અમરેલીના ખાંભામાં ભૂકંપનો આંચકો, 3.2ની તીવ્રતા નોંધાઈ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ધરતીકંપના બનાવો નોંધાઈ રહ્યાં છે. દરમિયાન આજે અમરેલી જિલ્લાના ખાંભામાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. અમરેલીમાં સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભય ફેલાયો હતો અને લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા. સદનસીબે ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર, અમરેલી તેમજ […]