1. Home
  2. Tag "Internationalnews"

હત્યાના ગણતરીના કલાકો પહેલા હમાસ ચીફ હાનિયાની જ નીતિન ગડકરી સાથે થઈ હતી મુલાકાત

નવી દિલ્હી, 25 ડિસેમ્બર 2025: Hamas-Israel war કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમ દરમિયાન અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, ગત વર્ષે ઈરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા થઈ તેના ગણતરીના કલાકો પહેલા જ તેમની સાથે મુલાકાત હતી. એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ આ રહસ્યમય ઘટનાક્રમ વિશે વિગતવાર […]

પાકિસ્તાનઃ બલૂચિસ્તાનમાં સુરક્ષાદળો ઉપર હુમલો, 12 જવાનોના મોત

બલૂચિસ્તાનમાં આઝાદીની માંગ કરી રહેલા બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાની સેના પર ફરી એકવાર મોટો હુમલો કરી ભારે નુકસાન પહોંચાડ્યાનો દાવો કર્યો છે. BLA ના પ્રવક્તા ઝૈદ બલૂચે સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, અલગ-અલગ વિસ્તારોમાં થયેલી હિંસક અથડામણોમાં પાકિસ્તાની સેનાના 12 સૈનિકો માર્યા ગયા છે. આ ઓપરેશન દરમિયાન BLA એ પંજગુર શહેરમાં […]

બાંગ્લાદેશઃ રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનનો વચગાળાના સરકારના વડા યૂનુસ પર અપમાન કરવાનો આરોપ

બાંગ્લાદેશમાં ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય મોરચે મોટો બળવો થયો છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને વચગાળાની સરકારના વડા મોહમ્મદ યૂનુસ પર પોતાનું અપમાન કરવાનો અને બંધારણીય સત્તા છીનવી લેવાનો ગંભીર આરોપ મૂક્યો છે. રાષ્ટ્રપતિ શહાબુદ્દીન (જેમનો કાર્યકાળ 2028 સુધીનો છે)એ એક ઇન્ટરવ્યૂમાં વ્યથિત થઈને રાજીનામું આપવા પર વિચાર કરી રહ્યા હોવાની વાત કહી છે. 76 વર્ષીય […]

પાકિસ્તાન CDS આસિમ મુનીર ભારત સાથે જંગ કરવા માંગે છેઃ ઈમરાન ખાનની બહેનનો દાવો

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની બહેન અલીમા ખાને દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ આસિમ મુનીર પર કટ્ટરપંથનો ગંભીર આરોપ લગાવ્યો છે. અલીમા ખાનના જણાવ્યા અનુસાર, આસિમ મુનીર કટ્ટર ઇસ્લામવાદી અને ઇસ્લામિક રૂઢિવાદી છે, જેને કારણે તેઓ ભારત સાથે યુદ્ધ કરવા તત્પર રહે છે. જ્યારે ઇમરાન ખાન હંમેશા ભારત સાથે મિત્રતા અને શાંતિપૂર્ણ સંબંધો સ્થાપિત […]

બલૂચિસ્તાનઃ ફ્રન્ટિયર કૉરના કેમ્પ પર BLA દ્વારા પ્રથમવાર મહિલા આત્મઘાતીનો ઉપયોગ કરાયો

બલૂચિસ્તાનના ચગાઈ જિલ્લામાં રવિવારે સાંજે ફ્રન્ટિયર કોર (FC)ના સુરક્ષિત કમ્પાઉન્ડ પર બલૂચ લિબરેશન ફ્રન્ટ (BLF)એ જીવલેણ હુમલો કર્યો હતો. આ કમ્પાઉન્ડ ચાઇના દ્વારા સંચાલિત કોપર અને ગોલ્ડ માઇનિંગ પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે. આ હુમલામાં 6 પાકિસ્તાની જવાનોના મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે. દરમિયાન BLFએ દાવો કર્યો છે કે, ઇતિહાસમાં પહેલીવાર તેમણે મહિલા આત્મઘાતી હુમલાખોરનો ઉપયોગ […]

દક્ષિણ સીરિયાના ગામમાં ઇઝરાયલના હુમલામાં 13નાં મોત

દક્ષિણ સીરિયાના એક ગામમાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત થયા છે. મીડિયા અનુસાર મૃતકોમાં બાળકો પણ સામેલ છે, જેના કારણે આ ઘટના છેલ્લા કેટલાક મહિનાની સૌથી ઘાતક કાર્યવાહી તરીકે નોંધાઇ છે. સ્થાનિક ન્યુઝ એજન્સીઓના જણાવ્યા અનુસાર, બેઇત જિન ગામના સ્થાનિક લોકો ઇઝરાયલી સૈનિકોને ટક્કર આપવા માટે સામેથી ઊભા રહ્યા, જેના […]

યુએઈએ પાકિસ્તાની નાગરિકોને વીઝા આપવાનું બંધ કર્યું

પાકિસ્તાન માટે વીઝા સંકટ વધુ ગંભીર બનતું જઈ રહ્યું છે. આ વચ્ચે એક મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી સલમાન ચૌધરીએ સંસદ સમિતિને જણાવ્યું કે, યુનાઇટેડ અરબ અમીરાત (UAE) હાલમાં સામાન્ય પાકિસ્તાની નાગરિકોને વીઝા જારી કરતા નથી. સલમાન ચૌધરીએ સીનેટની હ્યુમન રાઇટ્સ ફંક્શનલ કમિટી સમક્ષ જણાવ્યું કે દેશ મુશ્કેલથી પાસપોર્ટ બેનથી બચ્યો […]

શેખ હસીનાની મુશ્કેલી વધી, અન્ય કેસમાં બાંગ્લાદેશની કોર્ટે 21 વર્ષની સજા ફરમાવી

બાંગ્લાદેશની એક અદાલતએ ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને કુલ 21 વર્ષની કેદની સજા ફરમાવી છે. ખાસ બાબત એ છે કે આ મહિનાની શરૂઆતમાં જ બાંગ્લાદેશ ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રાઇબ્યુનલ તેમને ફાંસીની સજા પણ જાહેર કરી ચૂકી છે. માત્ર એક મહિનામાં શેખ હસીનાના વિરુદ્ધ આવેલા આ બે મોટા ચુકાદાઓથી સ્પષ્ટ થાય છે કે અંતરિમ સરકારના મુખ્ય સલાહકાર મહંમદ […]

વર્ષ 2020ના અંત સુધી કોરોના વાયરસની રસી મળી શકશે નહીં: WHO

ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વેક્સીન નાતાલ સુધી માર્કેટમાં આવવાની હતી આશા કોરોનાની કોઇપણ વેક્સીન વર્ષ 2021 પહેલા આવે તેમ જણાતું નથી: WHO હજુ કેટલીક વેક્સીન ટ્રાયલ્સના ત્રીજા તબક્કામાં છે: WHO ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા નિર્મિત કોરોના વાયરસની રસી નાતાલ સુધી માર્કેટમાં આવી જશે તેવી સમગ્ર વિશ્વને આશા હતી પરંતુ વિશ્વ આરોગ્ય સંગઠને આ આશા પર પાણી ફેરવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code