1. Home
  2. Tag "PMO"

મણિપુર હિંસાઃ પીડિતોના પરિવારને આર્થિક સહાયની સાથે એક સભ્યને સરકારી નોકરી અપાશે

નવી દિલ્હીઃ મણિપુરમાં 3 મેથી ચાલી રહેલી હિંસા રોકવા અને વિવાદ ઉકેલવા ગૃહમંત્રી અમિત શાહે મણિપુરમાં ધામા નાખ્યાં છે. તેઓ 1 જૂન સુધી મણિપુરમાં રહેશે. દરમિયાન તેણેમ મેરેથોન મીટિંગ શરૂ કરી છે. તેમણે હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારને આર્થિક મદદની સાથે પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. તેમજ, હિંસા પછી રાજ્યમાં વધતી […]

નવા સંસદભવન અંગે NCP ના નેતા શરદ પવારના વિરોધ વચ્ચે અજિત પવારે વિપક્ષને આપ્યો આંચકો

મુંબઈઃ નવા સંસદભવનની ઈમારતના ઉદઘાટનનો કોંગ્રેસ સહિત 21થી વધારે વિપક્ષી દળોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં એનસીપીના સુપ્રીમો શરદ પવારનો પણ સમાવેશ થાય છે. શરદ પવારના ભત્રીજા અને મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષના નેતા અજિત પવારે વિપક્ષને આંચકો આપીને નવા સંસદભવનને સમર્થન જાહેર કર્યું છે. તેમજ દેશને નવા સંસદ ભવનની જરુર હોવાનો મત પણ વ્યક્ત કર્યો હતો. અનેક […]

ભારતઃ છેલ્લા 9 વર્ષમાં 18.5 લાખ કરોડથી વધુની ફૂડ સબસિડી અપાઈ

નવી દિલ્હીઃ ભારત તેના લોકો માટે અનાજની ઉપલબ્ધતા અને પોષણ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. કોઈ ભૂખ્યું ન સૂવે તેની ખાતરી કરવા માટે, કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) સહિત અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ રાજ્યોને સબસિડીવાળા અનાજ પ્રદાન કરે છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) ને કેન્દ્ર […]

ટુ-વ્હીલર વેચાણમાં થયેલા ઘટાડા વચ્ચે FADAની GST દરમાં ઘટાડો કરવાની માંગણી

નવી દિલ્હીઃ દેશમાં ઓટોમોબાઈલ ડીલરોના સંગઠન FADAએ ભારત સરકારને દ્વિચક્રી વાહનો પર લાગતો GST ઘટાડવાની માંગ કરી છે. FADAએ કહ્યું છે કે, હાલમાં ટુ વ્હીલર પર 28 ટકાના દરે GST વસૂલવામાં આવે છે. જે ઘટાડીને 18 ટકા કરવો જોઈએ. ટુ વ્હીલર પર જીએસટી ઘટાડવાની માંગ FADA દ્વારા કરવામાં આવી છે કારણ કે તાજેતરમાં સમગ્ર દેશમાં […]

ભારતીય સેનાની વિરતાને કારણે જ આજે દેશ સુરક્ષિતઃ અમિત શાહ

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારકાધીશના દર્શન કર્યાં બાદ નેશનલ એકેડમી ફોર કોસ્ટલ પોલીસિંગ કચેરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, સેનાના માધ્યમથી જ આજે દેશ સુરક્ષિત છે. ભારતે તટીય સુરક્ષા માટે એક ચોક્કસ નીતિ બનાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે […]

ભારતીય ખેલાડી અતનુ દાસ અને મેહુલી ઘોષને ઓલિમ્પિક પોડિયમ યોજનામાં ફરીથી સામેલ કરાયાં

