1. Home
  2. ગુજરાતી
  3. ઇસરોએ કરી કમાલ, ભારતના પહેલા રિયુઝેબલ રોકેટ પુષ્પકનું કર્યું સફળ પરીક્ષણ
ઇસરોએ કરી કમાલ, ભારતના પહેલા રિયુઝેબલ રોકેટ પુષ્પકનું કર્યું સફળ પરીક્ષણ

ઇસરોએ કરી કમાલ, ભારતના પહેલા રિયુઝેબલ રોકેટ પુષ્પકનું કર્યું સફળ પરીક્ષણ

0
Social Share

નવી દિલ્હી: ઈસરોએ પુષ્પક નામના પોતાના પહેલા રિયુઝેબલ લોન્ચ વ્હીકલના લેન્ડિંગ મિશનને સફળતાપૂર્વક પાર પાડયું છે. આ પરીક્ષણ શુક્રવારે ચિત્રદુર્ગની પાસે ચલ્લકેરેમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જમાં સવારા સાત વાગ્યે અને 10 મિનિટે કરવામાં આવ્યું. આ એ શ્રૃંખલાનું બીજું પરીક્ષણ છે. પ્રક્ષેપણ સ્થળ પર ઈસરો અધ્યક્ષ એસ. સોમનાથ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.

આ પરીક્ષણ બાદ ઈસરોએ એક્સ પર લખ્યું છે કે ઈસરોએ ફરી એકવાર કમાલ કર્યો. પષ્પક (RLV-TD), પંખાવાળું વાહન, ઓફ નોમિનલ સ્થિતિમાંથી મુક્ત થયા બાદ રનવે પર સટીકતા સાથે સ્વતંત્ર રીતે ઉતર્યું. ેની સાથે જ ઈસરોએ કહ્યું છે કે તેણે આરએલવી એલઈએક્સ-02 લેન્ડિંગ પ્રયોગના માધ્યમથી ફરીથી ઉપયોગ થનારા પ્રક્ષેપણ યાન પ્રૌદ્યોગિકી ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

ઈસરોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ગત વર્ષ કરવામાં આવેલા આરએલવી-એલઈએક્સ-01 મિશન બાદ આરએલવી-એલઈએક્સ-02એ હેલિકોપ્ટરથી છોડવામાં આવ્યા બાદ આરએલવીના સ્વાયત્ત લેન્ડિંગની ક્ષમતાનું પ્રદર્શન કર્યું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આરએલવીના ફેલાવાની સાથે વધારે કઠિન કરતબ કરવા, ક્રોસ રેન્જ અને ડાઉનરેન્જ બંનેને યોગ્ય રીતે કરવી અને સંપૂર્ણપણે સ્વાયત્ત મોડમાં રનવે પર ઉતરવા માટે બનાવવામાં આવ્યું છે.

ઈસરોએ જણાવ્યું છે કે ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટર પંખાવાળા પુષ્પક નામનું આ યાન ઉપર લઈને ગયું અને તેને 4.5 કિલોમીટરની ઊંચાઈએ છોડવામાં આવ્યું. ઈસરોએ જણાવ્યું કે રનવેથી ચાર કિલોમીટરના અંતરે છોડવામાં આવ્યા બાદ પુષ્પક સ્વાયત્ત રીતે ક્રોસ રેન્જ સુધાર કરીને રનવે પર પહોંચ્યું. આ સટીક રીતે પોતાની બ્રેક પેરાશૂટ, લેન્ડિંગ ગિયર બ્રેક અને નોજ વ્હિકલ સ્ટીયરિંગ પ્રણાલીની સફળતાપૂર્વક ઉપયોગ કરીને રનવે પર ઉતર્યું.

પુષ્પક વિમાનની ખૂબીઓ-

પુષ્પક વિમાન રિયૂઝેબલ એક લોન્ચિંગ એરક્રાફ્ટ છે

તે પંખાવાળા એરક્રાફ્ટ જેવું દેખાય છે

તેની લંબાઈ 6.5 મીટર અને વજન 1.75 ટન છે

વિમાન રોબોટિક લેન્ડિંગ ક્ષમતાથી સજ્જ છે

ઓનબોર્ડ નેવિગેશન સિસ્ટમ રનવેની આસપાસની અડચણોને પાર કરવા માટે 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લેન્ડિંગ કરવા માટે સક્ષમ છે

આ અંતરીક્ષ સુધીની પહોંચને સસ્તી બનાવવામાં કારગર સાબિત થઈ શકે છે

તેનો ઉપરી હિસ્સો સૌથી મોંઘા ઉપકરણોથી સજ્જ છે

તેને ધરતી પર પાછું લાવીને રિયુઝેબલ બનાવી શકાય છે

રિયૂઝેબલ થવાને કારણે આ અંતરીક્ષમાં કાટમાળને ઓછો કરશે

તેના પછી અંતરીક્ષમાં કોઈ સેટેલાઈટમાં ઈંધણ ભરવા અથવા કોઈ સેટેલાઈટને ઠીક કરવા માટે પાછા લાવવામાં પણ મદદ કરશે

પુષ્પક વિમાનમાં આધુનિક તકનીકમાં નેવિગેશન હાર્ડવેયર અને સોફ્ટવેયર, કેએ-બેન્ડ રડાર અલ્ટીમીટર, ભારતીય તારામંડળ (NavIC), રિસીવર સાથે નેવિગેશન, સેન્સર, સ્વદેશી લેન્ડિંગ ગિયર અને એરોફાઈલ હનીકોમ્બ ફેન વગેરેનો ઉપયોગ કરાયો છે.

ઈસરોએ કહ્યું છે કે આરએલવી-એલઈએક્સ-01માં વાપરવામાં આવેલી તમામ ઉડાણ પ્રણાલીઓને યોગ્ય પ્રમાણીકરણ અથવા મંજૂરી બાદ આરએલવી-એલઈએક્સ-02 મિશનમાં ફરીથી ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનાથી આ મિશનમાં ઉડાણ હાર્ડવેયર અને ઉડાણ પ્રણાલીઓના ફરીથી ઉપયોગની ક્ષમતાનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું.

આરએલવી-એલઈએક્સ-01ના અવલોકનના આધારે, એરફ્રેમ સંરચના અને લેન્ડિંગ ગિયરને ઉતારતી વખતે ઉચ્ચભાર વહન કરવા માટે મજબૂત કરવામાં આવ્યું હતું. આ મિશનને વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રએ એલપીએસસી અને આઈઆઈએસયૂ સાથે મળીને પુરું કર્યું છે.

ઈસરોનાઅધ્યક્ષ એસ. સોમનાથે આ જટિલ મિશનને ત્રુટિરહિત ક્રિયાન્વયન માટે ટમીને અભિનંદન આપ્યા છે. વીએસએસસીના નિદેશક ડૉ. એસ. ઉન્નીકૃષ્ણન નાયરે આ સફળતા પર કહ્યુ કે આ ક્ષેત્રમાં સફળતા દ્વારા ઈસરો સંપૂર્ણપણે સ્વાયત્ત મોડમાં ટર્મિનલ ચરણના કરતબ, લેન્ડિંગ અને ઊર્જા પ્રબંધનમાં મહારાથ પ્રાપ્ત કરી શકે છે, જે ભવિષ્યની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code