1. Home
  2. Tag "pakistan"

NRC માટે અરજી નહીં કરનારને નાગરિકતા મળશે તો રાજીનામું આપનાર પહેલો હોઈશ: આસામના CM

દિસપુર: આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટને લઈને મંગળવારે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યુ છે કે જો એનઆરસી માટે અરજી નહીં કરનાર વ્યક્તિને નાગરિકતા મળી ગઈ, તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, આસામના મુખ્યમંત્રીએ કહ્યુ છે કે જો એનઆરસી માટે અરજી નહીં કરનાર કોઈ વ્યક્તિને નાગરિકતા […]

સરકારના નોટિફિકેશન બાદ દેશભરમાં સીએએ લાગુ, 3 દેશોના બિનમુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિકતા

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદાનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ મોટું પગલું છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ મોટું પગલું છે. તેના પ્રમાણે હવે ત્રણ પાડોશી દેશોની લઘુમતીઓને ભારતની નાગરિકા મળી શકશે. તેના માટે તેમને કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા ઓનલાઈન પોર્ટલ પર અરજી […]

કર્ણાટક વિધાનસભા સંકુલમાં પાકિસ્તાન જીંદાબાદના સુત્રોચ્ચાર મામલે ફોરેન્સિક રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

બેંગ્લુરુઃ કર્ણાટક વિધાનસભા સંકુલમાં રાજ્યસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસના ઉમેદવારોના જીતને પગલે પાકિસ્તાન જીંદાબાદના સુત્રોચ્ચાર કરવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનાનો વીડિયોના ફોરેન્સિંક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયાનું જાણવા મળે છે. આક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. કર્ણાટક વિધાનસભા સંકુલમાં પાકિસ્તાન જીંદાબાદના સુત્રોચ્ચાર થયાં હતા. મીડિયા રિપોર્ટએ સુત્રોના આધારે દાવો […]

કર્ણાટક કોંગ્રેસના નેતાએ પાકિસ્તાન તરફી પ્રેમ વ્યક્ત કર્યો!

બેંગ્લોરઃ દેશમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણી સંપન્ન થઈ છે અને વિવિધ રાજ્યકીય પક્ષો લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં જોતરાઈ ચુક્યાં છે. કર્ણાટકમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 3 ઉમેદવારની જીત થઈ હતી. આ દરમિયાન પાકિસ્તાન જીંદા બાદના સુત્રોચ્ચાર થયાં હતા. હવે કોંગ્રેસના એક નેતાએ પાકિસ્તાનને પડોશી દેશ તરીકેને વર્ણવીને પાકિસ્તાન તરફી પોતાની લાગણીઓ વ્યક્ત […]

CM બન્યા બાદ મરિયમે પિતા નવાઝ શરીફના ચરણસ્પર્શ કર્યા, પાકિસ્તાનમાં મજહબના નામે શરૂ થઈ બબાલ!

લાહોર: પાકિસ્તાનના પંજાબ રાજ્યમાં પહેલીવાર મુખ્યમંત્રી બનેલા મરિયમ નવાઝના એક વીડિયોના વાયરલ થયા બાદ બબાલ શરૂ થઈ છે. આ વીડિયો પર પાકિસ્તાનની કટ્ટરપંથી જમાતે તેમને તેમના ધર્મને લઈને સવાલ પણ પુછયો છે. મરિયમ નવાઝનો એક વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોવા મળે છે કે મરિયમ નવાઝ પિતા નવાઝ શરીફના ચરણસ્પર્શ કરીને આશિર્વાદ […]

ઈરાને પાકિસ્તાનમાં કરી મોટી કાર્યવાહી, જૈશ-અલ-અદલના ચીફ સહીત કેટલાક આતંકીઓનો કર્યો ખાત્મો

તહેરાન: ઈરાન અને પાકિસ્તાન વચ્ચે વિવાદ વધ્યો છે. ઈરાનના સૈન્ય દળોએ પાકિસ્તાની ક્ષેત્રમાં આતંકવાદી જૂથ જૈશ-અલ-અદલના કમાન્ડર ઈસ્માઈલ શાહ બક્સ અને તેના કેટલાક સાથીદારોને ઠાર કર્યા છે. ન્યૂઝ ચેનલ ઈરાન ઈન્ટરનેશનલ ઈંગ્લિશે શનિવારે આનો દાવો કર્યો હતો. ઈરાન અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં ઘણો તણાવ છે. ઈરાને એક માસ પહેલા પણ પાકિસ્તાની સીમામાં ઘૂસીને જૈશ-અલ-અદલના ઠેકાણાઓ […]

પાકિસ્તાન માટે ઉનાળો વધારે આકરો રહેશે, પંજાબમાં શાહપુરકંડી બેરેજનું કામ પૂર્ણ થયું

નવી દિલ્હીઃ આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની જનતા માટે આગામી ઉનાળો વધારે આકરો રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ખરેખર, પંજાબમાં શાહપુરકાંડી બેરેજ ડેમનું કામ પૂર્ણ થઈ ગયું છે. તેમજ તળાવના કેચમેન્ટ એરિયામાં ટ્રાયલ તરીકે પાણી ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. શાહપુરકંડી બેરેજ ડેમ રણજીત સાગર ડેમ પ્રોજેક્ટનું બીજું એકમ છે. આ […]

ઈસ્લામાબાદને પખ્તૂનિસ્તાન બનાવવાની ધમકી? :પ્રોજેક્ટ તાલિબાન પાકિસ્તાનને ભારે પડયો, તાલિબાનોની નવા ટુકડા કરવાની ધમકી!

કાબુલ : અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના ઉપવિદેશ મંત્રી શેર મોહમ્મદ અબ્બાસે પાકિસ્તાનને 1971ની જેમ ટુકડા થવાની ધમકી આપી છે. અબ્બાસે કહ્યુ છે કે જો અફગાનીઓ પર અત્યાચારો થતા રહેશે, તો 1971ની જેમ તેના ફરીવાર ટુકડા થશે. 1971માં પૂર્વ પાકિસ્તાન અલગ થયું અને બાંગ્લાદેશ બન્યું હતું. પાકિસ્તાન પોતાના ક્ષેત્રોમાંથી અફઘાનીઓને ખદેડી રહ્યું છે. ત્યારે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના […]

આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થતા પાકિસ્તાનની તિજોરી એપ્રિલ સુધીમાં ખાલી થવાની ભીતિ

નવી દિલ્હીઃ પાકિસ્તાન અત્યારે આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દરમિયાન વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે પાકિસ્તાનનું ક્રેડિટ રેટિંગ ઘટાડ્યું છે. મૂડીઝના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટને કારણે તેને ગંભીર આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. તેમજ આવનારી સરકાર સામે દેશને ગંભીર આર્થિક સંકટમાંથી ઉગારવાનો મોટો પડકાર હશે. મૂડીઝનો દાવો છે કે, […]

પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં ગરબડીના આક્ષેપો વચ્ચે આખો દિવસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ રહ્યું

નવી દિલ્હીઃ તાજેતરમાં પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જોકે, ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં વિલંબ થયા બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો સિલસિલો શરૂ થયો હતો. ઘણા પક્ષોએ પરિણામોને ગડબડીનો આરોપ લગાવ્યો છે. એક તરફ પીટીઆઈ ચૂંટણીમાં ધાંધલધમાલનો આરોપ લગાવીને વિરોધ કરી રહી છે. બીજી તરફ, સમાચાર આવી રહ્યા છે કે, પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આખા દિવસ માટે પ્રતિબંધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code