કોરોનાના કેસો વધતા હવે ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 50 ટકા પથારી સરકાર હસ્તક રહેશે
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો બીજો રાઉન્ડ ચિંતાજનક બની રહ્યો છે. દરરોજ 2000થી વધુ કેસ તેમજ 20થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. હાલમાં અમદાવાદ સિવિલ સહિત મોટાભાગની ખાનગી કોવિડ હોસ્પિટલો હાઉસફૂલ થઈ રહી છે. ત્યારે હવે સરકારે ખાનગી કોવિડ હોસ્પિટલની 50 ટકા પથારીઓ પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે. જેની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કરી હતી. […]


