1. Home
  2. Tag "MAHARASHTRA"

મહારાષ્ટ્રમાં 60 ટકા જેટલુ અને ઝારખંડમાં 70 ટકા જેટલુ મતદાન

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા માટે સવારે 7 કલાકે મતદાન શરૂ થયું હતું અને સાંજના છ વાગ્યા સુધી ચાલ્યું હતું. મહારાષ્ટ્રમાં પાંચ વાગ્યા સુધી 58 ટકા અને ઝારખંડમાં 68 ટકા જેટલુ મતદાન થયું હતું. સાંજે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધી એકંદરે મહારાષ્ટ્રમાં 60થી 65 ટકા અને ઝારખંડમાં 70થી 75 ટકા જેટલુ મતદાન થયાનું જાણવા […]

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીઃ ચૂંટણીપંચ દ્વારા એક હજાર કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરાઈ

નવી દિલ્હીઃ આ વખતે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી અને પેટાચૂંટણીમાં મતદારોને લલચાવવા માટે કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોતાની પકડ વધુ મજબુત બનાવી છે. તેમજ પંચે રૂ. 1,000 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. આ રકમ 2019ની મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી કરતાં સાત ગણી વધારે છે. આ વખતે મહારાષ્ટ્ર અને ઝારખંડમાંથી કુલ 858 […]

મહારાષ્ટ્રમાં ચૂંટણીપંચના ફ્લાઈંગ સ્કવોડે અમિત શાહના હેલિકોપટરની તપાસ કરી

મુંબઈઃ મહારાષ્ટ્રના હિંગોલીમાં ગૃહમંત્રી અમિત શાહના હેલિકોપ્ટરની તલાશીનો મામલો સામે આવ્યો છે. ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્કવોડે અમિત શાહની બેગ અને હેલિકોપ્ટરની તલાશી લીધી હતી. આ પહેલા લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર દરમિયાન પણ શાહના હેલિકોપ્ટરની તલાશી લેવામાં આવી હતી. આયોગે બિહારના કટિહારમાં આ કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે 12 નવેમ્બરે ઉદ્ધવ ઠાકરેના હેલિકોપ્ટરની બીજી વખત […]

મહારાષ્ટ્ર: શું લોરેન્સ બાબા સિદ્દીકીની સીટ પરથી ચૂંટણી લડશે? આ પાર્ટી લડવાની તૈયારી કરી રહી છે

મહારાષ્ટ્રમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી પહેલા ફરી એકવાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામની ચર્ચાએ જોર પકડ્યું છે. હકીકતમાં, ચૂંટણી પંચમાં નોંધાયેલ રાજકીય પક્ષ ઉત્તર ભારતીય વિકાસ સેનાએ લોરેન્સ બિશ્નોઈ વતી નામાંકન ભરવા માટે રિટર્નિંગ ઓફિસર પાસે એબી ફોર્મની માંગણી કરી હતી. તમને જણાવી દઈએ કે નોમિનેશન ફાઈલ કરવા […]

મહારાષ્ટ્ર: વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને આંચકો, બાબા સિદ્દીકીનો પુત્ર NCPમાં જોડાયો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી પહેલા એનસીપીના દિવંગત નેતા બાબા સિદ્દીકીના પુત્રએ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. મુંબઈ યુથ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ જીશાન સિદ્દીકી હવે NCPમાં જોડાઈ ગયા છે. તે એનસીપીમાં જોડાયા પછી જ પાર્ટીએ પૂર્વ બાંદ્રા મતવિસ્તારમાંથી જીશાનની ઉમેદવારીની જાહેરાત કરી. તેમના સિવાય ભાજપના પૂર્વ સાંસદો સંજયકાકા […]

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં આદ આદમી પાર્ટી નહીં ઝંપલાવે !

મુંબઈઃ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા માટે ચૂંટણીનું બ્યુગલ વાગી ચુક્યું છે. રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં જોતરાઈ છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. પાર્ટીએ ચૂંટણી લડવા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સૂત્રોનું કહેવું છે કે આમ આદમી પાર્ટી મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી નહીં લડે. આમ આદમી પાર્ટી પોતાનું […]

મહારાષ્ટ્રઃ 1200 કરોડની છેતરપિંડીના કેસમાં IPS ભાગ્યશ્રી નવટકે ફસાયા, CBIએ કેસ દાખલ કર્યો

IPS અધિકારી ભાગ્યશ્રી નવટકે પુણેની સહકારી ક્રેડિટ સોસાયટી દ્વારા આચરવામાં આવેલા 1200 કરોડના છેતરપિંડીના કેસમાં ફસાયા છે. સીબીઆઈએ તેની સામે બનાવટી અને ગુનાહિત કાવતરાના આરોપમાં કેસ નોંધ્યો છે. તેમના પર છેતરપિંડીના કેસની તપાસમાં નિયમોનો દુરુપયોગ કરવાનો આરોપ છે. હકીકતમાં, 2015માં જલગાંવની ભાઈચંદ હીરાચંદ રાયસાની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીએ લોકોને વધુ સારા વળતરનો દાવો કરીને કરોડો રૂપિયાનું […]

કોંગ્રેસે અશોક ગહેલોત અને સચિન પાયલોટને મહારાષ્ટ્રમાં સોંપી મહત્વની જવાબદારી

નવી દિલ્હીઃ ચૂંટણીપંચ દ્વારા આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. બંને રાજ્યમાં ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો પણ રણનીતિ તૈયાર કરવાની કામગીરી આરંભી દીધી છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા મહારાષ્ટ્રમાં સિનિયર નેતા અશોક ગહેલોત અને સચિન પાયલોટને મહત્વની જવાબદારી સોંપી છે. રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગહેલોત અને નાયબ મુખ્યમંત્રી […]

મહારાષ્ટ્રમાં 5 વર્ષમાં 3 મુખ્યમંત્રી બન્યાં, વિધાનસભાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની સાથે જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગત વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ શિવસેના અને ભાજપા વચ્ચે ગઠબંધન તુડતા શિવસેનાએ કોંગ્રેસ તથા એનસીપી સાથે મળીને સરકાર બનાવી હતી. જો કે, એનસીપી અને શિવસેનામાં પણ બે ભાગ પડી ગયા હતા. જે બાદ બંને રાજકીય પક્ષોના બળવાખોર નેતાઓએ ભાજપા સાથે મળીને સરકાર બનાવી […]

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર

મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં યોજાશે મતદાન ઝારખંડમાં બે તબક્કામાં યોજાશે મતદાન 23મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થયા બાદ હવે અન્ય બે રાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીપંચ દ્વારા મહારાષ્ટ્ર અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. મહરાષ્ટ્રમાં એક તબક્કામાં અને ઝારખંડમાં બે તબક્કામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code