1. Home
  2. ગુજરાતી
  3. ભારત જોડો યાત્રાઃ મધ્યપ્રદેશમાં મોદી… મોદીના નારા લગાવતા રાહુલે આપી કંઈક આવી પ્રતિક્રિયા
ભારત જોડો યાત્રાઃ મધ્યપ્રદેશમાં મોદી… મોદીના નારા લગાવતા રાહુલે આપી કંઈક આવી પ્રતિક્રિયા

ભારત જોડો યાત્રાઃ મધ્યપ્રદેશમાં મોદી… મોદીના નારા લગાવતા રાહુલે આપી કંઈક આવી પ્રતિક્રિયા

0
Social Share

નવી દિલ્હીઃ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે. દરમિયાન રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાંથી પસાર થઈ હતી, તે સમયે કેટલાક લોકોએ મોદી… મોદીના નારા લગાવ્યાં હતા. આ વખતે રાહુલ ગાંધીએ આપેલી પ્રતિક્રિયાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ‘ભારત જોડો યાત્રા’ કરી રહ્યા છે. આ યાત્રાના વીડિયો દરરોજ સામે આવી રહ્યા છે. દરમિયાન વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કેટલાક લોકો રાહુલ ગાંધીની સામે મોદી-મોદીના નારા લગાવી રહ્યા છે. આ લોકો પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો વીડિયો શેર કરી રહ્યા છે.

રાહુલ ગાંધી સાથે જોડાયેલો આ વીડિયો ભૂતકાળનો છે જ્યારે યાત્રા મધ્યપ્રદેશના અગર માલવાથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન યાત્રાને જોવા ઉભેલા કેટલાક લોકોએ મોદી-મોદીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. આ વખતે રાહુલ ગાંધીએ પહેલા હાથ હલાવીને ઈશારામાં જોરથી બોલવાનું કહ્યું હતું. આ પછી રાહુલ ગાંધીએ આ લોકોને ફ્લાઈંગ કિસ પણ કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથ પણ પાછળથી ચાલતા જોવા મળી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code