1. Home
  2. Tag "Patdi Taluka"

પાટડી તાલુકાના બજાણા ગામની સીમમાં નર્મદાની કેનાલ ઓવરફ્લો થતાં પાણી ખેતરોમાં ફરી વળ્યા

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકાનાં બજાણા ગામની સીમમાંથી પસાર થતી અને ખંડેર બનેલી નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. પાટડીનાં બજાણા ગામની સીમમાં નર્મદા વિભાગ દ્વારા આશરે 15 વર્ષ પહેલા માઈનોર કેનાલ બનાવવામાં આવી હતી. આ કેનાલને સફાઈ કરવામાં ન આવતા કેનાલમાં માટી અને કચરોના ઢગ જોવા મળ્યા હતા. […]

પાટડી તાલુકામાં નર્મદાની બ્રાન્ચ કેનાલમાં પાણી ન છોડાતા ખેડુતોને મુશ્કેલી

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકામાં નર્મદાની બ્રાન્ચ કેનાલમાં નર્મદાનું પાણી ના છોડાતા ખેડુતો પાતાના પાકને બચાવવા માટે મથામણ કરી રહ્યા છે. બીજી બાજુ એરંડામાં ઇયળના ઉપદ્રવથી આ વિસ્તારના ખેડુતોની દિવાળી બગડવાનો ઘાટ સર્જાયો છે. આ અંગે થોડા દિવસ પહેલા જ સુરેન્દ્રનગર સાંસદ અને કેન્દ્રીય મંત્રીને તેમજ સત્તાધિશોને રજુઆત કરી હતી. ત્યારે એવી ખાતરી આપવામાં આવી હતી […]

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના 20થી વધુ ગામોમાં આજે પણ એસટી બસની કોઈ સુવિધા નથી

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડીથી સાત કિ.મી. દુર આવેલા સડલા સહિતના તાલુકાના વીસથી વધુ ગામો એસ.ટી.બસની સુવિધાથી વંચિત છે. વિકાસની ગુલબાંગો વચ્ચે વાસ્તવિકતા એ છે કે, આ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને હાઈસ્કૂલના અભ્યાસ માટે ખાનગી વાહનોની જોખમી મુસાફરી કરીને બહારગામ જવું પડે છે. એસટી બસ શરૂ કરવા માટે ગ્રામજનોએ અનેકવાર રજુઆતો કરી હોવા છતાં પણ એસટી બસ શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code