1. Home
  2. Tag "Local Samachar"

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 30 IPS સાથે આજે કચ્છના સરહદી વિસ્તારમાં ગ્રામજનોને મળ્યા

હર્ષ સંઘવી ભૂજ પહોંચતા ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરાયુ, કચ્છના સરહદી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરીને ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો કોટેશ્વરમાં હર્ષ સંઘવી જવાનો સાથે સંવાદ પણ કરશે ભૂજઃ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે બે દિવસીય કચ્છ જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. હર્ષ સંઘવીનું ભુજના સર્કિટ હાઉસ ખાતે પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ […]

માવઠાને લીધે શાકભાજીની આવક ઘટતા ભાવમાં થયો તોતિંગ વધારો

શિયાળામાં શાકભાજી સસ્તા થવાને બદલે ભાવમાં વધારો થયો, શાકભાજીના જથ્થાબંધ વેપારીઓ આવક ઓછી હોવાનું કહી રહ્યા છે, લોકો મોંઘા ભાવનું શાકભાજી ખરીદવા મજબુર ભાવનગરઃ  દિવાળી બાદ શિયાળાનું આગમન થતાં જ લીલા શાકભાજીના ભાવમાં ઘટાડો થતો હોય છે. પણ દિવાળી બાદ પડેલા માવઠાને લીધે લીલા શાકભાજીના ભાવમાં અસામાન્ય વધારો નોંધાયો છે. યાર્ડમાં શાકભાજીની આવક ઘટી ગઈ […]

સુરતમાં નકલી દસ્તાવેજો બનાવીને સરકારી જમીન કરોડોમાં વેચવાનું કૌભાંડ, 3ની ધરપકડ

100 કરોડની સરકારી જમીન 15 કરોડમાં વેચવાનો પ્લાન ઘડ્યો હતો, મહેસુલ વિભાગના ખોટા સહી-સિક્કા સાથે ફેક ડોક્યુમેન્ટ બનાવ્યા હતા, એક વેપારી પાસેથી જમીન વેચવાનું કહી 12 કરોડ ખંખેરી લીધા હતા સુરતઃ ઔદ્યોગિક નગરી ગણાતા સુરત શહેર અને આજૂબાજુના વિસ્તારામાં જમીનના ભાવો આસમાને પહોંચ્યા છે. ત્યારે જમીન વેચાણોમાં કૌભાંડો પણ થઈ રહ્યા છે. શહેરની ક્રાઈમ બ્રાન્ચના […]

અમદાવાદમાં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા નિવારવા AMC અસરકારક પગલાં લેશે

સિંધુભવન, બોપલ-આંબલી અને રાજપથને ઝીરો ટોલરન્સ ઝોન જાહેર કરાશે, શહેરમાં ફુટપાથનો સર્વે કરી ગ્રીલ લગાવવા સૂચના, શહેરમાં કેટલાક કોમર્શિયલ કોમ્પ્લેક્સ, મોલ વગેરે પાસે પાર્કિંગની પૂરતી સુવિધા જ નથી અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. તેના લીધે શહેરના દરેક વિસ્તારોમાં ટ્રાફિક અને વાહન પાર્કિંગની સમસ્યા માથાના દુઃખાવારૂપ બનતી જાય છે. લોકો […]

ગુજરાતમાં કમોસમી વરસાદે વિદાય લીધી, હવે માછીમારોને દરિયો ખેડવાની મંજુરી

હવે તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થતાં ઠંડીનું જોર વધશે, કેટલાક વિસ્તારોમાં પરોઢે ધૂમ્મસભર્યુ વાતાવરણ રહેશે, દરિયાકાંઠા વિસ્તારોમાં બારે પવન ફુંકાવવાની શક્યતા અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ ડિપ્રેશન શમી જતા ગુજરાતમાંથી કમોસમી વરસાદે વિદાય લીધી છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં કોઈપણ સ્થળે વરસાદ નોંધાયો નથી. રાજ્યમાં હવે ઉત્તર-પૂર્વિય શિયાળુ પવન ફુંકાતા તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. અને આગામી […]

