1. Home
  2. Tag "News Article"

સુરતના પલસાણા વિસ્તારમાં કેમિકલની ફેટકરીમાં લાગી ભીષણ આગ

ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ફેકટરીમાં કેમિકલ હોવાથી આગે વિકરાળરૂપ ધારણ કર્યું આગના ધૂમાડા દુર દુર સુધી દેખાયા સુરતઃ શહેરમાં આગ લાગવાના બનાવો વધતા જાય છે. ત્યારે પલસાણા વિસ્તારમાં વધુ એક આગને બનાવ બન્યો હતો. શહેરના પલસાણા વિસ્તારના મખીંગા ગામમાં આવેલી  બાલાજી કેમિકલ ફેક્ટરીમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ફેકટરીમાં કેમિકલ હોવાને […]

વરુણ ચક્રવર્તીએ ઇતિહાસ રચ્યો, બુમરાહને પાછળ છોડીને કારકિર્દીનું શ્રેષ્ઠ T20I રેટિંગ મેળવ્યું

નવી દિલ્હી: ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તી ICC મેન્સ T20I બોલર રેન્કિંગમાં નંબર 1 પર યથાવત છે, પરંતુ નવીનતમ રેન્કિંગમાં તે કારકિર્દીના શ્રેષ્ઠ રેટિંગ પર પહોંચી ગયો છે. વરુણે કારકિર્દીના શ્રેષ્ઠ રેટિંગ 818 પોઈન્ટ હાંસલ કર્યા છે. દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20I શ્રેણીની ત્રીજી મેચમાં બે વિકેટ લીધા બાદ વરુણને ICC રેન્કિંગમાં ફાયદો થયો છે. […]

યશસ્વી જયસ્વાલ હોસ્પિટલમાં દાખલ, IPL 2026 ની હરાજીના એક દિવસ પછી જ RR ને ઝટકો લાગ્યો

નવી દિલ્હી: ભારતીય ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સુપર લીગ મેચ પછી તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. યશસ્વીએ રાજસ્થાન ટીમ સામે 15 રનની ઇનિંગ રમી હતી, પરંતુ મેચ પછી તેની તબિયત બગડી ગઈ અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. અહેવાલો અનુસાર, યશસ્વી જયસ્વાલને તીવ્ર ગેસ્ટ્રોએન્ટેરિટિસ (પેટના ચેપ) ના કારણે અચાનક […]

શાપર-વેરાવળ નજીક ઓવરબ્રિજ બનાવવા સામે ગ્રામજનોનું ઢોલ-નગારા સાથે વિરોધ પ્રદર્શન

ઓવરબ્રિજ બનાવાશે તો બે લાખ લોકોને મુશ્કેલી પડશે ઓવરબ્રિજ બનતા ગામનું જંક્શન 500 મીટરથી વધી 2 કિલોમીટર દૂર જશે સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને મુશ્કેલી પડશે રાજકોટઃ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ નેશનલ હાઈવે નં.27 ઉપર કેપ્ટન ગેઈટ વેરાવળથી શિતળા માતાજીના મંદિર પારડી તરફ હાઈવે ઓથોરિટી દ્વારા ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવશે. તેનો શાપર-વેરાવળના ગ્રામજનોએ ભારે વિરોધ કર્યો છે. […]

970 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં સોનુ સૂદને ત્રીજી નોટિસ

કાનપુર: 10 દેશોના હજારોથી વધુ લોકો સાથે 970 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર રવિન્દ્રનાથ સોની વિરુદ્ધ ફરિયાદો વધી રહી છે, અત્યાર સુધીમાં તેમની સામે દસ કેસ દાખલ કરવામાં આવ્યા છે, જેમાં બે કેસનો સમાવેશ થાય છે જેમાં ઠગના સહ-અભિનેતા સૂરજ જુમાની પણ આરોપી છે. મહિલા સહિત ત્રણ પીડિતોએ પોલીસ કમિશનરને મળીને આ મામલે ફરિયાદ નોંધાવી […]

