મેસેજ ટેમ્પ્લેટ્સનો દુરુપયોગ અટકાવવા માટે TRAI એક્સેસ પ્રોવાઈડર્સને નિર્દેશ કર્યો
નવી દિલ્હીઃ અનસોલિસીટેડ કોમર્શિયલ કોમ્યુનિકેશન (યુસીસી) એ લોકો માટે અસુવિધાનો મુખ્ય સ્ત્રોત છે અને વ્યક્તિઓની ગોપનીયતા પર અતિક્રમણ કરે છે. આને રોકવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) વિવિધ પગલાં લઈ રહી છે. TRAI એ ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશન્સ, 2018 (TCCCPR-2018) હેઠળ મેસેજ ટેમ્પ્લેટ્સનો દુરુપયોગ અટકાવવા માટે એક નિર્દેશ જારી કર્યો છે. […]


