1. Home
  2. Tag "monsoon"

ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો, આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. દરમિયાન 24 કલાકમાં લગભગ 173 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં આખી રાત ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દરમિયાન અમદાવાદ શહેરમાં લગભગ સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધારે આણંદના ખંભાતમાં પાંચ ઈંચ જેટલો […]

ગુજરાતમાં અત્યાર સુધીમાં 40.46 લાખ હેક્ટરમાં થયું ખરીફ પાકોનું વાવેતર

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન સાથે જ સાર્વત્રિક વરસાદ થતા રાજ્યના ખેડૂતો ખુશ-ખુશાલ થયા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ગત અઠવાડિયા દરમિયાન વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર શરુ કરી દીધું છે. રાજ્યના ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ લાભદાયી નીવડશે. રાજ્યમાં વરસાદનું […]

ગુજરાતમાં તા. 6મી જુલાઈ બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે વરસાદી માહોલ જામ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં 32 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. આજે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ લીધો હતો. તેમજ વરસાદનું જોર ઘડ્યું છે. દરમિયાન હવામાન વિભાગે તા. 6 જુલાઈથી ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે સવારે […]

ગુજરાતમાં મેઘરાજાનું જોર ઘટ્યું, સરેરાશ 32 ટકા જેટલો વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરમિયાન આજે મેઘરાજાએ વિરામ લીધો હતો. વરસાદનું જોર ઘટતા સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની જનતાએ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યમાં અત્યાર સીધીમાં 32 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. કચ્છમાં અત્યાર સુધીમાં સૌથી વધારે 87 ટકા જેટલો વરસાદ નોંધાયો […]

ચોમાસામાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ ડેસ્ટિનેશન છે પરફેક્ટ

ચોમાસાની સિઝન આવી ગઈ છે. જો કે હજુ પણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. જો તમે આ સિઝનમાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો અહીં અમે તમને મોનસૂન સ્પેશિયલ ડેસ્ટિનેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમે ચોમાસાની ઋતુમાં દાર્જિલિંગ જવાનો પ્લાન પણ બનાવી શકો છો. દાર્જિલિંગમાં ફરવાની સાથે તમે અહીં સુંદર પહાડોનો નજારો પણ […]

ચોમાસામાં ખરતા વાળની સમસ્યાને અવગણશો નહીં, આ ઉપાયોથી કરો બચાવ

ચોમાસાની ઋતુ શરદીથી તો રાહત આપે જ છે, પરંતુ તેની સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે. આ ઋતુમાં ત્વચા અને વાળને લગતી ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. ભેજમાં પરસેવાને કારણે વાળ ચીકણા થઈ જાય છે. જેના કારણે વાળ તૂટે છે અને ખરવા લાગે છે. વાળ ગુંચવાઈ જાય છે. આ સિઝનમાં વાળ ફ્રીઝી […]

ચોમાસાની સિઝનમાં ઈલેક્ટ્રીક વાહનોની ખાસ કાળજી રાખવી જરુરી

ચોમાસાની શરૂઆત અનેક લોકો માટે વિવિધ પ્રકારની ચિંતાઓ લઈને આવે છે. માર્ગો પર પાણી ભરાવાથી વાહનચાલકો પરેશાન થાય છે. ઉલટાનું ક્યારેક બેઝમેન્ટ પાર્કિંગ અને કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જાય છે જેના કારણે વાહનોને નુકસાન થાય છે. જો કે, રસ્તા પર ઇલેક્ટ્રિક કારની વધતી સંખ્યા સાથે, કેટલાક લોકો અન્ય કરતા વધુ ચિંતિત છે. ચોમાસામાં પણ ઇલેક્ટ્રિક […]

ગુજરાતમાં વરસાદી માહોલઃ વલસાડના ધરમપુર અને જૂનાગઢના ભેંસાણમાં ધોધમાર વરસાદ

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન આજે છ કલાકના સમયગાળામાં 128 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં તેમજ જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં  152 મિ.મી. એટલે કે 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વિસાવદર તાલુકામાં 137 મિ.મી., ધારીમાં 130 મિ.મી., ખેરગામ તાલુકામાં 112 મિ.મી. અને પારડીમાં 98 મિ.મી. […]

અમદાવાદમાં વરસાદે વિરામ લેતા શહેરીજનોએ લીધો રાહતનો શ્વાસ

અમદાવાદઃ શહેરમાં ચોમાસાના પ્રારંભ સાથે જ વરસાદી માહોલ જામ્યો છે, ગઈકાલે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. શહેરમાં રાત્રિના સમયે પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જો કે, રાહતની વાત એ છે કે, હાલ મેઘરાજાએ વિરામ લીધો છે અને શહેરમાં ઉઘાડ નીકળ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં સીઝનનો 10.69 […]

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે જળબંબોળની સ્થિતિ, રાજ્યના 111 તાલુકામાં 1થી 16 ઈંચ વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાના પ્રારંભ સાથે જ મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં 200 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના જૂનાગઢ અને જામનગર તથા કચ્છમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ કેટલાક ગામ બેટમાં ફેરવાતા સંપર્ક વિહોણા બન્યાં છે. આ ઉપરાંત અનેક માર્ગો વાહન-વ્યવહાર માટે બંધ કરાયાં હતા. ભારે વરસાદને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code