1. Home
  2. Tag "Indians"

ઓપરેશન સિંદૂર ભારતીયોના મનમાં કોતરાયેલું છેઃ દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મુંબઈમાં ‘સિંદૂર બ્રિજ’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પુલ પહેલા કર્નાક બ્રિજ તરીકે ઓળખાતો હતો. ‘સિંદૂર બ્રિજ’ના ઉદ્ઘાટન બાદ CM દેવેન્દ્ર ફડણવીસે મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે, “આજે મુંબઈમાં ‘સિંદૂર બ્રિજ’નું ઉદ્ઘાટન થઈ રહ્યું છે તે ખૂબ જ ખુશીની વાત છે. આપણે બધા જાણીએ છીએ કે જૂનો કર્નાક […]

અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કર્યા બાદ, ડંકી રૂટ પર EDની મોટી કાર્યવાહી, 11 સ્થળોએ દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની જાલંધર ઝોનલ ટીમે બુધવારે (9 જુલાઈ, 2025) ડોન્કી રૂટ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. ટીમે પંજાબ અને હરિયાણાના 7 જિલ્લાઓ, અમૃતસર, સંગરુર, પટિયાલા, મોગા, અંબાલા, કુરુક્ષેત્ર અને કરનાલમાં 11 અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કેસ તે ભારતીયો સાથે સંબંધિત છે જેમને ફેબ્રુઆરી 2025 માં અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. […]

ભારતીયોના સુરક્ષિત સ્થળાંતર બદલ ભારતે ઈરાનનો આભાર વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમના ઈરાની સમકક્ષ અબ્બાસ અરાઘચી સાથે ફોન પર કરી વાત. તેમણે ઈરાનના દ્રષ્ટિકોણ અને વિચારસરણી શેર કરવા બદલ અરાઘચીની પ્રશંસા કરી અને ભારતીય નાગરિકોના સુરક્ષિત સ્થળાંતરમાં સહાય પૂરી પાડવા બદલ પશ્ચિમ એશિયાઈ દેશનો આભાર માન્યો. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે આ વાતચીત થઈ, જ્યાં પ્રાદેશિક સંઘર્ષો અને જટિલ ભૂ-રાજકીય […]

ઓપરેશન સિંધુ: ઈરાન બાદ હવે ઈઝરાયલથી ભારતીયોને સુરક્ષિત બહાર કઢાયાં

નવી દિલ્હીઃ ઈરાન-ઇઝરાયેલ સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારે પોતાના નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. ભારત સરકારે પોતાના નાગરિકોની સુરક્ષિત વતન વાપસી માટે ‘ઓપરેશન સિંધુ’ શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ, ઈરાન અને ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ઓપરેશન સિંધુ હેઠળ મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો ઈરાનથી સુરક્ષિત […]

ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ વચ્ચે ઈરાનથી 500થી વધુ ભારતીયોને સ્વદેશ લાવવામાં આવ્યા

નવી દિલ્હીઃ કટોકટીગ્રસ્ત ઈરાનથી આજે વહેલી સવારે ભારતીયોને પાછા લાવવાના અભિયાન ઓપરેશન સિંધુના ભાગ રૂપે તુર્કમેનિસ્તાનના અશ્ગાબાતથી એક ખાસ ફ્લાઇટ નવી દિલ્હી પહોંચી. આ સાથે અત્યાર સુધીમાં 517 ભારતીયો સ્વદેશ પરત ફર્યા છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ કામગીરી શરૂ કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે પણ 290 […]

