1. Home
  2. Tag "Rain"

યુપીના અનેક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગે રેડ અને યલો એલર્ટ જાહેર કર્યું

યુપીમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે આપી ચેતવણી ભીષણ ગરમીથી લોકોને મળશે રાહત લખનઉ :યુપીના ઘણા વિસ્તારોમાં આજે વરસાદ થવાની સંભાવના છે. ભીષણ ગરમીનો સામનો કરી રહેલ ઉત્તરપ્રદેશના ઘણા જિલ્લાઓમાં આજે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે પણ ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને તેમના માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન […]

મેઘરાજા મન મુકી ન વરસતા સૌરાષ્ટ્ર્રના મોટા ભાગના જળાશયો ચોમાસાના મહિના બાદ પણ ખાલી

રાજકોટઃ આ વર્ષે જેઠ મહિનામાં જ અષાઢી માહોલ સર્જાયો હતો. વાવણી લાયક વરસાદ પડ્યા બાદ અષાઢ મહિનાના એક સપ્તાહ બાદ પણ મેઘરાજા મન મુકીને વરસતા નથી. સૌરાષ્ટ્રમાં આજી, ન્યારી, ભાદર, મચ્છુ જેવા મોટા ડેમ તો દૂર ચેકડેમો પણ છલકાયા નથી: વરસાદ વધુ ખેંચાય તો પાક નિષ્ફળ જવાની અને પીવાના પાણીનો વિકટ પ્રશ્ન સર્જાવાની ભીતિ ઊભી […]

આકાશમાં વાદળો ગોરંભાય છે, પણ મેધરાજા મન મુકીને વરસતા નથી

અમદાવાદઃ રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે સવારે 7 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 70 તાલુકામાં ઝાપટાંથી લઈને ચાર ઈંચ વરસાદ પડ્યો હતો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશનને સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. ત્યારે હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાત 3 દિવસ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની […]

કચ્છમાં મેઘરાજાની મહેર, માતાના મઢ નજીક વીજળી પડતા 55 બકરીઓના મોત

ભૂજઃ કચ્છી નવા વર્ષ અષાઢી બીજથી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. ગઈકાલે મંગળવારે સાંજના સમયે સીમમાં ચરી રહેલી બકરીઓ પર આકાશી વીજળી ત્રાટકતાં 55 જેટલા બકરી-બકરાંઓના મોત થયા હતા. માતા મઢ નજીક  બકરીઓના વગ પર ધડાકાભેર વીજળી પડી હતી. આ બકરી ચરાવતા માલધારી વિજયસિંહ સોઢા ઘટના સ્થળેથી ત્રણસો મીટર દૂર બેઠા હતા તેની આંખોની […]

મેઘાનો થનગનાટ, 184 તાલુકામાં વરસાદ, હજુ પાંચ દિવસ વરસાદની આગાહી

ગાંધીનગર : સમગ્ર ગુજરાતમાં અષાઢના પ્રારંભ સાથે વરસાદી વાતાવરણ જામ્યું છે. આજે મંગળવારે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન નવ તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં ગીર સોમનાથમાં ચાર ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 123 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર થઇ હતી. રાજ્યના 18 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધારે વરસાદ થયો હતો. ગીરસોમનાથના સુત્રાપાડામાં […]

રાજકોટમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા થઈ જશે ભૂતકાળઃ પાણીના નિકાલ માટે અપનાવાઈ આ પદ્ધતિ

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની રાજકોટમાં સામાન્ય વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે. જેથી પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠે છે. જો કે, રાજકોટના મ્યુનિ કમિશનર અમિત અરોરાએ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે નવી ટેકનિક અપનાવી છે. શહેરના વિવિધ વિસ્તારમાં લગાવાયેલા સીસીટીવી કેમેરાનો ઉપયોગ અત્યાર સુધી માત્ર ટ્રાફિકના નિયમો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી દંડ વસુલવા માટે […]

ડીસા અને અમરેલીમાં વીજળી પડતાં બે મહિલાના મોત, ધોધમાર વરસાદ

પાલનપુરઃ  બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો હતો. આ દરમિયાન મોડીરાતે એક મહિલા પર વીજળી પડતાં તેનુ કરૂણ મોત નીપજ્યું હતું, મહિલાના મોત થતા બે માસૂમ દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં માતમ છવાયો હતો. ઘટના બાદ મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ ઉપરાંત અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામે પણ […]

પાટણમાં વીજળી પડતાં ત્રણ સોસાયટીમાં વીજ ઉપકરણો બળી ગયા, જિલ્લામાં કડાકા ભડાકા સાથે અઢી ઇંચ વરસાદ

પાટણઃ  જિલ્લામાં લાંબા વિરામ બાદ  અષાઢ મહિનાના પ્રારંભે  રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે મુરઝાઈ ગયેલા પાકોમાં પ્રાણ ફૂંકાયા હતા, જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે જિલ્લામાં અઢી ઇંચ જેટલો […]

જયપુરમાં આકાશીય વીજળી પડવાથી અત્યાર સુધીમાં 16 લોકોનાં મોત, સીએમ અશોક ગેહલોતે વ્યક્ત કર્યું દુઃખ  

વીજળી પડવાથી 16 લોકોના મોત સીએમ અશોક ગેહલોતે વ્યક્ત કર્યું દુઃખ   સીએમએ વળતરની કરી જાહેરાત જયપુર:રવિવારે રાજસ્થાનની રાજધાની જયપુરમાં ભારે વરસાદ થયો હતો. ભારે વરસાદની સાથે શહેરના આમેર ફોર્ટ વિસ્તારમાં ફરતા 16 થી વધુ લોકો પર  વીજળી પડવાના કારણે મોત નિપજ્યા હતા. જયપુરમાં આમેર મહેલની સામે વોચ ટાવર પર વીજળી પડતાં 35 થી વધુ […]

સાબરકાંઠાના ખેડૂતોની મુશ્કેલીઓ વધીઃ શાકભાજી ઓછી કિંમતમાં વેચવા બન્યાં મજબુર

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી તરફ ખેતરમાં ઉગાડેલા શાકભાજીના માર્કેટમાંથી પુરતો ભાવ નહીં મળતો હોવાથી સાબરકાંઠાના ખેડૂતોને પડ્યાં ઉપર પાડા પરિસ્થિતિ ઉભી થઈ છે. વરસાદ ખેંચાતા તેની અસર શાકભાજી બજાર ઉપર જોવા મળી રહી છે. સાબરકાંઠાના શાકભાજી માર્કેટમાં દૂધી, રીંગણ, ફુલેવર, ભીંડા, ચોળી સહિતની શાકભાજીના પ્રતિ 20 કિલાનો  રૂ. 500થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code