતિ અને ઝડપી વિકાસનો નવો અધ્યાય લખવામાં આવ્યો છે. અહીં પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય જલ શક્તિ મંત્રીએ કહ્યું કે મોદીના નેતૃત્વમાં દેશ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે અને વિશ્વની ત્રીજી […]

પાર્કીંગ કરેલી મોટરકારને ચોરીથી બચાવવા માટે આટલું કરો….

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટરકારનો ઉપયોગ વધ્યો છે. બીજી તરફ મોટરકારની ચોરીની ઘટના વધી છે. વાહન ચોરીની ઘટના અટકાવવા માટે પોલીસની સાથે વાહન માલિકો પણ પ્રયાસ કરી રહ્યાં છે વાહનને ચોરોથી બચાવવા માટે આટલું કરો…. તાળું ગિયર લોક, સ્ટીયરીંગ લોક, ઇગ્નીશન લોક, ડીક્કી લોક, સ્ટેપની લોક અને વધારાના ડોર લોક જેવા ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ. […]

ભારતનો NATO Plusમાં સમાવેશ કરાવવા માટે ભલામણ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને અમેરિકાના પ્રવાસે જવાના છે. દરમિયાન, યુએસ કોંગ્રેસની એક સમિતિએ ભારતને નાટો પ્લસનો ભાગ બનાવવા માટે બિડેન સરકારને ભલામણ કરી છે. સમિતિનું કહેવું છે કે, ભારતના સમાવેશથી નાટો પ્લસ મજબૂત થશે. NATO Plus એ વૈશ્વિક સંરક્ષણ સહયોગને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ સુરક્ષા વ્યવસ્થા છે. તે પાંચ દેશો વચ્ચેનું જોડાણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code