1. Home
  2. Tag "Patdi"

પાટડીના આદરિયાણા ગામે સોનીના ઘરે નકલી ઈન્કમટેક્સ અધિકારીઓને રેડ પાડી તોડ કર્યો

આઈટી અધિકારીની ઓળખ આપી ઠગ ટોળકીએ રૂપિયા 6.60 લાખનો તોડ કર્યો, તોડ કર્યા બાદ નકલી અધિકારીઓ ઈકોકારમાં ફરાર, ઝીંઝૂવાડા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી સુરેન્દ્રનગરઃ  જિલ્લાના પાટડી તાલુકાના આદરીયાણા ગામમાં રહેતા એક સોનીના ઘરે એક ઠગ ટોળકીએ આવીને પોતે ઈન્કમ ટેક્સના અધિકારીઓ હોવાની ઓળખ આપીને ડરાવી-ધમકાવીને રિવોલ્વર બતાવી રૂ. 6.50 લાખની લૂંટ કરી […]

પાટડીના ગેડિયા ગામે પિતા-પૂત્રના એન્કાઉન્ટર કેસમાં 7 પોલીસ કર્મચારી સામે ફરિયાદ નોંધાશે

બજાણા પોલીસે વર્ષ 2021માં પિતા-પૂત્રનું એન્કાઉન્ટર કર્યુ હતું પીએસઆઈ સહિત 7 કર્મચારીઓ સામે ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશ મૃતકના પરિવારે ન્યાય તંત્ર પર વિશ્વાસ વ્યક્ત કર્યો સુરેન્દ્રનગરઃ  જિલ્લાના પાટડીના ગેડિયા ગામે વર્ષ 2021માં પોલીસે  પિતા-પૂત્રનું એન્કાઉન્ટર કર્યુ હતુ. આરોપી સામે અનેક ગુના નોંધાયેલા હતા. તેમે પકડવા જતા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં પોલીસે ફાયરિંગ […]

પાટડીના ધામા ગામની સીમમાં નર્મદાની કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા

200 વિઘામાં ઊભા પાકને નુકશાન, ખેડુતોએ જાણ કરવા છતાંયે કોઈ અધિકારી હજુ જોવા પણ આવ્યા નથી, કેનાલના ગરનાળામાં કચરો હોવાથી કેનાલ ઓવરફ્લો થઈ સુરેન્દ્રનગરઃ  જિલ્લાના પાટડી તાલુકાના ધામા ગામની સીમમાં કેનાલ ઓવરફ્લો થતાં આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ખેડુતોના ઊભા પાકને નુકશાન થયુ હતુ. ખેડૂતોએ મશીનો મૂકીને ખેતરોમાં ફરી વળેલા પાણી બહાર કાઢ્યા હતા. […]

પાટડીના આદરિયાણા સહિત રણકાંઠાના ગામોમાં ગાયોના દોડની હરિફાઈ યોજાઈ

150 વર્ષથી ચાલતી પરંપરા, નૂતન વર્ષે યોજાતી હરિફાઈ, ગાયોની શીંગડે ઘી લગાવીને શણગારવામાં આવે છે, ગોવાળોને સમુહ ગાયોના ધણની આગળ-પાછળ દોડે છે સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડીના રણકાંઠાના ગામડાંઓમાં વર્ષોથી ચાલતી પરંપરા છે, કે વિક્રમ સંવતના નવા વર્ષના પ્રથમ દિવસે ગાયો દોડાવવાની એક અનોખી સ્પર્ધા યોજવામાં આવે છે. જેમાં ગાયોના ધણની આગળ-પાછળ ગોવાળો પણ દોડતા હોય છે. […]

પાટડીના બજાણા નજીક એસટી બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત

કારમાં સવાર બે પ્રવાસીને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડાયા, અકસ્માત બાદ એસટી બસ ખાડામાં ઉતરી ગઈ, અકસ્માતને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા સુરેન્દ્રનગરઃ  જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ પાટડી તાલુકાના બજાણા નજીક હાઈવે પર એસટી બસ અને કાર વચ્ચે સર્જાયો હતો. બજાણા નજીક આવેલા રેલવે ફાટક પાસે […]

