1. Home
  2. Tag "opposition"

નવા સંસદભવનના ઉદ્ઘાટનનો કોંગ્રેસ સહિતના વિપક્ષ બહિષ્કાર કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ દેશની નવી સંસદ તૈયાર થઈ ગઈ છે અને પીએમ નરેન્દ્ર મોદી 28 મેના રોજ તેનું ઉદ્ઘાટન કરવાના છે. દરમિયાન કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓ તેનો બહિષ્કાર કરે તેવી શક્યતા છે.  કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સૌથી પહેલા સવાલ ઉઠાવ્યો હતો કે, નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા શા માટે કરવામાં આવી રહ્યું છે. રાહુલ […]

ભારતથી પાકિસ્તાન પરત પહોંચેલા બિલાવલ ભુટ્ટો ઉપર વિપક્ષે પણ આકરા પ્રહાર કર્યાં

નવી દિલ્હીઃ શાંઘાઈ કોઓપરેશન કોન્ફરન્સમાં વિદેશ મંત્રીઓની બેઠકમાં આતંકવાદના મુદ્દે ઘેરાયા બાદ બિલાવલ ભુટ્ટો ઉપર પાકિસ્તાનના વિરોધ પક્ષે આકરા પ્રહાર કર્યાં હતા. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાને બિલાવલની મુલાકાતને પાકિસ્તાનના અપમાન સાથે જોડી છે. એટલું જ નહીં, તેમણે બિલાવલના આ પ્રવાસમાં આવતા ખર્ચ અને આર્થિક સંકટને લઈને પણ પાકિસ્તાન સરકાર પર નિશાન સાધ્યું છે. […]

ધોરણ-6ના દ્વિભાષી પુસ્તકો સામે શિક્ષણવિદોનો વિરોધ, સરકાર ભણતરનો ભાર વધારી રહી છે

અમદાવાદ:  ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો અમલ નવા શૈક્ષણિક સત્રથી શરૂ થઈ જશે. ખાસ તો બાળકોને ભાર વિનાના ભણતરની માત્ર વાતો જ કરવામાં આવે છે પરંતુ બાળકોના દફત્તરનો ભાર હળવો કરાતો નથી. દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા  દ્વિભાષી પુસ્તકો છાપવા મામલે ચાલી રહેલી વિચારણાના  વિવાદનો મધપુડો છંછેડાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ધોરણ-6ના દ્વિભાષી પુસ્તક છાપવા અંગે […]

બજેટમાં ટેક્સના નવા સ્લેબને કોંગ્રેસ સહિત વિપક્ષના કેટલાક નેતાઓએ આવકાર્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું સામાન્ય પરિવાર, ગરીબ, ખેડૂત, વિદ્યાર્થી, યુવાઓ અને દરેક વર્ગને સમાવી લેતુ હોવાનું ભાજપના નેતાઓ અને કેન્દ્રીયમંત્રીએ જણાવીને આવકાર્યું છે. દરમિયાન કોંગ્રેસના કેટલાક નેતાઓએ આવકાર્યું હતું. કોંગ્રેસના સિનિયર નેતા શશી થરૂરે જણાવ્યું હતું કે, બજેટમાં કેટલીક સારી બાબતો હતી, હું તેને સંપૂર્ણપણે નકારાત્મક નહીં કહીશ, પરંતુ હજુ પણ […]

ગુજરાતમાં હવે પાપડ અને ભૂંગળા પર પણ 18 ટકા GST આપવો પડશે, એસોએ કર્યો વિરોધ

સુરત: જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓ તેમજ ખાદ્ય વસ્તુઓ પર જીએસટી લાદવામાં આવતા તોના કારણે પણ મોંઘવારી વધી છે. હવે પાપડ અને શેકેલા ભૂંગળા પર પણ 18 ટકા GST લાગશે. તાજેતરમાં મળેલી 48મી GST કાઉન્સિલમાં પાપડ અને ફ્રાયમ્સ પર આ અંગે ક્લિયરન્સ અપાયું હતુ. જેનો   ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશને વિરોધ કરીને મુખ્યમંત્રીને પત્ર લખી GST ન લગાવવા […]

