1. Home
  2. ગુજરાતી
  3. અફઘાનિસ્તાનમાં તંગદિલી વચ્ચે ઇઝરાયલ-પેલેસ્ટાન વચ્ચે ફરીથી ઘર્ષણ, 4નાં મોત
અફઘાનિસ્તાનમાં તંગદિલી વચ્ચે ઇઝરાયલ-પેલેસ્ટાન વચ્ચે ફરીથી ઘર્ષણ, 4નાં મોત

અફઘાનિસ્તાનમાં તંગદિલી વચ્ચે ઇઝરાયલ-પેલેસ્ટાન વચ્ચે ફરીથી ઘર્ષણ, 4નાં મોત

0
Social Share
  • અફઘાનિસ્તાનમાં તંગદિલી વચ્ચે હવે ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે પણ સંઘર્ષ
  • ઇઝરાયલે પેલેસ્ટાઇનના વેસ્ટ બેંકમાં રેડ પાડી
  • આ ઘટનામાં થયેલા ફાયરિંગમાં 4નાં મોત

નવી દિલ્હી: એક તરફ અફઘાનિસ્તાનમાં તાલિબાનના હાહાકારથી માહોલ તંગદિલીભર્યો છે ત્યારે બીજી તરફ હવે જૂના દુશ્મન એવા ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે પણ તકરાર શરૂ થઇ ગઇ છે. ઇઝરાયલે પેલેસ્ટાઇનના તાબા હેઠળના વેસ્ટ બેંકમાં રેડ પાડી હતી. આ ઘટનામાં ફાયરિંગ થયું હતું જેમાં 4નાં મોત નિપજ્યા છે.

પેલેસ્ટાઇનના સ્વાસ્થ્ય અધિકારી અનુસાર ઇઝરાયેલી સૈનિકોએ તેમના તાબા હેઠળના વેસ્ટ બેંકમાં મોડી રાતે રેડ પાડી હતી. આ દરમિયાન પેલેસ્ટાઇનના બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું હતું. આ વિસ્તારમાં લડાઇ દરમિયાન 4 ફિલિસ્તાનિયોના મોત થયા છે. ઉત્તર વેસ્ટ બેંકના એક શહેર જેનિનમાં લડાઇ શરૂ થઇ.

ઇઝરાયલ અનુસાર, તેમના દળ એક શંકાસ્પદની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન બંદૂકધારીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. પોલીસે કહ્યું કે, ઇઝરાયલી દળોએ જવાબી કાર્યવાહી કરી. આ કાર્યવાહી દરમિયાન કોઇપણ અધિકારી ઇજાગ્રસ્ત થયા નથી.

પેલેસ્ટાઇન સમાચાર એજન્સી અનુસાર ઇઝરાયલની ગોળીથી ચાર લોકો માર્યા ગયા અને 5 ગંભીર રીતે ઘાયલ થયા. વરિષ્ઠ પેલેસ્ટાઇનના અધિકારી હુસૈન અલ શેખે ઇઝરાયલ પર ગંભીર ગુનાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ આ અંગે પોતાનું મૌન તોડવું જોઇએ અને આ ઉત્પીડનથી પેલેસ્ટાઇનના લોકોને સુરક્ષા પ્રદાન કરવા માટે પગલાં લેવા જોઇએ.

મહત્વનું છે કે, વર્ષ 2000ના દાયકાથી પ્રારંભમાં બીજા પેલેસ્ટાઇનના વિદ્રોહ દરમિયાન જેનિનના ઇઝરાયલની સાથે કેટલીક ભારે લડાઇનો અનુભવ કર્યો. જો કે હાલના વર્ષોમાં આ વિસ્તાર સામાન્ય રીતે શાંત રહ્યા છે. ગત 2 મહિનામાં સૈનિકો અને પેલેસ્ટાઇનના બંદુકધારીઓ વચ્ચે ઓછામાં ઓછા 8 સંઘર્ષ થયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code