1. Home
  2. Tag "pakistan"

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 1લી માર્ચે લાહોરમાં મેચની શકયતા, BCCIએ નથી આપી મંજુરી

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આવતા વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે, જેમાં 10 માર્ચ અનામત દિવસ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ માટે વિન્ડો શોધવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આવતા વર્ષે 1 માર્ચે લાહોરમાં કટ્ટર હરીફ ભારત સામેની ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેમની ટીમની મહત્વપૂર્ણ મેચ ફિક્સ કરી દીધી […]

હેડલાઈન્સઃ પાકિસ્તાનના કરાચીમાં કાળઝાળ ગરમીથી પ્રજા ત્રસ્ત, 450થી વધારે મોત

રાષ્ટ્રપતિએ સરકારના કર્યા વખાણ નવી સરકારની રચના બાદ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ   સંસદના સંયુક્ત સત્રને કર્યું  સંબોધન…. ૫૦ મીનીટના અભિભાષણમાં    ભારતની પ્રગતિ,  આગામી આયોજનને લઈને કર્યા તેમની સરકારનાં વખાણ… અડવાણીને હોસ્પિટલમાંથી અપાઈ રજા પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત સુધરતાં ઐમ્સ માંથી આપી રજા.. જૈફ વય સંબંધી હતી શારીરિક તકલીફ… રાજ્યમાં ભારે વરસાદની આગાહી […]

મહિલા ટી-20 એશિયા કપ : ભારત 19 જુલાઈએ પાકિસ્તાન સામે ટકરાશે

નવી દિલ્હીઃ મહિલા ટી-20 એશિયા કપ 2024ની શરૂઆત 19 જુલાઈએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચથી થશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) એ ટૂર્નામેન્ટના શેડ્યૂલની જાહેરાત કરી છે. ભારત અને પાકિસ્તાન દિવસની બીજી મેચ માટે મેદાનમાં ઉતરશે, જ્યારે પ્રથમ દિવસે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) નો સામનો નેપાળ સામે થશે. આઠ ટીમોની આ ટુર્નામેન્ટમાં ભારતને યુએઈ […]

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીરનો ઉલ્લેખ કરનાર પાકિસ્તાને ભારતનો સણસણતો જવાબ

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાને કાશ્મીરનો ઉલ્લેખ કર્યા બાદ ભારતે ભારે નારાજગી વ્યક્ત કરી છે. ભારતે આવા પાયાવિહોણા અને ખોટા નિવેદનો માટે પાડોશી દેશની આકરી ટીકા કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના મંત્રી પ્રતીક માથુરે જણાવ્યું હતું કે, આજે એક પ્રતિનિધિમંડળે પાયાવિહોણી અને ખોટી વાર્તાઓ ફેલાવવા માટે આ પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો છે. જો કે, […]

પાકિસ્તાને UN માં ફરી આલોપ્યો કાશ્મીર રાગ, ભારતે આંતકવાદ અને લઘુમતી મામલે પાકિસ્તાનને આડેહાથ લીધુ

નવી દિલ્હીઃ દેવાની જાળમાં ફસાયેલ અને ચીનના ઈશારે કામ કરીને પાકિસ્તાન સતત કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવી રહ્યું છે. જો કે, તેને ભારતીય અધિકારીઓના સ્પષ્ટ જવાબોને કારણે વિવિધ મંચ ઉપર નીચે જોવાનો વારો આવે છે. હવે ફરી જ્યારે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે ત્યારે ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતની પ્રથમ […]

પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2024માંથી બહાર, પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીઓ હતાશ

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2024માં સુપર 8માં પહોંચવામાં નિષ્ફળ રહી છે. અમેરિકા અને ભારત સામેની મેચ હારવી પાકિસ્તાનને મોંઘી પડી છે. શુક્રવારે ફ્લોરિડાના લોડરહિલ ખાતે સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ મેદાન પર આયર્લેન્ડ અને યુએસએ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી જેના કારણે પાકિસ્તાનની મુશ્કેલી વધી છે. […]

પાકિસ્તાનમાં વધુ એક ન્યાયમૂર્તિએ ISI સામે કર્યાં ગંભીર આક્ષેપ, જજ અને તેમના પરિવારને પરેશાન કરાતો હોવાનો આરોપ

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં સરકાર ઉપર આર્મીનું પ્રભુત્વ હોવાનું જગજાહેર છે. એટલું જ નહીં અગાઉ કેટલાક ન્યાયમૂર્તિઓએ આઈએસઆઈ અને તેમના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અંગે ઉચ્ચ અધિકારીને પત્ર લખ્યો હતો. જો કે, આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં હોવાનું ચર્ચાય રહ્યું છે. દરમિયાન વધુ એક ન્યાયમૂર્તિએ આઈએસએસ સામે ગંભીર આક્ષેપ કર્યાં છે. તેમજ […]

આતંકવાદ મામલે પાકિસ્તાન સાથે વાતચીત કરવા માટે ફારૂક અબ્દુલ્લાએ સરકારને આપી સલાહ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર 3 દિવસમાં આતંકવાદી હુમલાના 3 જેટલા બનાવો બન્યાં છે. સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓનો ખાતમો બોલાવવા માટે અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ મોદી સરકારે પણ આતંકવાદીઓના ખાતમા માટે નિર્દેશ કર્યો છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાનો પાકિસ્તાન તરફી પ્રેમ સામે આવ્યો છે. અબ્દુલ્લાએ આતંકવાદ મામલે પાકિસ્તાન સાથે વાત કરવા માટે […]

પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો તથા સમસ્યાઓ અલગ-અલગ છેઃ ડો.એસ જયશંકર

નવી દિલ્હીઃ એનડીએ સરકારમાં મંત્રીઓની શપથવિધિ અને વિભાગોના વિભાજન થયા બાદ એસ જયશંકરે મંગળવારે વિદેશ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ દરમિયાન તેમણે વિદેશ નીતિના મોરચે સરકારની યોજનાઓ વિશે વાત કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, ‘આજે વિશ્વમાં ઘણી ઉથલપાથલ છે, વિશ્વ ગ્રુપોમાં વહેંચાયેલું છે અને તણાવ તથા સંઘર્ષ પણ વધી રહ્યો છે. આવા […]

પાકિસ્તાન માટે જાસૂસી કેસમાં બ્રહ્મોસના ભૂતપૂર્વ એન્જિનિયરને આજીવન કેદની સજા

નવી દિલ્હીઃ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ માટે જાસુરી કરનાર એક એન્જિનિયરને નાગપુર કોર્ટે કસુરવાર ઠરાવીને આજીવન કેદની સજા ફરમાવી હતી. આરોપી ઠરેલો એન્જિનિયર અગાઉ બ્રહ્મોસ એરોસ્પેસમાં સિનિયર સિસિટમ એન્જિનિયર તરીકે કામ કરતો હતો. કેસની હકીકત અનુસાર નાગપુરની એક કોર્ટે સોમવારે બ્રહ્મોસના ભૂતપૂર્વ એન્જિનિયર નિશાંત અગ્રવાલને આજીવન કેદની સજા ફટકારી છે. અહેવાલ છે કે, નિશાંતની 2018માં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code