1. Home
  2. Tag "indira gandhi"

Lok Sabha Election: માત્ર 370 બેઠકો જ નહીં, પણ ઈન્દિરા ગાંધી સાથે જોડાયેલો રેકોર્ડ તોડવાની પણ ભાજપની છે ચાહત

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીથી ઠીક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના આખરી બજેટ સત્રમાં ઘોષણા કરી હતી કે આ વખતે ભાજપ એકલાહાથે 370થી વધારે બેઠકો જીતશે અને એનડીએ ગઠબંધન 400 પ્લસ બેઠકો મેળવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એલાન કર્યું અને ભાજપ આ ટાર્ગેટને પૂર્ણ કરવામાં લાગી ગયું છે. એક તરફ જ્યાં ભાજપ પોતાના એનડીએ ગઠબંધનના વિસ્તરણનો […]

અમેઠી, રાયબરેલી સિવાય ફૂલપુર રહ્યું છે નહેરુ-ગાંધી પરિવારનો ગઢ, 1984 બાદ નથી મળી બુદ્ધિજીવીઓના ક્ષેત્રમાં કૉંગ્રેસને જીત

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના અમેઠી અને રાયબરેલી સિવાય ફૂલપુર લોકસભા મતવિસ્તારની સાથે નહેરુ-ગાંધી પરિવારનો ભાવનાત્મક સંબંધ રહ્યો છે. ખુદ પંડિત જવાહરલાલ નહેરુ અહીંથી સાંસદ હતા. દેશની આઝાદી મળ્યા બાદ તેમણે ફૂલપુરને પોતાની કર્મભૂમિ બનાવી હતી. તેમણે અહીંથી 1952, 1957 અને 1962માં જીત મેળવી હતી. નહેરુ બાદ તેમના બહેન વિજય લક્ષ્મી પંડિતે 1964 અને 1967માં આ બેઠક […]

આઝાદ ભારતની ત્રણ ભૂલોમાં સૌથી મોટી ભૂલ કઈ?

નવી દિલ્હી: રાજીવ ગાંધીની ભૂલ તેમના માતા ઈન્દિરા ગાંધીની ભૂલ કરતા વધુ મોટી હતી. તેનું કારણ છે. કટોકટીમાં આરએસએસની કેડરને નિશાન બનાવીને તેને છંછેડયા બાદ પણ 1984 સુધી ઈન્દિરા ગાંધી આ સંગઠનને હાંસિયામાં રાખવામાં સફળ રહ્યા હતા. રાજીવ ગાંધીએ સિમ્પથી વેવમાં 1984માં ભાજપને માત્ર બે બેઠકોમાં સમેટયું હતું. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા થઈ હતી અને […]

આઝાદ ભારતની ત્રીજી ભૂલ : 2004માં ફીલ ગુડ અને શાઈનિંગ ઈન્ડિયાએ ભાજપનો રાજકીય રંગ ઝાંખો પાડયો

નવી દિલ્હી:  જાન્યુઆરી, 2004 સુધીમાં ત્રણ મહત્વના હિંદી બેલ્ટના રાજ્યોની ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી હતી. જેના કારણે આની અસર અન્ય રાજ્યોમાં થવાની ગણતરીઓ થવા લાગી હતી. પ્રમોદ મહાજનના નેતૃત્વમાં પાર્ટીના વ્યૂહરચનાકારો અને અડવાણી સમર્થકોએ નિર્ણય કર્યો હતો કે ચૂંટણી સમયથી પહેલા યોજવી જોઈએ અને લહેરનો લાભ ઉઠાવવો જોઈએ. આમા શંકા જાહેર કરનારા એકમાત્ર વ્યક્તિ […]

આઝાદ ભારતની પહેલી ભૂલ: કટોકટી નહીં, પણ તેમાં આરએસએસની કેડરને નિશાન બનાવવી ઈન્દિરા ગાંધીની ભૂલ કેમ હતી?

નવી દિલ્હી:  કટોકટી લાગુ કરવી ભારતીય લોકશાહીના ઈતિહાસમાં કલંકીત ઘટના છે. પરંતુ કટોકટી કરતા પણ મોટી ભૂલ તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ કરી હતી. આ ભૂલ હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કેડરને નિશાન બનાવવી અને તેમને જેલમાં પુરી દેવા. ઈન્દિરા ગાંધી 1977માં કટોકટી ઉઠાવાયા બાદ જનતા મોરચાની સામે હારી ગયા. પણ ત્રણ વર્ષની અંદર જનતા મોરચો તૂટયો […]

આઝાદ ભારતની રાજનીતિને બદલનારી ત્રણ ભૂલો, જાણો ઈન્દિરા, રાજીવ, અટલ-અડવાણીએ શું કરી હતી ભૂલ?

