1. Home
  2. ગુજરાતી
  3. સાવધાન: સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઈલ, ફેક ન્યુઝ અને ફેક પેજનું વધ્યું ચલણ, આ પ્રકારે રહો સતર્ક
સાવધાન: સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઈલ, ફેક ન્યુઝ અને ફેક પેજનું વધ્યું ચલણ, આ પ્રકારે રહો સતર્ક

સાવધાન: સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઈલ, ફેક ન્યુઝ અને ફેક પેજનું વધ્યું ચલણ, આ પ્રકારે રહો સતર્ક

0
Social Share
  • સોશિયલ મીડિયાથી પણ રહો સાવધાન
  • વધી રહ્યા છે ફેક એકાઉન્ટ અને શેર થાય છે ફેક ન્યુઝ
  • સાયબર ક્રાઈમ થવાની સંભાવના

અમદાવાદ :સોશિયલ મીડિયા આજના સમયમાં એવું માધ્યમ બની ગયું છે કે જેના દ્વારા જોવા જઈએ તો અનેક સારા ઉપયોગ પણ થાય છે અને તેના દૂર ઉપયોગ પણ થતા હોય છે. આજકાલના સમયમાં એવા સમાચાર અવાર નવાર સામે આવતા હોય છે જેમાં લોકો સોશિયલ મીડિયા પર નકલી એકાઉન્ટ બનાવીને લોકોને ભ્રમિત કરતા હોય છે અને છેતરપિંડી પણ કરતા હોય છે.જો આ પ્રકારની કોઈ પ્રવૃતિમાં ફસાતા બચવું હોય તો માત્ર આટલી તકેદારી રાખો અને સાયબર ક્રાઈમથી પોતાને બચાવો.

સોશિયલ મીડિયા પર ક્યારેક એવી વસ્તુ જોવા મળતી હોય છે જેને તમે રિપોર્ટ કરી શકો છો અને તેનાથી જેથી નકલી પેજને બ્લોક કરી શકાય છે. આ માધ્યમથી તમે સમાજમાં ફેલાઈ રહેલી નકલી વાતો અને વસ્તુઓને રોકવામાં મદદ કરી શકાય છે.નકલી એકાઉન્ટ એ હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિ એવી વસ્તુ અથવા તો કોઈ વ્યક્તિ હોવાનો દેખાવ કરે છે જે અસલમાં તે હોતો નથી. નકલી એકાઉન્ટમાં બનાવટી લોક, પ્રાણીઓ સેલિબ્રિટીઓ અથવા તો સંસ્થાના એકાઉન્ટ સામેલ હોય છે.

જો તમને નકલી એકાઉન્ટ લાગે તો તમે તેની પ્રોફાઈલ ઓપન કરો. ત્યારબાદ કવર ફોટો નીચે ક્લિકર અને મદદ મેળવા અથવા તો રિપોર્ટ કરો. જો તમે પ્રોફાઈલને રિપોર્ટ કરો છો તો તમે ફોર્મ ભરીને કોઈ અન્ય વ્યક્તિ હોવાનો દાવો કરનાર ફેસબૂક એકાઉન્ટનો રિપોર્ટ કરી શકો છો. ફેસબૂક એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાંથી લોકોની કેટલીક પર્સનલ માહિતી પણ સામે આવે છે.

સરકાર તથા પોલીસ દ્વારા અવાર નવાર લોકોને જાણકારી અને સલાહ સૂચન આપવામાં આવતા હોય છે કે અજાણી પ્રોફાઈલ કે અજાણ્યા વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારની જાણકારી શેર કરતા પહેલા વિચાર કરજો અને પછી આગળ વધજો. ઓનલાઈન અને સાયબર ક્રાઈમની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code