Homeગુજરાતીદેશ-વિદેશહેડલાઈન્સઃ પાકિસ્તાનના કરાચીમાં કાળઝાળ ગરમીથી પ્રજા ત્રસ્ત, 450થી વધારે મોત

હેડલાઈન્સઃ પાકિસ્તાનના કરાચીમાં કાળઝાળ ગરમીથી પ્રજા ત્રસ્ત, 450થી વધારે મોત

  • રાષ્ટ્રપતિએ સરકારના કર્યા વખાણ

નવી સરકારની રચના બાદ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ   સંસદના સંયુક્ત સત્રને કર્યું  સંબોધન…. ૫૦ મીનીટના અભિભાષણમાં    ભારતની પ્રગતિ,  આગામી આયોજનને લઈને કર્યા તેમની સરકારનાં વખાણ…

  • અડવાણીને હોસ્પિટલમાંથી અપાઈ રજા

પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત સુધરતાં ઐમ્સ માંથી આપી રજા.. જૈફ વય સંબંધી હતી શારીરિક તકલીફ…

  • રાજ્યમાં ભારે વરસાદની આગાહી

ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે રાજ્યમાં આઠ જિલ્લામાં એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે તૈનાત…

  • કાવાલડમાં ધોધમાર વરસાદ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદ….. પાંચ ઇંચથી વધુ વરસાદ પડતા ગામેગામ ભરાયા પાણી…

  • સુનિતા વિલિયમ્સને પરત લવાશે

ગુજરાતી મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર અટવાઈ જતા પૃથ્વી પર પાછા લાવવાની કવાયત તેજ… પાછા લાવવા માટે મસ્કની સ્પેસ એક્સની મદદ લેવાશે….

  • ભારતીય ડોકટરની સિદ્ધિ

અમેરિકાના શિકાગોમાં ભારતીય ડોક્ટરની સિદ્ધિ…. દર્દીને બેભાન કર્યા વગર કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરી બીજા દિવસે અપાઈ રજા….

  • પંજાબમાં આતંકવાદીઓ ઘુસ્યાં

પાકિસ્તાન સરહદેથી બે આતંકી પંજાબમાં ઘુસ્યા….. આતંકીઓએ બંદૂક દેખાડી સ્થાનિક ભોજન બનાવ્યું, બીએસએફ…. સૈન્ય અને પોલીસ હાઇ એલર્ટ પર…. પઠાણકોટ એરફોર્સ સ્ટેશનની સુરક્ષા વધારવામાં આવી….

  • કરાચીમાં કાળઝાળ ગરમી

પાકિસ્તાનના કરાચીમાં કાળઝાળ ગરમીથી ચાર દિવસમાં 450 લોકોના મોત… ચોમાસું ખેંચતા અને બફારો થતા  સ્થાનિકો આકુળ વ્યાકુળ…

  • કેન્યામાં દેખાવ કરનારાઓ સામે કાર્યવાહી

કેન્યામાં સરકાર વિરોધી હિંસક દેખાવમાં કુલ 23 ના મોત 50 ની ધરપકડ, કેન્યાની સરકારના આર્થિક સુધારાના સ્વરૂપમાં ટેક્સમાં વધારો કરવામાં આવતા ફાઇનાન્સ બિલથી લોકો નારાજ

  • ભારત-ઈંગ્લેન્ડ મેચ ઉપર વરસાદનું વિઘ્ન

ટી 20 વર્લ્ડ કપમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલમાં પ્રવેશવા માટે ખરાખરીનો જંગ, રાત્રે 8:00 વાગે મેચ શરૂ થશે, મેચમાં વરસાદ પડે તેવી આશંકાથી ક્રિકેટ રસિકો ચિંતિત

સંબંધિત લેખો

Most Popular