અમદાવાદના શાહપુરમાં મુસ્લિમ સમાજે ઔવસીનો કાળા વાવટા દેખાડીને વિરોધ કર્યો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી 5મી ડિસેમ્બરે યોજાશે, આ ચૂંટણી માટે આજે શનિવારના સાંજના પાંચ વાગ્યાથી પ્રચારના પડઘમ શાંત પડવાના હોવાથી તમામ પક્ષોએ મતદારોને રિઢવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. દરમિયાન AIMIMના વડા ઔવસી ચૂંટણી પ્રચાર માટે શાહપુર વિસ્તારમાં પગપાળા પ્રચાર માટે નિકળ્યા હતા. ત્યારે મુસ્લિમ સમાજે કાળા વાવટા ફરકાવીને ગો-બેકના નારાં લગાવીને ભારે […]

પાકિસ્તાનની સેનાના પ્રમુખ તરીકે આસિમ મુનીરની નિમણુંકથી સેનામાં જ વિરોધનો વંટોળ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં નવા સેના પ્રમુખ તરીકે લેફ્ટિનેટ જનરલ આસિમ મુનીરની પસંદગી સાથે જ પાકિસ્તાન આર્મીમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન આર્મીના ઉચ્ચ અધિકારીએ નિવૃત્તિ પહેલા રાજીનામું અપી દીધું છે. આ અધિકારી મુનીરની નિમણુંકથી નારાજ હતા. જનરલ અસીમ મુનીરને આગામી સીઓએએસ અને જનરલ સાહિર શમશાદ મિર્ઝાને આગામી સીજેસીએસસી તરીકે નિમણુંક કરી છે. લેફ્ટિનેટ જનરલ અઝહર […]

ગુજરાતમાં શિક્ષકોની 19000 જગ્યા ખાલી, ભરતી માત્ર 5100ની કરાતા ઉમેદવારોએ આપી ચીમકી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે વિદ્યાસહાયક ઉમેદવારોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અંદાજે 19000 ખાલી જગ્યાઓની સામે વિદ્યાસહાયકની માત્ર 5100 જગ્યાઓ ભરવામાં આવી છે. જ્યારે તેની સામે પ્રવાસી શિક્ષકોની 10500ની જગ્યાઓ ભરી દેવામાં આવી છે. જેને પરિણામે વિદ્યાસહાયકની લાયકાત ધરાવતા ઉમેદવારોને  અન્યાય થઈ રહ્યો […]

દીઓદરમાં ભાજપની નમો પંચાયતમાં સરકારે ગૌશાળાઓને સહાય ન ચુકવાતા વિરોધ કરાયો

પાલનપુરઃ રાજ્યમાં ગૌશાળાઓ અને પાંજરોપોળોને 500 કરોડની સહાય આપવાની સરકારે જાહેરાત કર્યાને મહિનાઓ વિત્યા છતાં હજુ સુધી સહાય આપવામાં આવી નથી. બીજીબાજુ સરકારે સહાયની જાહેરાત કર્યા બાદ ગૌશાળાઓને અને પાંજરાપોળોને દાતાઓ તરફથી મળતા દાન પણ બંધ થઈ ગયા છે. આથી પશુઓના નિભાવ માટે મુશ્કેલી ઊભી થઈ છે. ત્યારે બનાસકાંઠામાં વિરોધ ઊભો થયો છે. જિલ્લાના દિયોદરમાં […]

ઈંટ પર 12 ટકા GST લેવા સામે ઉત્પાદકોનો વિરોધ, ઓક્ટોબરથી ઉત્પાદન બંધ કરાશે

અમદાવાદઃ મકાનના બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટો પર સરકારે જીએસટી પાંચ ટકાથી વધારીને 12 ટકા કરી છે. ઉપરાંત ઈંટ ઉત્પાદન માટે ઝીગઝેગ પદ્ધતિનો ઉપયોગ કરવા તેમ જ એક યુનિટથી બીજા યુનિટ વચ્ચે 1 કિલોમીટરનું અંતર રાખવા, રહેઠાણ વિસ્તારથી યુનિટ 800 મીટર દૂર રાખવાના નિયમો લાગુ કર્યા છે. તેની સામે ગુજરાત બ્રિક્સ મેન્યુફેક્ચર્સ ફેડરેશને વિરોધ કર્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code