1. Home
  2. Tag "pakistan"

કૂટનીતિમાં ભારતનો માસ્ટર સ્ટ્રોક, ઇરાનનું ચાબહાર બંદર 10 વર્ષ માટે લીઝ પર લીધું

ચીન અને પાકિસ્તાનને અશાંત કરવા માટે ભારતે મોટું પગલું ભર્યું છે. હા, ઈરાનનું ચાબહાર બંદર હવે આગામી દસ વર્ષ માટે ભારતનું બની ગયું છે. ભારતે સોમવારે ચાબહાર પોર્ટના સંચાલન માટે ઈરાન સાથે 10 વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારતનું આ પગલું ન માત્ર દેશને મધ્ય એશિયા સાથે વેપાર વધારવામાં મદદ કરશે, પરંતુ આ પગલું […]

પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે તો શું PoK છોડી દેવાનું? અમિત શાહનો કોંગ્રેસ-વિપક્ષને અણીયારો સવાલ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર પર તેમના નિવેદનને લઈને આકરા પ્રહાર કર્યાં હતા. મણિશંકરની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, જો પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે તો શું આપણે Pok છોડી દેવું જોઈએ? અમિત શાહે ઉત્તર પ્રદેશની […]

પાકિસ્તાનની ગોળીઓનો જવાબ તોપથી આપશે: અમિત શાહ

બેંગ્લોરઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે તેલંગાણા કોંગ્રેસ અને પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ હોવાના ડરથી કોંગ્રેસ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પર ભારતનું નિયંત્રણ છોડવા માંગે છે. રેલીને સંબોધિત કરતી વખતે અમિત શાહે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના નિવેદન પર વળતો […]

અમદાવાદઃ ચૂંટણીમાં ભય ફેલાવવા માટે પાકિસ્તાનની આર્મી કેન્ટોન્મેન્ટમાં ધમકી ઈમેલ કરાયાં હતા

અમદાવાદ: શહેરમાં ચૂંટણીના એક દિવસ પહેલા 36થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇ-મેઇલ કરવામાં આવ્યા હતા. જે સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી હતી. જેમાં ટેકનીકલ સર્વલન્સને આધારે કરવામાં આવેલી તપાસમાં પાકિસ્તાન કનેકશન સામે આવ્યું છે. પાકિસ્તાનના ફૈસલાબાદ શહેરમાં આવેલા આર્મી કેન્ટોન્મેન્ટમાંથી બે પાકિસ્તાનીઓ દ્વારા આ ઇ-મેઇલ કરવામાં આવ્યા હોવાનું ક્રાઇમબ્રાંચની તપાસમાં બહાર […]

કેજરિવાલની જેલમુક્તિથી મોદીની હાર થયાનું જણાવીને પાકિસ્તાની નેતાએ વ્યક્ત કરી ખુશી

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલનો લીકર પોલીસી કેસમાં વચગાળાના જામીન ઉપર છુટકારો થયો છે. એટલું જ નહીં ગઈકાલે સાંજે તેઓ જેલમાંથી બહાર પણ આવી ગયા છે. જેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની સાથે વિપક્ષી પાર્ટીમાં પણ ખુશી ફેલાઈ છે. જો કે, આમ આદમી પાર્ટીના નેતાઓ-કાર્યકરોની ખુશીમાં પાકિસ્તાન પણ જોડાયું છે. પાકિસ્તાનના નેતાએ […]

કોંગ્રેસ દેશવાસીઓને પાકિસ્તાનના અણુ બોમ્બના નામે ડરાવવાનો પ્રયાસ કરે છેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના ‘પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે’ના નિવેદનને લઈને આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ વારંવાર પોતાના જ દેશને ડરાવવાની કોશિશ કરે છે, કહે છે સાવધાન રહો, પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજે પાકિસ્તાનની હાલત એવી છે કે હવે […]

‘પાકિસ્તાન એક સંપ્રભુ રાષ્ટ્ર છે, તેની પણ ઇજ્જત છે, હાથમાં બંદુક રાખીને ફરવાથી ઉકેલ નહીં આવેઃ મણિશંકર ઐય્યર

લોકસભા ચૂંટણી 2024 વચ્ચે કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જેના કારણે કોંગ્રેસ પાર્ટીને નુકસાન વેઠવું પડી શકે છે. મણિશંકર અય્યરે ફરી એકવાર પાકિસ્તાન પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ભારતે પાકિસ્તાન સાથે વાતચીત કરવી જોઈએ અને તેને ઈજ્જત આપવી જોઈએ કારણ કે તેમની પાસે એટમ બોમ્બ […]

અમદાવાદની શાળાઓને ધમકી ભર્યા ઈમેલ પાકિસ્તાનથી કરાયાં હતા, પોલીસ તપાસમાં ઘટસ્ફોટ

અમદાવાદઃ અમદાવાદની 28થી વધુ શાળાઓને 6 મેના રોજ મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈ-મેલના કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો દાવો છે કે, આવા તમામ ઈમેલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યા હતા. અગાઉ એવી શંકા હતી કે, ઈ-મેલમાં રશિયન ડોમેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દિલ્હી બાદ અમદાવાદની શાળાઓને 6 મેના રોજ ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા બાદ […]

‘કોંગ્રેસ પાકિસ્તાન અને આતંકવાદીઓ માટે ડિફેન્ડર બની ગઈ’, મણિશંકર ઐયરના નિવેદન પર ભાજપના પ્રહાર

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા મણિશંકર ઐયરે પાકિસ્તાન તરફી પ્રેમ દર્શાવતું નિવેદન કરતા વિવાદ સર્જાયો છે. દરમિયાન ભાજપાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં છે. તેમજ કહ્યું છે કે, કોંગ્રેસ પાકિસ્તાનનું પીઆર કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની કોંગ્રેસ પાકિસ્તાન અને પાકિસ્તાની આતંકવાદીઓને બચાવી રહી છે. મણિશંકર ઐયર અને સામ […]

પાકિસ્તાનના ગ્વાદરમાં ફરી એકવાર આતંકવાદી હુમલો, સાત વ્યક્તિના મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં દરરોજ આતંકી હુમલા થઈ રહ્યા છે. હવે ફરી એકવાર ગ્વાદરમાં આતંકીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં સાત વ્યક્તિના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીઓએ ગ્વાદરના સરાબંદમાં ફિશ હાર્બર જેટી પાસે રહેણાંક ક્વાર્ટર પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેના કારણે સૂતેલા સાત લોકોના મોત થયા હતા અને અન્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code