1. Home
  2. Tag "MAHARASHTRA"

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં બે મહિલા નક્સલીઓ ઠાર, સુરક્ષા દળોને મોટી સફળતા

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ કમાન્ડો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે મહિલા નક્સલીઓ માર્યા ગયા હતા. ઘટનાસ્થળેથી એક AK-47 સહિત અનેક હથિયારો મળી આવ્યા હતા. જાણકારી મુજબ, ગઢચિરોલી પોલીસે એટાપલ્લી તાલુકાના ઝામ્બિયા જંગલમાં ભીષણ એન્કાઉન્ટરમાં બે મહિલા માઓવાદીઓને મારી નાખ્યા છે. ગુપ્ત માહિતીના આધારે, C-60 ટીમો અને CRPFની 191મી બટાલિયને વિસ્તારને ઘેરી લીધો અને એક AK-47, […]

મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન દરમિયાન 4 લોકોના ડૂબી જવાથી મોત, 13 લોકો ગુમ

મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ગણેશ ઉત્સવની સમાપ્તિ પછી મૂર્તિઓના વિસર્જન દરમિયાન ઓછામાં ઓછા ચાર લોકો ડૂબી ગયા અને 13 અન્ય ગુમ થયા. આ સંદર્ભમાં, એક અધિકારીએ જણાવ્યું હતું કે પુણે જિલ્લાના ચાકણ વિસ્તારમાં ત્રણ અલગ અલગ ઘટનાઓમાં ચાર લોકો અલગ અલગ જળાશયોમાં વહી ગયા હતા. તેમણે કહ્યું કે વાકી ખુર્દમાં ભામા નદીમાં બે લોકો અને શેલ […]

અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગએ આજે અરુણાચલ પ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે ગુજરાત, કર્ણાટક, કેરળ, માહે, કોંકણ, ગોવા, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તેલંગાણા અને વિદર્ભમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરપૂર્વ ભારતમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે.દરમિયાન, ઉત્તરપશ્ચિમ ભારતમાં, હવામાન […]

મહારાષ્ટ્રમાં પૂરનો ખતરો: NDRF-SDRF તૈનાત

મુંબઈઃ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાત અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ, મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, અને ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક નદીઓ અને તળાવોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે ખાસ કરીને મુંબઈ, […]

મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરને કારણે ચાર દિવસમાં 21ના મોત

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરને કારણે છેલ્લા ચાર દિવસમાં 21 લોકોના મોત થયા છે. મુંબઈ, થાણે, પાલઘર કોકણ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં સતત ચોથા દિવસે પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.પૂરથી ગંભીર રીતે પ્રભાવિત નાંદેડ જિલ્લામાં જ આઠ લોકોના મોત થયા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈમાં લગભગ 300 મીલીમીટર જેટલો રેકોર્ડ વરસાદ પડ્યો […]

ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

મુંબઈઃ હવામાન વિભાગે ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી બે થી ત્રણ દિવસ સુધી જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘર માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. દિવસભર ભારે વરસાદ બાદ આજે […]

મહારાષ્ટ્રના મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ગમખ્વાર માર્ગ અકસ્માત, એક વ્યક્તિનું મોત

મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે, જ્યાં અનેક વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. અન્ય 17 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતને કારણે ખાલાપુર ટોલ પ્લાઝા સુધી એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પ્રારંભિક માહિતી અનુસાર, […]

મહારાષ્ટ્રમાં એક યુવકને રીલ બનાવવી ભારે પડી, કાર 300 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી

દેશભરમાં સ્ટંટ કરવાના કિસ્સાઓનો કોઈ અંત નથી. સ્ટંટના વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. મહારાષ્ટ્રના ગુજરાવાડી વિસ્તારમાં આવેલા પ્રખ્યાત પર્યટન સ્થળ ટેબલ પોઈન્ટ પરથી સ્ટંટ કરવાનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવક કાર સાથે સ્ટંટ કરતો જોવા મળે છે અને સ્ટંટ દરમિયાન યુવકની કારનું સંતુલન ખોરવાઈ જાય છે, […]

મહારાષ્ટ્રના આ ઐતિહાસિક કિલ્લાઓ, જેના પરથી તમે નજર હટાવી શકશો નહીં

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં લોનાવાલા નજીક આવેલો લોહાગઢ કિલ્લો મરાઠા સામ્રાજ્યના સમયનો છે. આ કિલ્લા સુધી પહોંચવા માટે ટ્રેકિંગ કરવું પડે છે. આવી સ્થિતિમાં, આ સ્થળ ટ્રેકિંગ પસંદ કરનારાઓ માટે પણ શ્રેષ્ઠ રહેશે. ચોમાસા દરમિયાન, અહીં ધોધ, વાદળો અને ટેકરીઓનો નજારો ખૂબ જ સુંદર લાગે છે. જૂનથી ફેબ્રુઆરી સુધી અહીં મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે […]

ફાઈનાન્સિયલ ફ્રોડમાં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર બાદ ત્રીજા ક્રમે ગુજરાત

દેશમાં ઈન્ટરનેટનો વપરાશ વધવાની સાથે સાઈબર ફ્રોડના કેસમાં વધારો થયો છે. ભારતમાં સાયબર ફ્રોડના સૌથી વધારે કેસ ઉત્તરપ્રદેશમાં નોંધાય છે. જે બાદ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સામે આવ્યાં છે. ટ્રાફિકમાં ડ્રાઈવિંગ કરતી વખતે કે ઑફિસ અવર્સમાં કે પ્રસંગમાં વ્યસ્તતા વચ્ચે રોજની બે પાંચ મિનિટો ખાઈ જતાં નકામા કે ફ્રોડના કૉલ્સ જીવનનો એક ભાગ બની ગયા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code