ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી 17 મી એપ્રિલે યોજાશે, ભાજપ પ્રથમવાર પેનલ ઉતારશે
પાલનપુરઃ બનાસકાંઠાના ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ સહકારી માળખામાં રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. મતદાન 17 એપ્રિલના રોજ યોજાશે, જ્યારે 18 એપ્રિલના રોજ માર્કેટ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. સૂત્રોના જણાવ્યા મુજબ ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે માર્કેટયાર્ડની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયુ છે. ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી […]