1. Home
  2. Tag "india"

ભારતઃ કોરોના મહામારી સંબંધિત તમામ પ્રતિબંધો દૂર કરવાનો સરકારનો નિર્ણય

નવી દિલ્હી: બે વર્ષ પછી, કેન્દ્ર સરકારે 31 માર્ચથી કોવિડ -19 સંબંધિત તમામ પ્રતિબંધો દૂર કરવાનો નિર્ણય લીધો છે. જોકે, માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવાના નિયમો પહેલાની જેમ જ અમલમાં રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે આ અંગે આદેશ જારી કર્યો છે. દેશમાં કોરોનાના કેસોમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને અને પરિસ્થિતિમાં સુધારાને ધ્યાનમાં રાખીને સરકારે […]

ભારતમાંથી એક વર્ષના સમયગાળામાં 400 બિલિયન ડોલર માલની નિકાસ

નવી દિલ્હીઃ દેશમાં ઉત્પાદન વધવાની સાથે લોકોને રોજગારી મળી રહે તે માટે સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભારતમાંથી ચાલુ વર્ષે 400 બિલિયન ડોલરથી વધુની નિકાસ થઈ છે. એક વર્ષમાં આ લક્ષ્યાંક પૂર્ણ […]

ભારતમાં ક્યુ.આર કોડ સાથેના ટેકનોલોજીયુક્ત પાઠ્યપુસ્તકો તૈયાર કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત

અમદાવાદઃ રાજ્યના ખેતમજૂર, ખેડૂત, શ્રમિક અને ગરીબ પરિવારમાંથી આવતાં બાળકોને શિક્ષણ કાર્યમાં આર્થિક બોજ ન પડે અને વિદ્યાર્થીઓ સરકારની યોજના હેઠળ પુસ્તકો મેળવી મફતમાં અભ્યાસ કરે તે હેતુથી વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવાની યોજના રાજ્યમાં કાર્યરત છે તેમ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. મંત્રીએ કહ્યું હતું કે, સમગ્ર ભારતમાં એકમાત્ર ગુજરાત રાજ્ય એવુ છે જેણે […]

ભારતમાં ચોથી લહેરની શક્યતા ખૂબ ઓછી: એક્સપર્ટ

દિલ્હી: કોરોનાવાયરસના કેસ અત્યારે વિશ્વના કેટલાક દેશોમાં ફરીવાર વધી રહ્યા છે, ખાસ કરીને એશિયાના દેશોમાં આ આંકડો વધતો જોવા મળી રહ્યો છે. આવામાં ભારતમાં કોરોનાવાયરસની ચોથી લહેર આવવવાની સંભાવના પર એક્સપર્ટ લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. જાણકારો દ્વારા કહેવામાં આવ્યું કે ભલે વિશ્વના દેશોમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા હોય પરંતુ ભારતમાં ચોથી લહેર આવવાની શક્યતા ખૂબ […]

જાપાન ભારતમાં રૂ. 3.2 લાખ કરોડનું કરશે રોકાણ

ભારત અને જાપાન વચ્ચે સંબંધો મજબૂત થશે જાપાન ભારતમાં કરશે જંગી રોકાણ 3.2 લાખ કરોડનું કરશે રોકાણ દિલ્હી:ભારત અને જાપાન વચ્ચે યોજાયેલી 14મી વાર્ષિક ઈન્ડો-જાપાન સમિટમાં જાપાન દ્વારા જાહેર કરવામાં આવ્યું કે જાપાન ભારતમાં આગામી પાંચ વર્ષમાં 5 ટ્રિલિયન યેન એટ્લે કે રૂ. 3.2 લાખ કરોડનું રોકાણ કરશે, બંને નેતાઓએ ભારત-જાપાન ઇકોનોમિક ફોરમને પણ સંબોધિત […]

સૌથી ખુશ દેશોમાં ડેનમાર્ક, આઈસલેન્ડ અને નેધરલેન્ડ અગ્રેસર, ભારત 136માં ક્રમે

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી ખુશ પાંચ દેશોમાં ડેનમાર્ક, આઇસલેન્‍ડ, સ્‍વિટ્‍ઝરલેન્‍ડ અને નેધરલેન્‍ડ સામેલ છે. જયારે અમેરિકા 16 અને બ્રિટન ૧૭મા ક્રમે છે. આ યાદીમાં ભારત 136માં નંબર પર છે. ગત વખતે ભારતનો નંબર 139મો હતો એટલે કે ભારતની રેન્‍કિંગમાં ત્રણ સ્‍થાનનો સુધારો થયો છે. બીજી તરફ પાડોશી દેશ પાકિસ્‍તાન 121મા ક્રમે ભારત કરતા સારી સ્‍થિતિમાં […]

જાપાનના વડાપ્રધાન ભારતની મુલાકાતે,ભારતને આપી શકે છે મોટી ભેટ

જાપાનના વડાપ્રધાન ભારતની મુલાકાતે ફૂમિયો કિશિદા ભારતને આપી શકે છે મોટી ભેટ 42 અબજ ડોલરના રોકાણની કરી શકે છે જાહેરાત દિલ્હી:જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદા આજે બે દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને 14મી ભારત-જાપાન સમિટમાં ભાગ લેશે.એવું કહેવામાં આવી રહ્યું છે કે,તેમની મુલાકાત દરમિયાન પીએમ ફૂમિયો કિશિદા ભારતમાં […]

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં મૃત્યુ પામેલા નવીનના મૃતદેહને તા. 21 માર્ચે ભારત લવાશે

નવી દિલ્હી, 19 માર્ચ. યુક્રેનના ખાર્કિવ શહેરમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પા જ્ઞાનગૌદરના માતા-પિતાએ તેમના પુત્રના મૃતદેહને તબીબી સંશોધન માટે દાન કરવાનો નિર્ણય કર્યો છે. નવીનના પિતા શંકરપ્પાએ કહ્યું કે મારો પુત્ર મેડિકલના ક્ષેત્રમાં કંઈક હાંસલ કરવા માંગતો હતો, પરંતુ તે થઈ શક્યું નહીં. તેમણે કહ્યું કે નવીનના શરીરનો ઉપયોગ ઓછામાં ઓછા અન્ય તબીબી […]

રશિયા પાસેથી HPCLએ 20 લાખ બેરલ ક્રુડ ખરીદ્યુ: રિપોર્ટ

દિલ્હી: રશિયા પર આર્થિક પ્રતિબંધોનો વરસાદ કરવામાં આવ્યો ત્યારથી રશિયાના તે વાતની ચિંતા હતી કે તેની પાસે જે મોટા પ્રમાણમાં તેલ અને ક્રુડ છે તેની ખરીદી કોણ કરશે. આવામાં ભારતીય રિફાઇનરીઓએ રશિયા પાસેથી રાહત દરે ક્રૂડ ઓઇલ મંગાવવાના પ્રયત્નોની ઝડપ વધારી છે. આઇઓસી પછી હવે હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)એ પણ વીસ લાખ બેરલ ક્રૂડ રશિયા […]

ભારતઃ 15 વર્ષમાં 19 ચાઈનીઝને ભારતીય નાગરિકતા અપાઈ

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ 2007થી અત્યાર સુધીમાં ભારતમાં લગભગ 19 ચાઈનીઝ નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. આ માહિતી ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયએ સંસદમાં આપી હતી. તેમણે સંસદમાં જણાવ્યું હતું કે, ડેટા અનુસાર કુલ 10 ચાઈનીઝ નાગરિકોની અરજી પેન્ડીંગ છે, આ તમામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code