1. Home
  2. Tag "possibility"

ભારતીય ટીમ કોઈ પણ સ્પોન્સર વગર એશિયા કપ 2025માં પ્રવેશ કરે તેવી શક્યતા

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. ભારતીય ટીમના સ્પોન્સર બનવા માટે મોટી કંપનીઓ વચ્ચે સખત સ્પર્ધા છે. સ્પોન્સર કિંમત દર વખતે જૂના રેકોર્ડ તોડી નાખે છે. પરંતુ, ભારતીય ટીમ કોઈ પણ સ્પોન્સર વગર એશિયા કપ 2025માં પ્રવેશી શકે છે. લગભગ બે વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સર ‘ડ્રીમ ઈલેવન’ હતી. […]

આગામી દિવસોમાં ડિઝલના ભાવમાં ઘટાડો થવાની શકયતા, 10 ટકા આઈસોબ્યુટેનોલ મિક્સ કરાશે

પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક હાંસલ કર્યા પછી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ હવે ડીઝલમાં 10% આઇસોબ્યુટેનોલ ભેળવવાની યોજના જાહેર કરી છે. ગડકરીના મતે, ભારતમાં ઇથેનોલ-પેટ્રોલ મિશ્રણની સફળતા પછી આ પગલું ઊર્જા અને કૃષિ ક્ષેત્ર માટે એક નવી દિશા સાબિત થઈ શકે છે. એક કાર્યક્રમમાં બોલતા, ગડકરીએ કહ્યું કે, આઇસોબ્યુટેનોલ પર […]

ખાલી પેટે આ વસ્તુઓ ખાવાથી એસિડિટી થવાની શકયતાઓ

આપણો આખો દિવસ કેવો રહેશે તે મોટાભાગે સવારના નાસ્તામાં આપણે શું ખાઈ રહ્યા છીએ અથવા કઈ વસ્તુઓ ખાઈ રહ્યા છીએ તેના પર આધાર રાખે છે. સવારે આપણે જે કંઈ ખાઈ રહ્યા છીએ તે આપણા મૂડ, સ્વાસ્થ્ય અને ઉર્જા સ્તરને અસર કરે છે. આજના સમયમાં, આપણી પાસે પોતાના માટે વિચારવાનો પણ સમય નથી, જેના કારણે આપણે […]

મોબાઈલ વપરાશકારોના ખિસ્સા હળવા થશે, મોબાઈક કંપનીઓ ટેરિફ વધારે તેવી શકયતા

જો તમારી પાસે પણ બે સિમ કાર્ડ છે, તો તમારા ખિસ્સાને ઢીલા કરવા માટે તૈયાર રહો. આગામી દિવસોમાં મોબાઇલ રિચાર્જ પ્લાન ટૂંક સમયમાં મોંઘા થવાના છે. ભારતમાં મોબાઇલ વપરાશકર્તાઓને ટૂંક સમયમાં મોટો આંચકો લાગી શકે છે. એક અહેવાલ મુજબ, ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન આઈડિયા જેવી મોટી ટેલિકોમ કંપનીઓ 2025 ના અંત સુધીમાં મોબાઇલ […]

પ્લેન દૂર્ઘટનાઃ 130થી વધારેના મોતની આશંકા, મૃત્યુઆંક વધવાની શકયતા

• ઈમરજન્સી અને હેલ્પલાઈન નંબર જાહેર કરાયો • એટીએસની ટીમ તપાસમાં જોડાઈ ગાંધીનગરઃ અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનાને પગલે ફાયરબ્રિગેડ સહિતની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અમદાવાદ ઉપરાંત આસપાસના નગરોની ફાયરબ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. દરમિયાન પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. ગુજરાત ત્રાસવાદી દળની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી ગઈ […]

આઈપીએલ 2025: બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સ માટે શરૂઆતની 3-4 મેચ ગુમાવે તેવી શકયતા

જસપ્રીત બુમરાહને ક્રિકેટના મેદાનમાં પાછા ફરવા માટે વધુ રાહ જોવી પડી શકે છે. બુમરાહ ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમી શક્યો ન હતો, હવે એક નવી અપડેટ આવી છે કે તે IPL 2025ના પહેલા બે અઠવાડિયામાં કોઈ મેચ રમી શકશે નહીં. એક મીડિયા રિપોર્ટ અનુસાર, જસપ્રીત બુમરાહ એપ્રિલ મહિનામાં મુંબઈ ઈન્ડિયન્સના તાલીમ શિબિરમાં જોડાઈ શકે […]

ગુજરાતમાં તાપમાનનો પારો વધશે, અનેક વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાય તેવી શક્યતા

ગાંધીનગરઃ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. બપોરના સમયે હવે ગરમીનો અનુભવ થાય તેવી શક્યતા છે. ત્યારે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ઠંડીની વિદાઈની અને તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં તાપમાન વધારો થવાની આગાહી કરવામાં આવી છે. કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો હવામાન વિભાગના ડાયરેકટરના જણાવ્યા અનુસાર […]

PCBની મુશ્કેલીમાં વધારો થવાની શકયતા, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખરાબ દેખાવથી બ્રાન્ડ વેલ્યુ ઘટશે

ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની સફરનો અંત આવ્યો છે. પાકિસ્તાનને ન્યુઝીલેન્ડ અને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ યજમાન પાકિસ્તાનને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ ટીમની સ્થિતિ આગામી દિવસોમાં વિકટ બનવાની શકયતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ ટીમની બ્રાન્ડ વેલ્યુ અને સ્પોન્સર્સ ઘટવાની તૈયારીમાં છે. એવું માનવામાં આવે […]

27 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન ગુજરાતમાં હળવો વરસાદ પડવાની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં બેવડું હવામાન જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સવારે અને રાત્રે તાપમાનમાં ઘટાડો થાય છે, પરંતુ બપોરે અચાનક તે વધી જાય છે. હાલમાં ગુજરાતનું તાપમાન 19-35 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. દરમિયાન, હવામાન વિભાગે ફરી એકવાર વરસાદ અને તાપમાનમાં ફેરફારને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. રાજ્યમાં 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી વરસાદની શક્યતા છે. હવામાન […]

યુક્રેન યુદ્ધનો અંત લાવવાનો અમેરિકાનો પ્રયાસ, સાઉદી અરેબિયામાં ટ્રમ્પ રશિયાના રાષ્ટ્રપતિને મળે તેવી શકયતા

યુક્રેન યુદ્ધનો અંત લાવવાના મિશન પર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ સાઉદી અરેબિયામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવાની યોજના ધરાવે છે. રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાતચીત કર્યા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે વોશિંગ્ટનમાં પત્રકારોને જણાવ્યું હતું કે આપણે પહેલી વાર સાઉદી અરેબિયામાં મળીશું, અમને આશા છે કે તે અહીં આવશે, અને હું ત્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code