પાટડીના મજેઠી રોડ પર દૂધના ટેન્કરે બાઈકને અડફેટે લેતા બાળક સહિત ત્રણના મોત

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ પાટડીના મજેઠી રોડ પર બન્યો હતો. પાટડી તાલુકાના માલવણ હાઈવે પર મોટી મજેઠી અને રાજપર વચ્ચે દૂધના ટેન્કર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમા બાળક સહિત ત્રણના મોત નિપજ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં એક બાળકીનો આબાદ બચાવ થયો હતો. પોલીસ દ્વારા અકસ્માતે […]

પાટડીના ફતેપુર ગામે બાળકો ક્લાસરૂમમાં હતા અને શિક્ષકો શાળાને લોક મારીને જતા રહ્યા

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકાના ફતેપુર ગામની પ્રાથમિક શાળામાં શાળા છૂટવાના સમયે બાળકો ઘેર જતાં રહ્યા હશે, એમ માનીને ક્લાસરૂમમાં જોયા વિના જ શાળાને તાળાં મારીને શિક્ષકો ઘેર જતાં રહ્યા હતા. દરમિયાન શાળાના ક્લાકરૂમમાંથી શાળાના દરવાજા સુધી આવ્યા તો શાળાના દરવાજાને તાળાં લાગેલા હતા. આથી બાળકો રડવા લાગતા અને બુમાબુમ કરતા ગ્રામજનો દોડી આવ્યા હતા. અને […]

પાટડીના રૂસ્તમગઢ નજીક કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યાં,

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના પાટડી તાલુકાના રૂસ્તમગઢ નજીક નર્મદાની માઈનોર કેનાલમાં મોટું ગાબડું પડતા ખેતરો જળબંબાકાર બની જતા ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેડુતોએ રવિ સીઝનમાં જીરાનું વાવેતર કર્યું હતું.  કેનાલના કાંઠે આવેલી ખેતરોમા જીરાના પાકમાં નર્મદાનું પાણી ફરી વળતા ખેડુતો નર્મદા નિગમ સામે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ખેડુતોએ એવો આક્ષેપ કર્યો હતો કે નર્મદાની માઈનોર […]

પાટડીના રણકાંઠાના ગામોમાં પરંપરાગત ગોવાળો પાછળ ગાયોને દોડાવવાની સ્પર્ધા યોજાઈ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પથંકમાં આવેલા પાટડીના રણ વિસ્તારના ગામોમાં છેલ્લા દોઢસો વર્ષથી બેસતા વર્ષના દિવસની સવારે ગાયો દોડાવવાની પરંપરા આજે પણ જોવા મળી રહી છે. નવા વર્ષને વધાવવા ગ્રામજનો દ્વારા ગાયોને  ગોવાળો પાછળ દોડાવવામાં આવે છે. માલધારીઓ ધૂળની ઉડતી રજને માથા પર ચઢાવે છે. તેમજ માલધારી સમાજના લોકો ગાયોને સુશોભિત કરી, પૂજન કરી ગાયોને ઘાસચારો અર્પણ […]

પાટડીના જૈનાબાદનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અન્યત્ર ખસેડવાની હિલચાલ સામે આવેદનપત્ર અપાયું

સુરેન્દ્રનગરઃ પાટડીના જૈનાબાદમાં ફાળવાયેલું પ્રાથમિક કેન્દ્ર  ખસેડીને વડગામ લઇ જવાની હિલચાલથી સ્થાનિક લોકોમાં અસંતોષ ઊભો થયો છે.. નાગરિકોએ  રેલી સાથે પાટડી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી. જૈનાબાદ ગામના લોકોના કહેવા મુજબ પાટડીના દસાડા ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય અને સામુહિક આરોગ્ય કેન્દ્રો આવેલા હતા. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code