1. Home
  2. Tag "Notice"

બળજબરીથી દંપતિના ધર્મપરિવર્તન મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે પોલીસને FIR નોંધવા સૂચના

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય મહિલા આયોગે મધ્યપ્રદેશના ડીજીપીને એક દલિત દંપતિને ધાર્મિક સંગઠન દ્વારા પૈસાની લાલચ આપીને ખ્રિસ્તી ધર્મમાં કથિત રીતે ધર્માંતરિત કરવા બદલ FIR નોંધવા નિર્દેશ કર્યો છે. પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ને લખેલા પત્રમાં, કમિશનના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે જો આરોપોની પુષ્ટિ થાય તો આરોપી એવા ધાર્મિક નેતાને કસ્ટડીમાં લેવા જોઈએ. કમિશને પોતાના નિવેદનમાં […]

અમદાવાદમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે 2077 એકમોને AMCની નોટિસ

અમદાવાદઃ શહેરમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે મ્યુનિ.કોર્પોરેશને ઝૂંબેશ હાથ ધરીને 2077 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. રાજ્ય સરકારે પર્યાવરણને નુકશાન કરે એવા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુક્યો છે. તેમ છતાં કેટલાક વેપારીઓ નિયમોનો ભંગ કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક એકમો અને વેપારીઓ દ્વારા સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરીને નિયમનો […]

મોરબી દૂર્ઘટનાનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, સરકાર અને નગરપાલિકા સહિતના પક્ષકારોને નોટિસ

અમદાવાદઃ મોરબી દુર્ઘટના મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને પ્રજા આ ઘટનાને હજુ ભુલી શક્યા નથી. દરમિયાન દિવાળીના વેકેશન બાદ હાઈકોર્ટમાં કાર્યવાહી આજથી શરૂ થઈ હતી. હાઈકોર્ટમાં પ્રથમ મોરબી દૂર્ઘટનાને લઈને શ્રદ્ધાંજલિ પાઠવીને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. જે બાદ મોરબી દૂર્ઘટના અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મોરબી દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં સુઓ […]

જમ્મુ-કાશ્મીરઃ પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને સરકારી બંગલો ખાલી કરવા નોટિસ અપાઈ

નવી દિલ્હીઃ પીડીપી પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને શ્રીનગરના ગુપકરમાં આવેલો સરકારી બંગલો ખાલી કરવા માટે નોટિસ જાહેર કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસન દ્વારા આ નોટિસ મોકલવામાં આવી છે. આ અંગે મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, થોડા દિવસ પહેલા તેમને સરકારી બંગલો ફેર વ્યૂ ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. આ આશ્ચર્યજનક નથી અને […]

ગુજરાતઃ આવકવેરા વિભાગે 7 હજાર કરદાતાઓને નોટિસ ફટકારવામાં આવી

અમદાવાદઃ રાજ્યમાં ઈન્કમટેક્સને લઈને આવકવેરા વિભાગ હરકતમાં આવ્યું છે અને સાત હજારથી વધુ કરદાતાઓને નોટિસ મોકલી હોવાનું જાણવા મળે છે. વર્ષ 2017-18માં થયેલા મોટા વ્યવહાર અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. IT રિટર્ન કોપી, ટેક્‍સની વિગત, બેંક-GSTની વિગત માંગવામાં આવી હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર સબ રજિસ્‍ટ્રાર કચેરીમાંથી ડેટા આઈટી વિભાગ પાસે આવ્‍યો […]

લો બોલો, બિહારના શ્રમજીવીને રૂ. 37.5 લાખ રકમ ભરવા આઈટીની નોટિસ મળી

નવી દિલ્હીઃ બિહારમાં દૈનિક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમજીવીને આવકવેરા વિભાગે 37.5 લાખની રકમ ભરવાની નોટિસ મોકલાઈ હોવાનું જાણવા મળે છે. આ શ્રમજીવી દરરોજ રૂ. 500 કમાઈને પરિવારનું ગુજરાન ચલાવે છે અને આવકવેરા વિભાગની નોટિસ જોઈને શ્રમજીવી પરિવાર ચોંકી ઉઠ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના ખગડિયા જિલ્લાના મધૌ ગામમાં રહેતા ગિરીશ યાદવ મજૂરી કરીને […]

ભારતમાં ગેરકાયદે વસવાટ કરતા 81 ચીની નાગરિકોને દેશ છોડવા નોટિસ

નવી દિલ્હીઃ સરહદ મુદ્દે ચીનની સેનાએ ભારતીય જવાનો ઉપર કરેલા હુમલા બાદ બંને દેશ વચ્ચે સંબંધમાં ખટાશ આવી છે. બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા અનેક ચીની કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન નિયમોનું ઉલ્લંધન કરીને ગેરકાયદે રીતે ભારતમાં રહેતા 81 ચીની નાગરિકોને ભારત છોડવા માટે નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. નોઈડામાં પોલીસે […]

નોટ્સબંધી વખતનો વ્યવહાર ભારે પડ્યો, 42000 જ્વેલર્સને 6 વર્ષ બાદ IT વિભાગની નોટિસ

અમદાવાદઃ દેશમાં નોટ્સબંધી બાદ કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો થયા હતા. તત્કાલિન સમયે  જ્વેલર્સ દ્વારા નોટોની હેરાફેરી થઈ હતી. ત્યારબાદ ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા જ્વેલર્સને નોટિસ પાઠવીને ખૂલાશો પૂછવામાં આવ્યો હતો. પરંતુ આ મામલે કાનુની કાર્યવાહીમાં સપડાયો હતો. અને તેનો નિવેડો આવી જતાં હવે 6 વર્ષ બાદ ઈન્કમ ટેક્સ વિભાગે ગુજરાતના 42000 જ્વેલર્સને નોટિસ પાઠવીને ખૂલાશો […]

ડીસામાં ઠેર-ઠેર ગંદા પાણીનો ભરાવો અને ગંદકી થતાં આરોગ્ય વિભાગે પાલિકાને નોટિસ ફટકારી

ડીસાઃ  શહેરમાં ચોમાસાની સીઝનમાં  ઠેર-ઠેર વરસાદી પાણીનો ભરાવો થવાથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. અગાઉ ભરાયેલા ગંદા પાણીનો નિકાલ કરવા અને ગટરોની સફાઈ કરાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા નગરપાલિકાને નોટિસ ફટકારી હતી. નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરીને પ્રિમોન્સુન પ્લાનિંગ અંતર્ગત ગટરો સહિત વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી કરવામાં […]

રાજ્ય સરકારને બોન્ડ આપ્યા બાદ ગાંમડાંમાં નોકરી કરવા ન માગતા 446 તબીબોને નોટિસ

અમદાવાદઃ રાજ્યની મેડિકલ કોલેજોમાં દાખલ થતી વખતે તબીબી સ્નાતક અભ્યાસક્રમ પૂરો થયા પછી ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ વર્ષ માટે પોતે સેવા આપશે તેવી લેખિત બાંહેધરી બોન્ડ સ્વરૂપમાં રાજ્ય સરકારને આપવી પડે છે. કારણ કે સરકાર મેડિકલ કોલેજો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, અને સરકાર એવી આશા રાખતી હોય છે. કે વિદ્યાર્થીઓ તબીબ બન્યા બાદ ત્રણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code