ચંદ્ર અને મંગળ પછી હવે ભારતની નજર શુક્ર પર
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે ‘વિનસ ઓર્બિટર મિશન (VOM)’ ને અવકાશ સંબંધિત અનેક મહત્વપૂર્ણ દરખાસ્તો સાથે મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયો વિશે માહિતી આપી હતી. “વિનસ ઓર્બિટર મિશન” (VOM) માટે મંજૂર કરાયેલ કુલ ભંડોળ રૂ. 1236 કરોડ છે, જેમાંથી રૂ. 824.00 કરોડ અવકાશયાન પર ખર્ચવામાં આવશે. […]


