બનાસકાંઠાના લોકોની તકદીર કાંકરેજી ગાય, મહેસાણી ભેંસ અને બટાટા ઉત્પાદને બદલી છેઃ મોદી
                    પાલનપુરઃ સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરીએ એક જ જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં રૂ.600 કરોડથી વધુના ખર્ચે બનાવેલી બીજી ડેરીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાનના હસ્તે દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન (FM 90.4)નું લોકાર્પણ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

