1. Home
  2. Tag "Rain"

જો વરસાદની ઋતુમાં શરીર તાવથી ગરમ થઈ ગયું હોય તો આ ઘરેલું ટિપ્સ અપનાવો

તાવ એ એક સામાન્ય સમસ્યા છે જે શરીરમાં કોઈ રોગ અથવા ચેપને કારણે થાય છે. જ્યારે બેક્ટેરિયા અથવા વાયરસ જેવા સૂક્ષ્મજંતુઓ શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે શરીરની લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે, જેના કારણે શરીરનું તાપમાન વધે છે. જ્યારે તાવ આવે છે, ત્યારે ઘણીવાર શરદી, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અને નબળાઈ અનુભવાય છે. આવી […]

જો તમારે વરસાદમાં કંઈક શાહી ખાવાનું હોય, તો ઘરે બાસ્કેટ ચાટ બનાવો, તેનો સ્વાદ એવો છે કે બધા કહેશે – વાહ, વાહ

લખનૌ અને તેના શાહી ભોજન વિશે વાત કર્યા વિના વાત કરવી અશક્ય છે. તે પણ જ્યારે સાંજે ભારે વરસાદ પડી રહ્યો હોય છે. આવી સ્થિતિમાં, કંઈક મસાલેદાર ખાવાનું મન થાય છે. તેવી જ રીતે, તે સ્થળની એક પ્રખ્યાત વાનગી બાસ્કેટ ચાટ છે. જેને લોકો ખૂબ જ ઉત્સાહથી ખાય છે. તેનો સ્વાદ સામાન્ય ચાટ કરતા સંપૂર્ણપણે […]

ગુજરાતમાં મેઘમહેરઃ 163 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ સુરતમાં 13.6 ઇંચ

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 163 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ 13.6 ઇંચ વરસાદથી સુરત ઘમરોળાયું હતું. તાપી અને સુરતમાં અવિરત વરસાદને કારણે કેટલીક શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. દરમિયાન રાજયમાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. તેમાંય દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. […]

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદને લીધે શેત્રુંજી સહિત નદીઓમાં પૂરની સ્થિતિ

બાબાપુર ગામ નજીક સાતલડી નદીમાં પૂર આવ્યું, રાજુલા, સાવરકુંડલા, વડિયા, કુંકાવાવ, અમરેલીમાં ધોધમાર વરસાદ પડ્યો, વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં હર્ષની લાગણી અમરેલીઃ જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન રાજુલા, સાવરકુંડલા, વડિયા, કુંકાવાવ, અમરેલી સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ […]

ગુજરાતના 100થી વધુ તાલુકાઓમાં વરસાદ, વરસાદની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. આજે શનિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી એક અઠવાડિયા સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. શુક્રવારે પણ ગુજરાતમાં ચોમાસાનો વરસાદ […]

સુરતમાં વરસાદને લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, વાહનચાલકો પરેશાન

મ્યુનિ.કોર્પોરેશનની પ્રિમોન્સુન કામગીરી ખુલ્લી પડી ગઈ, ફુલપાડા વિસ્તારમાં પાણીના ભરાવાના કારણે લોકોની હાલત કફોડી, ઉત્રાણ અને અઠવા પોલીસ સ્ટેશન સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા સુરતઃ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. આજે વહેલી સવારથી જ વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો જેના કારણે જનજીવન પર અસર પડી હતી. શહેરના અનેક […]

ડાંગમાં વરસાદને લીધે સર્જાયા આહલાદક દ્રશ્યો, શિવઘાટનો ઘોઘ વહેતો થયો

સાપુતારા ફરવા જતા પ્રવાસીઓને સાવચેત રહેવાની અપાઈ સુચના, નદી, નાળા, કોતરો, જળધોધમાં ન ઉતરવા અપીલ, હાઈવે પર કોતરોમાંથી પડતા ધોધ જોવા પ્રવાસીઓ વાહનો ઊભા રાખી મોજ માણી રહ્યા છે સાપુતારાઃ ગુજરાતના હીલ સ્ટેશન ગણાતા સાપુતારામાં હાલ વરસાદને લીધે આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર પાણીના ઝરણા અને ઘોઘ જોવા મળી રહ્યા છે. પ્રકૃતિએ […]

ગુજરાતના 160 તાલુકામાં મેઘમહેર, ડાંગના આહવામાં સૌથી વધારે 9.8 ઈંચ વરસાદ

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને મોડી રાતે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 27 જિલ્લાના 160 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. ડાંગના આહવામાં સૌથી વધારે 9.8 ઈંચ, કપરાડામાં 9.5 ઈંચ, ડાંગના વઘઈમાં 7.7 ઈંચ, ડાંગના સુબરીમાં 7.1 ઈંચ અને વલસાડના ધરમપુરમાં 6.6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આમ મેઘરાજા દક્ષિણ ગુજરાતના […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 8 તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ

ગાંધીનગરઃ હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે હવામાન વિભાગે 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત તેમજ મધ્યગુજરાતના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, ગીરસોમનાથ, બોટાદ,ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કચ્છના કેટલાક વિસ્તારમાં […]

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, ગઢડામાં 14.6 ઈંચ વરસાદ

ગાંધીનગરઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘમહેર થઈ છે. તારીખ 18થી 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદની શક્યતા રહેલી છે. જેથી આજે કચ્છ, ગીર-સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ બોટાદના ગઢડામાં 14.6 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ભાવનગરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code