‘વંદે માતરમ અને ઇથોપિયાનું રાષ્ટ્રગીત ભૂમિને માતા કહે છે’, ઇથોપિયાની સંસદમાં પીએમ મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇથોપિયાની મુલાકાતે છે. ઇથોપિયન સંસદના સંયુક્ત સત્રને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ દેશને સિંહોની ભૂમિ ગણાવી અને કહ્યું કે તેઓ દેશમાં ઘર જેવું અનુભવ છે. ઉપરાંત, બંને દેશોના રાષ્ટ્રગીતોની સરખામણી કરતી વખતે, તેમણે કહ્યું કે બંને દેશોના રાષ્ટ્રગીતોમાં ભૂમિને માતા કહેવામાં આવી છે. ઇથોપિયન સંસદના સંયુક્ત સત્રને સંબોધતા, પીએમ મોદીએ કહ્યું કે […]

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ ગાંધીને રાહત મળતા ગુજરાત કોંગ્રેસની પદયાત્રા

પદયાત્રા ભાજપના કાર્યાલય તરફ લઈ જવાતા નેતાઓની પોલીસે અટકાયત કરી સત્યમેવ જયતેના નારા સાથે પદયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા નવા અંગ્રેજો સામેની લડાઈ છે, અમે ડરવાના અને ઝૂકવાના નથીઃ અમિત ચાવડા અમદાવાદઃ  નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીને કોર્ટ તરફથી રાહત મળતા અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે પદયાત્રાનું આયોજન […]

જામનગર નજીક આવેલું ખીજડિયા પક્ષી અભ્યારણ્ય પ્રવાસીઓ માટે આકર્ષક સ્થળ બન્યું

વર્ષ 2024-25માં 52,400 પ્રવાસીઓએ અભ્યારણ્યની મુલાકાત લીધી ખીજડિયા પક્ષી અભયારણ્ય મીઠા અને ખારા પાણીના સંગમ માટે વિશેષ ઓળખ ધરાવે છે રામસર દરજ્જા સાથે ખીજડિયા અભયારણ્ય ગુજરાતના ટકાઉ વિકાસનું જીવંત ઉદાહરણ   ગાંધીનગરઃ  ખીજડિયા પક્ષી અભયારણ્ય એ વર્ષ 2024-25 દરમિયાન 52,400થી વધુ પ્રવાસીઓને આકર્ષીને ગુજરાતના ઇકો-ટુરિઝમ ક્ષેત્રમાં પોતાની વિશિષ્ટ ઓળખ વધુ મજબૂત કરી છે. રાજ્યમાં વાઇબ્રન્ટ […]

ગુજરાત સરકારે છેલ્લા 5 વર્ષમાં અનુસૂચિત જાતિની 52 હજારથી વધુ દીકરીઓનું મામેરૂં ભર્યું

પાંચ વર્ષમાં 52 હજારથી વધુ અનુ.જાતિની દીકરીઓને રૂ. 60 કરોડથી વધુની સહાય, પુન: લગ્નના કિસ્સામાં પણ દીકરીઓને આ યોજનાનો લાભ મળી રહ્યો છે દીકરીના લગ્ન પ્રસંગે રૂ. 12.000ની સહાય લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે ગાંધીનગરઃ સુશાસનનો અર્થ માત્ર નીતિઓ બનાવવી જ નહીં, પરંતુ તે નીતિઓને સમાજના છેવાડાના નાગરિક સુધી પારદર્શિતા અને સંવેદનશીલતાથી પહોંચાડવી એ […]

સુરતમાં ટ્રાફિક પોલીસની ઝૂંબેશ, છેલ્લા 19 દિવસમાં 51000થી વધુ વાહનચાલકો દંડાયા

ટ્રાફિક પોલીસે રોંગ સાઈડમાં વાહન ચલાવતા ચાલકોને ટાર્ગેટ કર્યા પ્રતિદિન સરેરાશ 2687 વાહનચાલકોને ચલણ ફટકારવામાં આવે છે ટ્રાફિક પોલીસની હાજરી છતાંયે વાહનચાલકો નિયમોનું પાલન કરતા નથી સુરતઃ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં 28 નવેમ્બર 2025થી 16 ડિસેમ્બર 2025 સુધીના 19 દિવસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code