નવી દિલ્હીઃ ઓલિમ્પિયન તીરંદાજ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ સિલ્વર મેડલ વિજેતા અતનુ દાસને આ વર્ષે અંતાલ્યામાં યોજાયેલા ડોમેસ્ટિક સર્કિટ અને વર્લ્ડ તીરંદાજી કપમાં તેમના તાજેતરના પ્રદર્શનને પગલે યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમમાં ફરીથી સામેલ કરવામાં આવ્યા છે. પુરુષોની રિકર્વ વ્યક્તિગત રેન્કિંગમાં ચોથા સ્થાને 673નો સ્કોર કરનાર અતનુ લગભગ દોઢ વર્ષ પછી […]

ગુજરાતમાં ડ્રોપ આઉટ રેસિયો 40 ટકાથી ઘટીને 3 ટકા ઉપર પહોંચ્યોઃ પીએમ મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. હવાઈ માર્ગે પીએમ મોદી અમદાવાદ આવતા તેનું એરપોર્ટ ઉપર સીએમ ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું. તેઓ સીધા ગાંધીનગર ગયા હતા. જ્યાં ઓલ ઈન્ડિયા એજ્યુકેશન એસોસિએશનના અધિવેશનમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે પીએમ મોદીએ કહ્યું હતું કે, જ્યારે ભારત વિકાસના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે […]

કૈલાશ માનસરોવરની યાત્રાનો કાલે 1લીમેથી પ્રારંભ, આ વર્ષે માત્ર નેપાળના માર્ગેથી જઈ શકાશે

અમદાવાદઃ કૈલાસ માનસરોવરની યાત્રાનું વિશેષ મહાત્મ્ય છે. કોરોના કાળને લીધે છેલ્લા બે-ત્રણ વર્ષથી યાત્રા બંધ હતી. આ વર્ષે દર્શનાર્થીઓ માટે યાત્રાનો આવતી કાલ તા.1લી મેથી પ્રારંભ થઈ રહ્યો છે. હિમાલયની ગિરિકંદરાઓના દુર્ગમ માર્ગથી ટોચ સુધી જનાર પર્વતારોહકો અને ભક્તોમાં કૈલાસ માનસરોવર અનેરો રોમાન્ચ ખડો કરે છે. જો કે આ યાત્રાએ જવા માટે ચાઇના સરકારની મંજૂરી […]

છત્તીસગઢના 8 જિલ્લા નક્સલગ્રસ્ત, 10 વર્ષમાં ત્રણ હજારથી વધારે હુમલા

નવી દિલ્હીઃ છત્તીસગઢ સરકારના આંકડા અનુસાર રાજ્યના આઠ જિલ્લા નક્સલગ્રસ્ત છે. જેમાં બીજાપુર, સુકમા, બસ્તર, દંતેવાડા, કાંકેર, નારાયણપુર, રાજનંદગામ અને કોંડાગામનો સમાવેશ થાય છે. દસ વર્ષમાં છત્તીસગઢમાં નક્સવાદી હુમલામાં 489 જવાનો શહીદ થયાં છે જ્યારે 736 જેટલા સામાન્ય નાગરિકોના મૃત્યુ થયાં છે. બીજી તરફ સુરક્ષા જવાનોએ અભિયાન હાથ ધરીને 656 નક્સલીઓને ઠાર માર્યાં હતા. આજે […]

14મી સદીની હનુમાનજીની ચોરાયેલી પ્રાચીન મૂર્તિ ભારતને પરત મળી

નવી દિલ્હીઃ વર્ષો પહેલા ચોરાયેલી પ્રાચીન અન્નપૂર્ણાજીની મૂર્તિ કેન્દ્ર સરકારના પ્રયાસોથી વિદેશથી પરત લાવવામાં આવી હતી અને ઉત્તરપ્રદેશમાં તેને સ્થાપિત કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષો પહેલા ચોરાયેલી અનેક પ્રાચીન મૂર્તિઓ અને વસ્તુઓ પરત મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત આઠ વર્ષના સમયગાળામાં લગભગ 238 જેટલી પ્રાચીન વસ્તુઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code