1. Home
  2. ગુજરાતી
  3. મેઘરાજા મન મુકી ન વરસતા સૌરાષ્ટ્ર્રના મોટા ભાગના જળાશયો ચોમાસાના મહિના બાદ પણ ખાલી
મેઘરાજા મન મુકી ન વરસતા સૌરાષ્ટ્ર્રના મોટા ભાગના જળાશયો ચોમાસાના મહિના બાદ પણ ખાલી

મેઘરાજા મન મુકી ન વરસતા સૌરાષ્ટ્ર્રના મોટા ભાગના જળાશયો ચોમાસાના મહિના બાદ પણ ખાલી

0
Social Share

રાજકોટઃ આ વર્ષે જેઠ મહિનામાં જ અષાઢી માહોલ સર્જાયો હતો. વાવણી લાયક વરસાદ પડ્યા બાદ અષાઢ મહિનાના એક સપ્તાહ બાદ પણ મેઘરાજા મન મુકીને વરસતા નથી. સૌરાષ્ટ્રમાં આજી, ન્યારી, ભાદર, મચ્છુ જેવા મોટા ડેમ તો દૂર ચેકડેમો પણ છલકાયા નથી: વરસાદ વધુ ખેંચાય તો પાક નિષ્ફળ જવાની અને પીવાના પાણીનો વિકટ પ્રશ્ન સર્જાવાની ભીતિ ઊભી થઈ છે. તા.૧૫ જૂનથી તા.૧૭ જુલાઇ સુધીના ૩૨ દિવસમાં જળાશયોની સપાટી ઠેરની ઠેર છે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં વરસાદ ખેંચાતા ચિંતાના વાદળો સર્જાઇ ગયા છે. ચોમાસાનો એક મહિનો વીતી ગયા પછી પણ જળાશયો ખાલીખમ રહ્યા છે. તા.૧૫ જૂનથી ચોમાસુ બેસી ગયું છે અને આજે તા.૧૭ જુલાઇ મતલબ કે ૩૨ દિવસ બાદ પણ જળાશયોની સપાટી ઠેરની ઠેર રહી છે ત્યારે જો વરસાદ વધુ ખેંચાય તો પીવાના પાણીનો વિકટ પ્રશ્ન સર્જાવાની ભીતિ ઉપસ્થિત થઇ છે.

આજી, ન્યારી, ભાદર અને મચ્છુ જેવા મોટા ડેમ તો દૂર પરંતુ ચેકડેમો પણ છલકાયા નથી. જો હવે વરસાદ ખેંચાય તો પાક પણ નિષ્ફળ જવાની પુરી શકયતા છે. તાઉતે વાવાઝોડા બાદ આવેલા વરસાદમાં અને ભીમ અગિયારસે થયેલા વરસાદમાં જેમણે વાવણી કરી છે તેવા ખેડૂતોની હાલત માઠી થઇ ગઇ છે. આ વખતે ભીમ અગિયારસ અને અષાઢી બીજે સમયસર વરસાદ વરસતા બન્ને શુકન સચવાયાનો ખેડૂતોને આનદં હતો પરંતુ આ આનદં લાંબો સમય સુધી ટકયો નથી.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્રના માર્કેટ યાર્ડ લાંબો સમય સુધી કોરોના મહામારીના કારણે બધં રહ્યા હોય મે અને જૂન મહિનામાં પણ ખેડૂતો માલ લઇને આવતા હતાં પરંતુ હવે વરસાદ ખેંચાતા ખેડૂતો માલ વેચતા અચકાવા લાગ્યા છે. જો વર્ષ નબળું જાય તો તેવી ચિંતાએ વેચાણ બધં કરી દીધું છે. વરસાદ જ નથી તેથી ઉભો પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાઇ છે.

તદઉપરાંત જળાશયોમાં નર્મદા નીર પણ નથી આવ્યા તેથી ભવિષ્યમાં પણ સિંચાઇના પ્રશ્નો ઉપસ્થિત થાય તેમ છે. સરકાર દ્વારા જળાશયોમાં સૌની યોજના મારફતે ઠાલવાતું નર્મદા નીર પણ ચોમાસાના કારણે બધં કરી દેવાયું છે અને બીજી બાજુ ડેમોમાંથી પીવા માટેના પાણી અને સિંચાઇ માટેના પાણીનો ઉપાડ સતત ચાલુ રહ્યો છે જેથી ચોમાસામાં સપાટી વધવાના બદલે ઘટવા લાગી છે.

ચોમાસાના ૩૨ દિવસ વિતિ ગયા છે છતા જળાશયોની સપાટી ઠેરની ઠેર રહી છે કારણ કે, જેટલો વરસાદ વરસ્યો અને જળાશયોમાં આવક થઈ તેટલું પાણી તો ઉપાડી લેવામાં આવ્યું છે આથી ફરી સ્થિતિ જૈસે થે થઈ ગઈ છે. દરમિયાન ફલડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના ૮૦ ડેમો પૈકી ફકત એક આજી–૩માં ૦.૧૬ ફટ નવું પાણી આવ્યું છે એ સિવાય એક પણ ડેમમાં પાણીની આવક નથી.

સચરાચર મેઘસવારીના અભાવે જળાશયોમાં પાણીની થવી જોઈએ તેવી આવક થઈ નથી. અષાઢ મહિનાના દિવસો પણ કોરા જઈ રહ્યા હોય ચિંતામાં વિશેષ વધારો થયો છે. ચોમાસુ ગ્લોબલ વોમિગના કારણે એક મહિનો મોડું ચાલી રહ્યું છે તેવું માનીએ તો પણ હવે તો એક મહિનો વિતિ ગયો છે આથી હવે જોરદાર વરસાદ અને જળાશયોમાં જંગી જળજથ્થાની જરૂરિયાત વર્તાઈ રહી છે. જો વરસાદ ખેંચાય તો માઠી હાલતના અેંધાણ હાલથી જ વર્તાઈ રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code