ભારતીયો વાહન ખરીદી વખતે હવે ગુણવત્તા અને સુરક્ષાને વધારે આપી રહ્યાં છે મહત્વ

ભારતનું ઓટોમોબાઈલ બજાર ઝડપથી બદલાઈ રહ્યું છે. ડેલોઇટના 2025 ગ્લોબલ ઓટોમોટિવ કન્ઝ્યુમર સ્ટડી અનુસાર, હવે 76 ટકા ભારતીય ગ્રાહકો ઉત્પાદક પાસેથી સીધી કાર ખરીદવામાં રસ દાખવી રહ્યા છે. લોકોનો વિશ્વાસ હવે ઓનલાઈન પ્લેટફોર્મ પર વધી રહ્યો છે. આ ટ્રેન્ડ દર્શાવે છે કે ઓટો કંપનીઓ (OEM) પોતે તેમના વેચાણ નેટવર્ક દ્વારા ખરીદી પ્રક્રિયામાં કેવી રીતે ફેરફાર […]

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 388 ભારતીયો અત્યાર સુધીમાં સ્વદેશ પરત ફર્યા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અમેરીકામાં ગેરકાયદે ધુસણખોરી કરતા પકડાયેલા કુલ 388 લોકો ભારત પરત આવ્યા છે. આમાંથી, 333 લોકો ત્રણ ડિપોર્ટેશન ફ્લાઇટ્સ દ્વારા અમૃતસર પહોંચ્યા અને 55 ભારતીય નાગરિકો કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા અમેરિકાથી પનામા થઈને નવી દિલ્હી પહોંચ્યા.ડેટા દર્શાવે છે કે 5 ફેબ્રુઆરી, 15 ફેબ્રુઆરી અને 16 […]

વિદેશમાં કામ કરતા ભારતીયો માટે સૌથી ખરાબ દેશ કયો છે? વાસ્તવિકતા જાણો

વિદેશમાં કામ કરવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ વિદેશમાં કામ કરવું સરળ નથી. લોકો સારા જીવન અને સારા પગારની શોધમાં વિદેશ જાય છે. મોટાભાગના લોકોનો ઉદ્દેશ્ય વધુ સારો પગાર છે. જો વિદેશમાં નોકરીનો વિષય આવે તો યુરોપનો ઉલ્લેખ અવશ્ય થાય છે. પરંતુ ત્યાં નોકરી માટે હા કહેતા પહેલા વિદેશની વાસ્તવિકતા જાણવી જરૂરી છે. કારણ […]

અમેરિકાએ ગેરકાયદે વસવાટ કરતાં 487 ભારતીયોને ડિપોર્ટ કરવાનો અંતિમ આદેશ આપ્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે હાલમાં બુધવારે ડિપોર્ટ કરવામાં આવેલા 104 ભારતીયો સાથે દુર્વ્યવહારનો મુદ્દો અમેરિકા સમક્ષ ઉઠાવવાની ખાતરી પણ આપી છે. વિદેશ સચિવવિક્રમ મિસ્રીએ નોંધ્યું હતું કે, ડિપોર્ટેશન દરમિયાન નિયંત્રણોનો ઉપયોગ સંબંધિત પ્રક્રિયા મુદ્દે ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ સહિત યુએસ સત્તાધીશોનું ધ્યાન દોર્યું છે. ઉલ્લેખનીય છે, ડિપોર્ટેશનની પ્રક્રિયા લાંબા સમયથી અમલમાં છે. ભારતના વિદેશ સચિવ […]

અમેરિકાએ ગયા વર્ષે ગેરકાયદે રીતે રહેતા 1368 ભારતીયોને પરત મોકલ્યાં હતા

નવી દિલ્હીઃ અમેરિકાથી ભારતીયોને પાછા મોકલવા અંગે સંસદમાં વિદેશ મંત્રીએ કહ્યું- આવું પહેલીવાર નથી બન્યું. આ પહેલા પણ અનેક વખત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ભારતમાં મોકલવામાં આવ્યા છે. વિદેશ મંત્રીએ આ અંગેનો જૂનો ડેટા પણ શેર કર્યો. તેમણે કહ્યું કે, વર્ષ 2009 માં 734 લોકોને પાછા મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ, 2013 માં 550 લોકોને ભારત મોકલવામાં આવ્યા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code