નવી દિલ્હી: મોટા માણસોની નાની ભૂલો પણ ઘણી મોટી સાબિત થતી હોય છે. આવી જ કેટલીક ભૂલોની વાત કરવી છે. આ ભૂલો ભારતના વડાપ્રધાન રહી ચુકેલા વ્યક્તિઓ દ્વારા થઈ છે. જેના કારણે સ્વતંત્ર ભારતની રાજનીતિમાં ધડમૂળથી પરિવર્તનો પણ જોવા મળ્યા છે. આ એવા પરિવર્તનો હતા કે જેણે ભારતની રાજનીતિને ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ લઈ […]

ઈન્દિરા ગાંધીની આજે જન્મજયંતિ,પીએમ મોદી સહિત અનેક મોટા નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

આજે ઈન્દિરા ગાંધીની જન્મજયંતિ પીએમ મોદી સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. 19 નવેમ્બર 1917ના રોજ જન્મેલા ઈન્દિરા ગાંધી 1966 થી 1977 સુધી અને ફરીથી 1980 થી 1984 માં તેમની હત્યા સુધી વડા પ્રધાન હતા. પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ PM એ ટ્વિટમાં […]

આજે દેશના પ્રથમ મહિલા પ્રઘાનમંત્રી ઈન્દિરા ગાંઘીની પુણ્યતિથિ, જાણો તેમના જીવનની કેટલીક ખાસ વાતો અહીં

દિલ્હીઃ-આજે 31 ઓક્ટોબર એટલે કે દેશના પ્રથમ મહિલા પ્રઘાનમંત્રી એવા ઈન્દિરાગાંઘીની પુણ્યતિથિ.આજરોજ તેમની પુણયતિથિ પર શ્રી ખડગે, શ્રીમતી ગાંધી અને રાહુલ ગાંધી આજે સવારે ઈન્દિરા ગાંધીના સમાધિ શક્તિ સ્થાને પહોંચ્યા હતા અને પુષ્પો અર્પણ કરીને પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસ પક્ષે પણ ઈન્દિરા ગાંધીને તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા […]

કટોકટી સામેની લડત: વિશ્વની પહેલી અહિંસક જમણેરી ક્રાંતિ !

૨૫મી જૂન એટલે કટોકટી નખાયાના કાળા દિવસની કડવી સ્મૃતિ. કટોકટી કાળમાં ‘બેધડક સત્ય’ બોલવાનું કોઈ મીડિયાનું સાહસ નહોતું. બધાં ઈન્દિરા ગાંધીની ‘ગોદી’માં બેઠેલાં મીડિયાં હતાં. ન્યાયતંત્ર સંપૂર્ણ શરણે થઈ ગયું હતું. પોલીસના અત્યાચારોનો કોઈ પાર નહોતો. આવા સમયે કઈ રીતે વિશ્વની પહેલી જમણેરી અહિંસક ક્રાંતિ થઈ તેની રસપ્રદ વાતો. (જયવંત પંડ્યા) જ્યારે ન્યાયતંત્ર સંપૂર્ણ શરણે […]

સેમી કન્ડક્ટર મુદ્દે ઈન્દિરા ગાંધીએ દુરંદેશી દાખવીને 1982માં સેમી કંડકટર લેબોરેટરીની સ્થાપના કરેલી

નવી દિલ્હીઃ આજે ભારત ખાસ કરીને તાઈવાનની કંપનીઓને દેશમાં સેમીકન્ડક્ટર ફેક્ટરીઓ સ્થાપવા માટે આમંત્રણ આપી રહ્યું છે. બદલાતા ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારે આ ક્ષેત્ર માટે PLI સ્કીમ પણ શરૂ કરી છે, પરંતુ શું તમે જાણો છો કે દેશમાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન 40 વર્ષ પહેલા શરૂ થયું હતું. સેમિકન્ડક્ટર ભારત માટે નવી વાત નથી, વર્ષ 1982માં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code