1. Home
  2. Tag "Prime Minister Narendra Modi"

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી જાપાન અને ચીનના સત્તાવાર પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી જાપાન અને ચીનના સત્તાવાર પ્રવાસે જશે. આગમી 29 અને 30મી ઑગસ્ટના તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદી તેમના જાપાની સમકક્ષ શિગેરુ ઇશિબા સાથે 15મી ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન યોજશે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ નવી દિલ્હીમાં મીડિયા સાથે પીએમ મોદીની જાપાન મુલાકાતની વિગતો જાહેર કરી હતી. ચીનમાં, પ્રધાનમંત્રી 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી આવતીકાલે અમદાવાદના નિકોલમાં સભાને સંબોધશે. આ દરમિયાન મોદી અમદાવાદ અને ગાંધીનગરમાં શહેરી વિકાસને લગતા અંદાજે બે હજાર 548 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મોદી અમદાવાદને અંદાજે બે હજાર 267 કરોડ રૂપિયાની પરિયોજનાની ભેટ આપશે. આ પરિયોજના હેઠળ અંદાજે એક હજાર 624 […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને ઊંડા અવકાશમાં શોધખોળ કરવા માટે તૈયાર રહેવા હાકલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને ઊંડા અવકાશમાં શોધખોળ કરવા માટે તૈયાર રહેવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે આ અજાણ્યા પ્રદેશો માનવતાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ રહસ્યોથી ભરેલા છે. ગઈકાલે રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે એક વિડીયો સંદેશમાં મોદીએ કહ્યું કે, ભારત ચંદ્ર અને મંગળ પર પહોંચી ચૂક્યું છે. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે ભારત સેમી-ક્રાયોજેનિક એન્જિન અને ઇલેક્ટ્રિક […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને ₹ 1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની આપશે ભેટ

મહેસાણા-પાલનપુર રેલવે લાઇનનું ડબલિંગ₹537 કરોડના ખર્ચે પૂર્ણ, કલોલ-કડી-કટોસણ રોડ રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન રાષ્ટ્રને કરશે સમર્પિત, કટોસણ રોડ અને સાબરમતી પેસેન્જર ટ્રેનનું કરશે ફ્લૅગ ઑફ,  બેચરાજીથી કાર-લોડેડ માલગાડી સેવાનો કરશે શુભારંભ ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આગામી 25 ઓગસ્ટ, 2025ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.  વડાપ્રધાન મોદી  ₹ 1,400 કરોડથી વધુના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ્સથી […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળમાં અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. શ્રી મોદી બિહારના ગયામાં લગભગ 13 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ બે ટ્રેનોને લીલી ઝંડી આપશે અને સભાને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ ગંગા નદી પર બનેલા ઓંટ સિમરિયા પુલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. જેનાથી મોકામા અને બેગુસરાય વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મી ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રવાસે આવશે

વડાપ્રધાન વડનગર અને બેચરાજીની મુલાકાત લેશે, વડનગરમાં મોદી મલ્ટી મોડલ ટ્રાન્સ્પોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે, બેચરાજી પાસે સુઝુકી મોટર્સના પ્લાન્ટની વડાપ્રધાન મુલાકાત લેશે અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 ઓગસ્ટથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. જોકે વડાપ્રધાનના સત્તાવાર રીતે કાર્યક્રમની જાહેરાત થઈ નથી પણ સરકારી તંત્રએ વડાપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને રાજ્યના સર્વાંગી વિકાસની ચર્ચા કરી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. દિલ્હી ખાતે યોજાયેલી આ બેઠકમાં ગુજરાતના સર્વાંગીણ વિકાસના વિવિધ આયામો અંગે તેમની સાથે ચર્ચા કરી.રાજ્યમાં ઉદ્યોગ તેમજ સામાજિક ક્ષેત્રના વિકાસ માટે તેઓના બહુમૂલ્ય સૂચનો મેળવ્યા. પ્રધાનમંત્રીએ પ્રત્યેક કલ્યાણકારી યોજનામાં સામાન્ય માનવીના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું છે.“સેચ્યુરેશન” ના અભિગમ સાથે છેવાડાના પ્રત્યેક લાભાર્થી સુધી […]

સ્વતંત્રતા દિવસના ભાષણ માટે દેશવાસી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચનો માંગ્યા

નવી દિલ્હીઃ દેશભરમાં 15 ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી સ્વતંત્રતા દિવસને લઈ દેશવાસીઓ સાથે સંવાદ સાધ્યો છે. તેમણે દેશની જનતાને સંબોધતા સ્વતંત્રતા દિવસના ભાષણ માટે સૂચનો માગ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે નાગરિકોને આ વર્ષના […]

ઓડિશામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે 75 લાખ વૃક્ષારોપણ કરાશે

નવી દિલ્હીઃ ઓડિશા સરકારે 17 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે વિશાળ વૃક્ષારોપણ અભિયાનની જાહેરાત કરી હતી. ‘એક પેડ મા કે નામ’ અભિયાનના બીજા તબક્કામાં, ઓડિશાના લોકો દ્વારા એક જ દિવસમાં રાજ્યભરમાં રેકોર્ડ 75 લાખ વૃક્ષો વાવવામાં આવશે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ લોક સેવા ભવનમાં એક બેઠકની અધ્યક્ષતા કરતી વખતે આ જાહેરાત કરી […]

રાજરાજા ચોલ અને રાજેન્દ્ર ચોલનો વારસો ભારતની ઓળખ અને ગૌરવનો પર્યાય છે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રાજરાજા ચોલ અને રાજેન્દ્ર ચોલનો વારસો ભારતની ઓળખ અને ગૌરવનો પર્યાય છે. શ્રી મોદીએ કહ્યું કે તેમની પ્રવૃત્તિઓ એક પવિત્ર પ્રયાસ સમાન છે અને “એક ભારત, શ્રેષ્ઠ ભારત”નું પ્રતીક છે. પ્રધાનમંત્રી આજે તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમ ખાતે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત આદિ તિરુવતિરાય ઉત્સવના સમાપન સમારોહમાં સભાને સંબોધિત કરી રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code