અમદાવાદના ન્યુ મણિનગર વિસ્તારમાં પેટ ડોગ જર્મન શેફર્ડે બે બાળકો પર કર્યો હુમલો

મહિલા પાલતુ કૂતરાને લઈને પાર્કિંગમાંથી જતી હતી, કૂતરાને જોઈને બાળકો ભાગતા પાછળ કૂતરાએ દોડ મુકી, એક બાળક નીચે પડી જતાં કૂતરાએ એના દાંત બેસાડી દીધા અમદાવાદઃ શહેરના ન્યૂ મણિનગર વિસ્તારમાં પાલતુ ડોગએ બાળકો પર હુમલો કર્યાનો બનાવ બન્યો છે. ન્યુ મણિનગર વિસ્તારામાં  ડૂન રિવેરા સ્કૂલ પાસે આવેલા શરણમ એલિગન્સમાં પેટ ડોગ જર્મન શેફર્ડે બે બાળક […]

સોમનાથ મહાદેવજીના મંદિરમાં ગત મધરાતે સર્જાયો અમૃત વર્ષા સંયોગ

ચંદ્ર સોમનાથ મહાદેવની પોતાની પ્રભા એટલે કે પ્રકાશથી કરે છે અભિષેક, દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે સંયોગ, સંયોગના દર્શન કરવા દેશ-વિદેશના શ્રદ્ધાળુ પ્રતિવર્ષ સોમનાથ પહોંચે છે સોમનાથઃ  કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ  સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રીના 12 કલાકે અદભુત ખગોળીય સંયોગ રચાય છે. […]

બિહાર ચૂંટણીઃ લખીસરાયમાં બૂથ કેપ્ચરીંગની સૂચના મળતા પોલીસ દોડતી થઈ, ચૂંટણીપંચે કાર્યવાહનો કર્યો આદેશ

પટનાઃ બિહાર વિધાનસભાની 121 બેઠકો ઉપર મતદાન દરમિયાન લખીસરાય જિલ્લાના ખુડિયારી ગામમાં બુથ કેપ્પચરીંગની સૂચના મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા એસપી અજયકુમાર પોલીસ અધિકારી-કર્મચારીઓ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને મતદાન પ્રક્રિયાને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવાના નિર્દેશ કર્યાં હતા. તેમજ સુરક્ષા દળાઓ […]

સુરેશ રૈના અને શિખર ધવન સામે EDની કાર્યવાહી, 11 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત

નવી દિલ્હી: ED એ ભૂતપૂર્વ ક્રિકેટરો શિખર ધવન અને સુરેશ રૈના સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે અને તેમની 11.14 કરોડ રૂપિયાની સંપત્તિ એસ્થાયી રૂપે જપ્ત કરી છે. ED ની તપાસમાં ખુલાસો થયો છે કે બંને ભૂતપૂર્વ ક્રિકેટરોએ વિદેશી કંપનીઓ સાથે કરાર કરીને ગેરકાયદેસર સટ્ટાબાજી પ્લેટફોર્મ 1xBet ને પ્રોત્સાહન આપ્યું હતું. ધવન અને […]

અનૈતિક શબ્દોનો ઉપયોગ કરતી વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂકાશે, સરકાર ટૂંક સમયમાં માર્ગદર્શિકા જારી કરશે

નવી દિલ્હી: સરકારે પોર્નોગ્રાફિક વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂકવા માટે ઘણી વખત પ્રયાસ કર્યા છે, પરંતુ સફળતા મળી નથી. આ બધા વચ્ચે, કેન્દ્ર સરકાર હવે એવી સામગ્રી પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે જેમાં સંબંધો વચ્ચેના અનૈતિક સંબંધોને લગતા શબ્દોનો ઉપયોગ કરતી સામગ્રી પ્રસારિત થાય છે. સરકાર ટૂંક સમયમાં સર્વિસ પ્રોવાઇડર્સ (ISPs) ને સંબંધો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code