સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બે દિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સ યોજાશે
અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર અને હાઇકોર્ટના ન્યાયાધીશોના માર્ગદર્શન અન્વયે નેશનલ જ્યુડીશીયલ કોન્ફરન્સનું ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ 9 અને 10 એપ્રિલ, 2022ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા કોલોનીના ટેન્ટ સીટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમણ આ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે. […]