1. Home
  2. Tag "rajkot"

રાજકોટમાં RSSના કાર્ય વિસ્તાર કુંભના કાર્યક્રમ દરમિયાન 2300 સ્વયંસેવકોએ કરી પરેડ,

રાજકોટઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ઉપક્રમે શહેરના રેસકોર્સ મેદાનમાં વિશાળ સંમેલન યોજાયું હતું. RSSના કાર્ય વિસ્તાર કુંભના કાર્યક્રમ દરમિયાન 2,300 સ્વયંસેવકોએ પરેડ કરી હતી. આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ-સરકાર્યવાહ ડૉ. મનમોહનજી વૈદ્ય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વયંસેવકોને માર્ગદર્શન આપ્યું હતું.  આ પ્રસંગે ડો. વૈદજીએ  હિન્દુ રાષ્ટ્રની સર્વાંગી ઉન્નતિ માટે સ્વયંસેવકોને વિવિધ કાર્ય અને […]

રાજકોટ નજીક 20 અને 40 કિ.મીની યોજાયેલી અશ્વદોડ સ્પર્ધામાં 31 અશ્વસવારોએ લીધો ભાગ

રાજકોટઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વિવિધ વિસ્તારોમાં અશ્વદોડ સ્પર્ધા યોજવામાં આવતી હોય છે. કાઠીયાવાડમાં આજેપણ પાણીદાર અશ્વો જોવા મળે છે. ત્યારે  રાજકોટ નજીક આવેલા ઈશ્વરીયા ખાતે સતત ત્રીજા વર્ષે અશ્વસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર રાજકોટ જ નહીં પરંતુ, સમગ્ર રાજયનાં જાણીતા ઘોડેસવારોએ પોતાના પાણીદાર ઘોડા સાથે ભાગ લીધો હતો અને અલગ-અલગ 20 […]

રાજકોટની ભાગોળે આંટાફેરા મારતો દીપડો ઠેર ઠેર પાંજરા મુકાયા છતાં 15 દિવસથી પકડાતો નથી,

રાજકોટ: શહેરની ભાગોળે ઘણા સમયથી દીપડો આંટાફેરા મારી રહ્યો છે. દરમિયાન દીપડાંને પકડવા માટે છેલ્લા પખવાડિયાથી નવ વિભાગ દ્વારા ચારથી પાંચ સ્થળોએ પાંજરા મુકવામાં આવ્યા છે. અને સતત વોચ રાખવામાં આવી રહી છે. પરંતુ ચબરાક દીપડો પાંજરે પુરાતો નથી. હવે તો શહેરના કાલાવાડમાં દીપડો આંટાફેરા મારતો સીસીટીવીમાં કેદ થયો છે. આમ દીપડાની હાજરીને લીધે લોકો […]

રાજકોટના રૂખડિયાપરામાં રસ્તા પર ગટરના પાણી, બાળકો રેકડીમાં બેસીને આંગણવાડી જાય છે

રાજકોટઃ શહેરમાં મ્યુનિ.દ્વારા હાલ  સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગો ઉપર સઘન સફાઈ કરી દરરોજ હજારો ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવતો હોવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. જોકે, કેટલાક સ્લમ વિસ્તારો એવા છે. કે, સ્વચ્છતા માટે પુરતું ધ્યાન આપવામાં આવતું નથી. જેમાં શહેરનાં રૂખડીયાપરા વિસ્તારની આંગણવાડીની નજીક ખુલ્લી ગટરને કારણે […]

રાજકોટમાં દેવપરા નજીક સરકારી જમીન પરના 45 કાચા-પાકા દબાણો દુર કરાયાં

રાજકોટઃ શહેરના વોર્ડ નંબર 16માં આવેલા  દેવપરા વિસ્તારમાં સરકારી જમીન પર 45 જેટલા ઝૂંપડાથી લઈને કાચા-પાકા મકાનો ઊભા કરી દેવામાં આવ્યા હતા. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પોલીસની મદદથી તમામ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આમ સરકારની માલિકીની રૂ.15.40 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી શહેરના મ્યુ. કમિશનરની સૂચનાથી ટાઉન પ્લાનિંગ શાખાએ શહેરના પૂર્વ ઝોનમાં વોર્ડ […]

રાજકોટની ભાગોળે દીપડો વન વિભાગને હંફાવી રહ્યો છે, પાંજરા મુકાયા છતાં પકડાતો નથી

રાજકોટઃ રાજકોટ શહેરની નજીક આવેલા વાગુદડ, કણકોટ, મુંજકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી દીપડાના આંટાફેરાથી લોકો ભય અનુભવી રહ્યા છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે ઠેર ઠેર પાંજરા મુકવામાં આવ્યા છે. પણ દીપડો પાંજરે પુરાતો નથી. વન વિભાગને દીપડાંના સગડ પણ મળ્યા છે. પણ ચબરાક દીપડો પકડાતો નથી. રાજકોટ શહેરના સીમાડા વિસ્તારમાં એક […]

અમદાવાદ અને રાજકોટમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા 3 ઝડપાયા, લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો

અમદાવાદઃ ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, બીજી તરફ સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ અને વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતા કેટલાક લોકો કમાવી લેવાની લ્હાયમાં ગેરકાયદે રીતે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. દરમિયાન અણદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાંથી પોલીસે ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક વેપારીને […]

રાજકોટમાં થર્ટીફસ્ટની પાર્ટી માટે રાત્રે 12.30 વાગ્યા સુધી મંજુરી, ડ્રીંક & ડ્રાઈવ સામે પોલીસ એલર્ટ

રાજકોટઃ વર્ષ 2023ની વિદાય અને વર્ષ 2024ના આગમનને પાંચ દિવસ બાકી રહ્યા છે. ત્યારે થર્ટીફસ્ટની રાત્રે નૂતન વર્ષને આવકારવા માટે ફર્મ હાઉસ, કલબો સહિત અનેક સ્થળોએ પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારે અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે લોકો નવા વર્ષની ઉજવણી કરે તે માટે રાજકોટ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં […]

રાજકોટના કૂવાડવા નજીક હાઈવે પર ડમ્પર-રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત, 3ને ઈજા

રાજકોટઃ રાજ્યમાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં રાજકોટના કૂવાડવા પાસે હાઈવે પર રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં બેઠેલા પિતા-પૂત્રના મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ લોકોને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી. અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતની […]

રાજકોટમાં 30 કરોડના ખર્ચે બનાવાશે લાયન સફારી પાર્ક, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ આપી મંજુરી

રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લાયન સફારી પાર્ક બનાવવા માટે શહેરના પૂર્વના સીમાડે 33 એકર જમીન સંપાદન કરવામાં આવી છે. રૂપિયા 30 કરોડના ખર્ચે સિંહ માટે સફારી પાર્ક બનાવવાની આરએમસીની દરખાસ્તને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ મંજુરી આપી દીધી છે. તેથી હવે નજીકના ભવિષ્યમાં જ વનરાજોની ત્રાડ રંગીલા રાજકોટવાસીઓને સાંભળવા મળશે. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઈસ્ટ ઝોનમાં એશિયાટીક લાઈન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code