1. Home
  2. Tag "LAKHTAR"

લખતરમાં નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા, ખેડુતોને નુકશાન

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર તાલુકામાં  નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન વેંઠવાનો વારો આવ્યો છે. ભાસ્કરપરાથી વિઠ્ઠલાપુર, બજરંગપુરા તરફ જતી નર્મદા મેઇન કેનાલમાં ભાસ્કરપરા પાસે કેનાલ પર ગેટ મુકેલ છે. સ્થાનિકોને જાણ કર્યા વગર નર્મદા કેનાલનો ગેટ ખોલી નખાતા કેનાલ છલકાઇ હોવાનો ખેડુતો આક્ષેપ કરી રહ્યા છે. કેનાલ ઓવરફ્લો થતા હજારો વીઘા જમીન તથા અમદાવાદ-સુરેન્દ્રનગર […]

લખતરના વરસાણી ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, અબોલ પશુઓની હાલત દયનીય

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં પીવાના પાણીની સમસ્યા અનેક ગામોમાં જોવા મળી રહી છે. જેમાં કેટલાક ગામોમાં તંત્રની બેદરકારીને લીધે પાણીની સમસ્યા ઊભી થઈ છે. નર્મદાની મુખ્ય કેનાલ જિલ્લામાંથી પસાર થાય છે. છતાં લોકોને પુરતું પાણી મળતું નથી. લખતર તાલુકાના કેટલાક ગામોમાં પાણીની બુમરાણ ઊઠી છે. જેમાં તાલુકાના વરસાણી ગામે છેલ્લા 10 દિવસથી ગ્રામજનો પીવાના પાણીની વિકટ […]

લખતરના નજીક ડમ્પરની ઓવરટેક કરતાં કાર પલટી જતા અમદાવાદના એક જ પરિવારના ચારનાં મોત

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં વાહન અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ એક અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર નજીક કડું ગામની કેનાલ પાસે કાર અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત નિપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.ડમ્પરને ઓવરટેક કરવા જતાં કાર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના […]

લખતરનો ઐતિહાસિક કિલ્લો બન્યો જર્જરિત, તંત્રની લાપરવાહી સામે લોકોમાં રોષ

સુરેન્દ્રનગરઃ  જિલ્લાનું લખતર શહેર ઐતિહાસિક છે. શહેર ફરતે વર્ષો જુનો કિલ્લો આવેલો છે.અને કિલ્લાની અંદર વસેલું શહેર છે. આજે ધૂળેટીના દિવસે આ કિલ્લો 128 વર્ષનો થયો છે. રાજ્યનો એક માત્ર અકબંધ કહેવાતો કિલ્લો સંભાળના અભાવે જર્જરિત બન્યો છે. અનેક રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાને લેતું નથી. પરિણામે વારસાનો વૈભવ ખંડિત થઈ રહ્યો છે. કિલ્લાના પથ્થરો […]

લખતર નજીક એસટી અને ખાનગી બસ વચ્ચે અકસ્માતઃ એકનું મોત

સુરેન્દ્રનગર:   જિલ્લાના  લખતર- સુરેન્દ્રનગર  હાઇ- વે પર આજે સવારે એસટી બસ અને ખાનગી બસ વચ્ચે એક મોટો અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે સુરેન્દ્રનગરથી ઉપડેલી સુરેન્દ્રનગર અમદાવાદ બસ લખતર નજીક છરાદ ગામ પાસે  ખાનગી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં એક સાથે 15થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે હોસ્પિટલમાં લઈ જતી વખતે એક વ્યક્તિનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code