ગુજરાતઃ વાયબ્રન્ટ સમિટ 2022માં ઈઝરાઈલને સહભાગી થવા મુખ્યમંત્રીએ આપ્યું નિમંત્રણ
અમદાવાદઃ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુંબઇ સ્થિત ઇઝરાયલી કોન્સ્યુલ જનરલ કોબ્બી શોષાનીએ સૌજન્ય મુલાકાત લીધી હતી. ઇઝરાયલના કોન્સ્યુલ જનરલે ભારત સાથેના ઇઝરાયલના સંબંધોની ભૂમિકા આપતાં ભારતની યુવાશક્તિ-યંગ જનરેશનની તજજ્ઞતા-ઉત્સુકતા અને ઇઝરાયલના ટેકનોલોજીના વિનિયોગથી સેન્ટર ઓફ એકસલન્સીસ, ડ્રોન ટેકનોલોજી, સાયબર ઇસ્યુઝ, ડિસેલીનેશન પ્લાન્ટ અને વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે પરસ્પર સહયોગથી જે ઉત્કૃષ્ટતા મેળવી છે તેની પ્રસંશા કરી […]


